Gujarat

વોલ્વો બસમાં મુસાફરી અને ડોરમેટરીમાં રહેવાની સુવિધા, દરરોજ અમદાવાદથી પ્રયાગરાજની બસ ઉપડશે

પ્રયાગરાજમાં હાલ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. દેશ-વિદેશમાંથી અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભ મેળામાં સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ત્યારે ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગ દ્વારા કુંભમેળા માટે ખાસ બસ દોડાવવાનું આયોજન કરાયું છે. બંને વિભાગોએ મળી કુંભમેળા માટે ખાસ પેકેજ તૈયાર કર્યું છે. રૂ. 8100માં ત્રણ દિવસ અને ચાર રાત્રિના પ્રવાસ કરાવશે. […]

Gujarat

શહેરના સૌથી વ્યસ્ત 25 મુખ્ય ચાર રસ્તા પર ટ્રાફિકના અવરજવરથી લઈને તમામ બાબતનો સર્વે કરી રિપોર્ટ તૈયાર થશે

અમદાવાદમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. આ સમસ્યાને દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌથી વધુ વ્યસ્ત એવા મુખ્ય 25 જેટલા ટ્રાફિક જંકશનનો એરિયલ ડ્રોન સર્વે કરવામાં આવશે. ટ્રાફિક સમસ્યાની વાસ્તવિક પરિસ્થિતિની જાણકારી માટે રોડ ઈન્વેન્ટરી સર્વે અને ફિઝીકલ સર્વે કરાશે. શહેરના વિવિધ વિસ્તારોમાં હયાત રોડ નેટવર્કની વિગતો, નકશા, ટ્રાફિક જંક્શનની સંખ્યા અને […]

Gujarat

ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો સકારાત્મક નિર્ણય

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે : મંત્રી શ્રી હર્ષ સંઘવી ૩ રાત્રિ/૪ દિવસનું પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. ૮૧૦૦/- મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતેથી તા.૨૭મી જાન્યુઆરીએ વહેલી સવારે યાત્રાનો પ્રારંભ કરાવશે સોમવારથી દરરોજ સવારે ૭ વાગ્યે રાણીપ એસ.ટી ડેપો, અમદાવાદ ખાતેથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નિકળશે હિન્દુ સનાતન ધર્મમાં […]

Gujarat

માંગરોળ વાલ્મિકી સમાજ નું ગૌરવ

માંગરોળ તાલુકાના ખનક સંગીત ક્લાસીસમાં અભ્યાસ કરતા સાગઠીયા વત્સલ ગીરીશભાઈ એ ગુજરાત સરકાર દ્વારા આયોજિત કલા મહાકુંભ 15 થી 20 વર્ષના વય જૂથની સ્પર્ધામાં માંગરોળ તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન તેમજ જૂનાગઢ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી પોતાના માતા પિતા-  ગુરુ તેમજ વાલ્મિકી સમાજ નું નામ રોશન કર્યું છે તે બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં […]

Gujarat

શ્રી હનુમાન ચાલીસા સત્સંગમાં સાવરકુંડલાના ભાવિકો થયાં તરબોળ

શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીના મધુર સુરમાં ગવાયેલ શ્રી હનુમાન ચાલીસાએ સાવરકુંડલાને ધર્મના પાકા રંગે રંગી દીધું. આમ સંપૂર્ણ ધાર્મિક વાતાવરણ વચ્ચે હનુમાનજીના ગુણગાન સાંભળીને ભાવિકો શ્રધ્ધા અને ભક્તિમાં તરબોળ થયાં આવા ધાર્મિક કાર્યક્રમો અવારનવાર યોજાય તેવા ભાવસાથે ભાવિકોએ ધર્મમય વાતાવરણનો  લ્હાવો લીધો કાબરીયા પરિવારનું આ આયોજન સમગ્ર હનુમાન ભક્તો માટે એક ચિરંજીવ સંભારણું બની ગયા સાવરકુંડલા […]

Gujarat

જય સોમનાથ એન્ટરપ્રાઈઝને અદાણી સોલરના મોસ્ટ વેલ્યુએબલ બ્રાન્ડ એમ્બેસેડરનો એવોર્ડ આપવામાં આવ્યો

