૫૧ શક્તિપીઠના દર્શન-પૂજન એક જ સ્થળે માઁ અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાનશ્રીનું વિઝન થયું સાકારઃ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ યાત્રિકોને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન થાય તથા પ્રવાસન ક્ષેત્રે અંબાજીનો વિકાસ થાય તે માટે ૧૨૦૦ કરોડના ખર્ચે બે તબક્કામાં અંબાજી કોરિડોરનો કરાશે વિકાસઃ-મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫નો પ્રારંભ […]
Author: JKJGS
પરમજીત સિંહે ‘સન્ડે ઓન સાયકલ’ ને લીલી ઝંડી આપી, ફિટનેસ અને ડ્રગ-મુક્ત ભવિષ્યને પ્રોત્સાહન આપ્યું
વધુ સ્વસ્થ અને ડ્રગ-મુક્ત ભારત તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, ‘સન્ડેઝ ઓન સાયકલ | સે નો ટુ ડ્રગ્સ’ પહેલનું ગાંધીનગરમાં દાંડી કુટીર ખાતે સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન SAI RC ગાંધીનગર દ્વારા NSS અને ઇન્ડિયા પોસ્ટના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં સાયકલિંગ ઉત્સાહીઓ અને જીવનના વિવિધ ક્ષેત્રોના પરિવર્તનકારોને એકઠા કરવામાં આવ્યા હતા. […]
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે અચાનક રાજીનામું આપી દેતાં રાજનીતિમાં તર્ક-વિતર્ક શરુ થયાં
મણિપુરમાં રાજકીય ઉથલપાથલ વધી મણિપુરમાં રાજકીય ઉથલપાથલ વધી ગઈ છે, રાજ્યના સીએમ એન બિરેન સિંહે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. બિરેન સિંહ ભાજપના સાંસદ સંબિત પાત્રા, મણિપુર સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો સાથે રાજ્યપાલને મળવા માટે રાજભવન પહોંચ્યા હતા. આ ર્નિણય પહેલા, બિરેન સિંહે આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા. દરમિયાન, […]
પરીક્ષા પે ચર્ચા
પરીક્ષાઓ ઘણીવાર વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે તણાવનું કારણ હોય છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી “પરીક્ષા પે ચર્ચા” પહેલ આ કથામાં પરિવર્તન લાવી રહી છે. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સવારે ૧૧ વાગ્યે નિર્ધારિત, આ વર્ષની પીપીસી ફરી એકવાર એક ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ તરીકે સેવા આપશે, જ્યાં પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથે સીધો […]
સેશેલ્સના પોર્ટ વિક્ટોરિયા ખાતે આઈએનએસ તુશીલ
આફ્રિકાના પશ્ચિમ કિનારાની આસપાસ પોતાના પ્રથમ પ્રવાસ પર HCI તુશીલ, ૦૭ ફેબ્રુઆરી ૨૫ના રોજ સેશેલ્સના પોર્ટ વિક્ટોરિયા ખાતે ઓપરેશનલ ટર્નઅરાઉન્ડ માટે પહોંચ્યું. ભારતીય હાઈ કમિશનના અધિકારીઓ અને ભારતીય નૌકાદળના અધિકારીઓએ જહાજનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પોર્ટ કોલ દરમિયાન કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન પીટર વર્ગીસ સેશેલ્સમાં ૐઝ્રૈં (ભારતના હાઈ કમિશનર) શ્રી કાર્તિક પાંડે અને સેશેલ્સ સંરક્ષણ દળોના ચીફ […]
ખેડૂતો રાજકીય તાકાત અને આર્થિક ક્ષમતા ધરાવે છે; તેઓએ કોઈની મદદ પર આધાર રાખવો જાેઈએ નહીં – ઉપરાષ્ટ્રપતિ
ખેડૂતોએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોનો લાભ લેવો જાેઈએ અને કૃષિ ઉત્પાદનોના વેપારમાં જાેડાવું જાેઈએ – ઉપરાષ્ટ્રપતિ જે લોકોએ અનામતનો લાભ લીધો છે તેઓએ સમાજના પ્રયત્નો અને સમર્થનને ક્યારેય ભૂલવું જાેઈએ નહીં – ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આજે જણાવ્યું હતું કે ખેડૂતો પ્રદાતા છે અને તેમણે કોઈની મદદ પર આધાર રાખવો જાેઈએ નહીં. ચિત્તોડગઢમાં અખિલ મેવાડ ક્ષેત્ર […]
આજે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ પ્રયાગરાજની મુલાકાત લેશે
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ આજે (૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૫) ને સોમવારના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની મુલાકાત લેશે. પ્રયાગરાજની તેમની એક દિવસની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ સંગમમાં પવિત્ર સ્નાન કરશે અને પૂજા કરશે, અક્ષયવટ અને હનુમાન મંદિરમાં પૂજા અને દર્શન કરશે તેમજ ડિજિટલ કુંભ અનુભવ કેન્દ્રની પણ મુલાકાત લેશે.
૩૧ માર્ચ ૨૦૨૬ પહેલા દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરીશું
આજે આપણે નક્સલવાદનો અંત લાવવામાં બે બહાદુર સૈનિકો ગુમાવ્યા છે, આ દેશ હંમેશા આ નાયકોનો ઋણી રહેશેઃ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી ગૃહ મંત્રી શ્રી અમિત શાહે સુરક્ષા દળો દ્વારા ૩૧ નક્સલીઓના સફાયો કરાયાને ભારતને નક્સલમુક્ત બનાવવા તરફ એક મોટી સફળતા ગણાવી છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ ૩૧ નક્સલીઓને ઠાર માર્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત […]
ધંધાકીય અદાવતમાં 4 શખ્સે કર્યો હુમલો, એક આરોપી ઝડપાયો, 3 ફરાર
પલસાણા તાલુકાના જોળવા ગામમાં ધંધાકીય અદાવતમાં એક ઈડાની લારીના માલિક પર થયેલા જીવલેણ હુમલા કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં બગુમરામાં રહેતા અરવિંદ રાજપૂત (ઉ.32) પર ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. અરવિંદ રાજપૂતે જોળવા ગામમાં શ્યામ બિલ્ડિંગની નીચે ઈડાની લારી શરૂ કરી હતી. આ અંગેની અદાવતમાં ધીરજ પાંડે, પ્રિંસ રાજપૂત, […]
આર્થિક તંગીથી ડિપ્રેસ્ડ યુવક તાપીમાં કૂદવા ગયો; પગલું ભરે તે પહેલાં જ પોલીસે વાતોમાં ભોળવી બચાવી લીધો
સુરતમાં આર્થિક તંગીથી ત્રસ્ત અને ડિપ્રેશનનો શિકાર બનેલો યુવક વરિયાવ બ્રિજ પર આત્મહત્યા કરવા ગયો હતો. આ અંગેની જાણ થતાં સિંગણપોર પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ યુવકને આત્મહત્યા કરતાં અટકાવી બચાવી લીધો હતો અને પોલીસ સ્ટેશન લઈ જઈ કાઉન્સેલિંગ કર્યું હતું. મળતી માહિતી મુજબ, સિંગણપોર પોલીસને કંટ્રોલ રૂમ તરફથી માહિતી મળી હતી કે, વરિયાવ બ્રિજ […]










