Gujarat

જેતપુરમાં બેંક ઓફ બરોડાનું ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાના બહાને મહિલા સહિત 9 લોકો સાથે 3.65 લાખની ઠગાઈ 

ક્રેડિટકાર્ડનું કામ કરતો જૂનાગઢનો શખ્સ બેંકમાં ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા આવતા એકાઉન્ટ ધારકોના મોબાઈલ માંથી પાસવર્ડ મેળવી લેતો જેતપુરના બેંક ઓફ બરોડાના ક્રેડિટકાર્ડનું કામ કરતા જૂનાગઢના શખ્સે મહિલા વેપારી સહીત ૯ લોકોને ક્રેડીટ કાર્ડ બંધ કરાવવા અને લીમીટ વધરવાના બહાને શખ્સે મોબાઈલ માંથી પાસવર્ડ મેળવી રૂ.૩.૬૫ લાખની છેતરપિંડી કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી […]

Gujarat

લીંબડીના ભાજપી MLAના હોટેલ સ્ટાફની લુખ્ખાગીરી સામે હાઇકોર્ટમાં રાવ

હોટલ પર MRPથી વધારે ભાવ લેવા અંગે પત્રકાર પુત્રના લૂંટી લીધેલા ચાર તોલાના સોનાના ચેનની લૂંટની ફરિયાદ નોંધવાનો ઇન્ચાર્જ પીઆઈ ઝાલાનો ઇન્કાર કરતાં પોલીસને હાઇકોર્ટમાં ઢસડાઈ સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ તાકીદ છતાં ધારાસભ્યના દબાણ હેઠળ ફરિયાદ લેવાનો ઇન્કાર કરનારી પોલીસ તંત્ર પર હાઈકોર્ટ ફટકાર લગાવે તેવી સંભાવના: આ મુદ્દે મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થઈ હોય […]

Gujarat

વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાના નવ નિયુકત ચીફ ઓફીસર પાર્થીવ પરમારે આજે ચાર્જ સંભાળ્યો છે

વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાના ચીફ ઓફીસર ચેતન ટુંડીયાની રાજકોટ મહાનગરપાલિકામાં બદલી થતાં તેમના અનુગામી તરીકે પાર્થીવ પરમારને બાટવાથી વેરાવળ નિમણુંક કરવામાં આવેલ છે. પાર્થીવ પરમારનો જન્મ તા.૧૨-૭-૧૯૯૦ ના અમરેલી-સીમાર મુકામે થયેલ છે. તેઓ કોમ્પ્યુટર ઇન્જીનીયરનો રાજકોટ ખાતે અભ્યાસ કરેલ તેમજ ઉના, કેશોદ, બાટવા ગામે કામગીરી બજાવેલ છે. ઉના ખાતે તેઓના કાર્યકાળ દરમ્યાન સ્વચ્છતા માટે બે સ્ટાર […]

Gujarat

ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ

એક હાથીએ તેના મહાવત પર જીવલેણ હુમલો કરવાની કરુણાંતિકાને પગલે બંને સંસ્થાઓ વચ્ચે નવી ભાગીદારી સધાઈ જામનગર, ગુજરાત: દીર્ઘદૃષ્ટા પરોપકારી અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા બે માદા હાથી, 18 વર્ષની વિષ્ણુપ્રિયા અને 26 વર્ષની લક્ષ્મીપ્રિયાનું સ્વાગત કરવા સજ્જ થઈ રહી છે. આ બંને હાથણીને કોલકાતા પાસેના માયાપુર સ્થિત ઈન્ટરનેશનલ સોસાયટી […]

Sports

બંનેએ ફાઇનલમાં નેપાળને હરાવ્યું; ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે એક પણ મેચ નથી હારી

ભારતની મેન્સ અને વિમેન્સ ટીમે પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ જીતી લીધો છે. રવિવારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બંને કેટેગરીની ફાઇનલ રમાઈ હતી. વિમેન્સ ટીમે નેપાળને 78-40ના મોટા માર્જિનથી હરાવ્યું. મેન્સ ટીમે પણ નેપાળને હરાવ્યું, પરંતુ માર્જિન 54-36 હતું. ખો-ખો વર્લ્ડ કપ 13થી 19 જાન્યુઆરી દરમિયાન નવી દિલ્હીમાં રમાયો હતો. બંને ભારતીય ટીમો […]