જય સોમનાથ એન્ટરપ્રાઈઝના  કિશનભાઇ ત્રિવેદીએ સૌર ઉર્જા ક્ષેત્રે ડંકો દીધો. કિશનભાઇ ત્રિવેદી એટલે સાવરકુંડલાના કે. કે. હાઈસ્કૂલના આદર્શ નિવૃત શિક્ષક ગુણવંતભાઈ ત્રિવેદીના સુપુત્ર કિશનભાઇની અથાગ મહેનત, એફિશિયન્ટ કોમ્યુનિકેશન સ્કીલ તથા વિશ્ર્વસનીયતાના માપદંડને અનુસરીને સૌર ઊર્જા ક્ષેત્રે અગ્રેસર રહેતાં જોવા મળે છે સૌર ઉર્જા ક્ષેત્રે શ્રેષ્ઠતાની નોંધપાત્ર માન્યતામાં, જય સોમનાથ એન્ટરપ્રાઈઝને અદાણી સોલર એવોર્ડના મોસ્ટ વેલ્યુએબલ […]

Gujarat

 સાવરકુંડલા-મહુવા બાયપાસ રોડ પર મોડીરાતે વાહન હડફેટે આવતા દીપડાનું મોત નિપજ્યું

સાવરકુંડલા શહેરમાં ગતરોજ મોડીરાત્રીએ દીપડાનો અકસ્માત સર્જાયો. સાવરકુંડલાના મહુવા બાયપાસ રોડ પર એક દીપડો રોડ ક્રોસ કરી રહ્યો હોય ત્યારે તે દરમિયાન અજાણ્યા વાહને દીપડાને હડફેટે લીધો હતો. દીપડાને હડફેટે લેતા ગંભીર ઈજાઓ થતા દીપડાનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સાવરકુંડલા વન વિભાગના આર.એફ.ઓ. પ્રતાપ ચાંદુ તથા રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે […]

Gujarat

નર્મદાનાં નીરથી આજીની સપાટી 26.88; ન્યારીની 23.62 ફૂટ પહોંચી, બન્ને ડેમ પુરેપુરા ભરાય ત્યાં સુધી સૌની યોજના હેઠળ પાણી ઠલવાશે

રાજકોટ શહેરની પાણીની જરૂરિયાત મુખ્યત્વે આજી, ન્યારી અને ભાદર ડેમ ઉપરાંત સૌની યોજનામાંથી પણ પૂરી કરવામાં આવે છે. જોકે, આગામી એપ્રિલ અને મેં મહિનામાં સૌની યોજનામાં મેન્ટેનન્સ માટેની કામગીરી કરવામાં આવનાર હોવાથી મનપા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ફેબ્રુઆરી સુધીમાં આજી અને ન્યારી ડેમને ભરી આપવા માંગ કરવામાં આવી હતી. છેલ્લા લગભગ […]

Gujarat

વડોદરા સાધલીનો તલાટી સરપંચને ગેરમાર્ગે દોરી રૂ. 10 લાખની ગ્રાન્ટ ચાંઉ કરી ગયો, તલાટી સહિત બે સામે ફરિયાદ

વડોદરા જિલ્લાના સાધલી ગામનો તલાટી મહિલા સરપંચને ગેરમાર્ગે દોરી વિવિધ વિકાસ કામો માટે આવેલી રૂપિયા 10.20 લાખની ગ્રાન્ટ ચાંઉ કરી જતાં ચકચાર મચી ગઇ હતી. RTGS દ્વારા પોતાના અંગત એકાઉન્ટમાં જમા કરાવી સરકારી નાણાંની ઉચાપત કરનાર ભેજાબાજ તલાટી સહિત બે સામે જુનિયર તલાટીએ શિનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે છેતરપિંડીનો ગૂનો દાખલ […]

Gujarat

52 હજાર ચો.મી.માં ગુજરાતનાં પૌરાણિક સ્થળોની પ્રતિકૃતિઓ કચરામાંથી બનાવાશે, GMCના ડ્રાફ્ટ બજેટમાં જાહેરાત

ગાંધીનગર મહાનગરપાલિકાએ શહેરને આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મહાનગરપાલિકાએ વર્ષ 2025-26નાં રૂ. 1744.21 કરોડનાં ડ્રાફ્ટ બજેટમાં વેસ્ટ ટુ વન્ડર પાર્કની જાહેરાત કરી છે. સરગાસણ-ઉવારસદ-તારાપુર-અડાલજ વિસ્તારમાં આવેલા ટીપી-29નાં ફાઈનલ પ્લોટ-468માં 52 હજાર ચોરસ મીટર વિસ્તારમાં આ અનોખો પાર્ક વિકસાવવામાં આવશે. આ પાર્કની ખાસિયત એ છે કે અહીં કચરામાંથી ગુજરાતનાં પ્રસિદ્ધ પૌરાણિક સ્થળોની […]