ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જેસર તાલુકાના દેપલા ગામમાં દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે દેપલા ગામના ક્રિપાલસિંહ સરવૈયાના ઘરે રેડ કરવામાં આવી હતી.
23 વર્ષીય ક્રિપાલસિંહ ભરતસિંહ સરવૈયાને પોલીસે ઝડપી પાડ્યો છે. જ્યારે તેનો સાથી રાજદીપસિંહ ઉર્ફે મુંજો વરસુભા સરવૈયા ફરાર થઈ ગયો છે.
આરોપીઓ પાસેથી મધ્યપ્રદેશમાં વેચાણ માટેની ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની બોટલો અને બિયર જપ્ત કરવામાં આવ્યા છે.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં પોલેન્ડ પ્રાઇડ પ્રિમીયમ કલેકશન રિઝર્વ વ્હિસ્કીની 750 MLની 7 બોટલ અને 180 MLની 113 બોટલ મળી છે.
આ ઉપરાંત રીટ્ઝ રિઝર્વ સુપીરિયર ગ્રેઇન વ્હિસ્કીની 180 MLની 208 બોટલ, માઉન્ટ્સ 6000 ઓરિજનલ સુપર સ્ટ્રોંગ બિયરના 500 MLના 91 ટીન અને મિલાઇ ઓરેન્જ ફ્લેવર્ડ વોડકાની 180 MLની 48 બોટલનો સમાવેશ થાય છે.
કુલ ₹48,100ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ જેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.