Entertainment

રવિનાની દીકરી રાશાની શાનદાર શરૂઆત, ‘આઝાદ’એ પહેલા દિવસે 1.5 કરોડની કમાણી કરી

કોવિડ પછી, ઘણા નવા કલાકારોએ બોલિવૂડ ફિલ્મોમાં એક્ટિંગ કરી કરિયરની શરૂઆત કરી છે. તાજેતરમાં જ એકટ્રેસ રવિના ટંડનની પુત્રી રાશા થડાનીએ ફિલ્મ ‘આઝાદ’થી ડેબ્યૂ કર્યું છે. ફિલ્મની સ્ટોરી સાથે લોકો તેનાં ગીતોને પણ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મે શરૂઆતના દિવસે જ 1.5 કરોડ રૂપિયાની જોરદાર કમાણી કરી લીધી છે. આ સાથે, નવા સ્ટાર્સ સાથેની […]

Gujarat

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર

ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર આવ્યા છે જેમાં GPSCના ચેરમેન હસમુખ પટેલે જાહેરાત કરી છે કે હવેથી આયોગ દ્વારા લેવામાં આવતી તમામ ભરતીઓની પ્રાથમિક પરીક્ષા માટે એક જ અભ્યાસક્રમ રહેશે, જે ‘સામાન્ય અભ્યાસ’ તરીકે ઓળખાશે. અગાઉ, GPSC દ્વારા જાહેર કરવામાં આવતી ક્લાસ ૧-૨ અને ૩ની વિવિધ […]

Gujarat

ગુજરાત પોલીસના રિકન્સ્ટ્રકશનને વરઘોડો ન કહોઃ ડીજીપી વિકાસ સહાય

આરોપીઓનો પોલીસ દ્વારા કાઢવામાં આવતા વરઘોડા બાબતે, રાજ્યના પોલીસ વડા દ્વારા એક ખાસ નિવેદન આપવામાં આવી છે. ગુજરાત પોલીસ ક્યારેય કોઈ આરોપી માટે સરઘસ કાઢતી નથી, જ્યારે કોઈ ગુનો થાય છે ત્યારે આરોપીને પુરાવા એકત્ર કરવા અને પુનઃનિર્માણ માટે ગુનાના સ્થળે લઈ જવામાં આવે છે, તેને રિકન્સ્ટ્રકશન કહેવાય છે. પોલીસ ક્યારેય સરઘસ શબ્દનો ઉપયોગ કરતી […]

Gujarat

અમદાવાદના નરોડા પાટિયા નજીક કાર ચાલકે રસ્તા વચ્ચે કાર રોકી દરવાજાે ખોલતા પાછળથી આવતો બાઈક ચાલક ટ્રક સાથે અથડાયો

અમદાવાદના નરોડા પાટિયા પાસે વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં એકનું મોત તો એકને ગંભીર ઈજાઓ પહોંચી છે. અમદાવાદના નરોડા પાટિયા નજીક કાર ચાલકે રસ્તા વચ્ચે કાર રોકી દરવાજાે ખોલ્યો હતો. જેના કારણે પાછળથી આવતો બાઈક ચાલક ટ્રક સાથે અથડાઈને પડ્યો હતો. દુર્ઘટનામાં એક બાઈક ચાલકનું મૃત્યુ જ્યારે બીજાે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની સમગ્ર […]

Gujarat

રાજકોટમાં પોલીસે બંટી-બબલીની ધરપકડ; ચામાં ઘેનની દવા નાખી લૂંટ ચલાવતા હતા

રાજકોટમાં પોલીસને મળી છે એક મોટી સફળતા, રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં લોકોને મદદ કરવાના બહાને ઠંડા પીણા તેમજ ચામાં ઘેનની દવા ભેળવી લૂંટી લેવાની ઘટના સામે આવી છે. વૃધ્ધ મહિલાઓને ઘેનની દવા પીવડાવી બેભાન કરી લૂંટ ચલાવી નાસી છૂટતી બંટી-બબલીને તાલુકા પોલીસે દબોચી લઇ ચાર ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. રાજકોટના મવડી કણકોટ રોડ […]