International

ચીને સ્પેશ્યલ-પર્પઝ-બાર્જીઝ બનાવ્યા : તે દ્વારા તે તાઈવાન ઉપર સૈનિકો ઉતારી શકે તેમ છે

ચીને સ્પેશ્યલ-પર્પઝ-બાર્જીઝ બનાવ્યા છે. તેથી દુનિયામાં ચિંતાનું મોજુ પ્રવર્તી રહ્યું છે. રેડીયો-ફ્રી- એશિયા નિષ્ણાતોને ટાંકી જણાવે છે કે, આ બાર્જીસ બૈજિંગને તેના દળો ઝડપભેર તે ટાપુ રાષ્ટ્ર ઉપર ઉતરવામાં સહાયભૂત થઈ શકે તેમ છે. દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે નોર્મેન્ડાના તટ ઉપર સાથી રાષ્ટ્રોએ આ પ્રકારના જ એમ્ફીલીયન બાર્જીસ દ્વારા સૈનિકોને ઉતાર્યા હતા. ચીન પણ તે પ્રકારનાં […]

International

ઇઝરાયેલની ગાઝા પર એરસ્ટ્રાઈક : ૭૫નાં મોત

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ૧૫ મહિનાથી ચાલતા યુદ્ધનો યુદ્ધવિરામ ૧૫ કલાક પણ ટક્યો નથી. ઇઝરાયેલે ગાઝામાં હુમલો કરતાં ૭૫ના મોત થયા છે અને ૨૦૦થી વધુ ઘાયલ થયા છે. ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ જણાવ્યું હતું કે હમાસે છેલ્લી ઘડીએ ઉઠાવેલા વાંધાના લીધે છેલ્લી મિનિટે આ ડીલ અટકી ગયું હતું. જ્યારે અમેરિકા અને કતારે ડીલ થયાની જાહેરાત કરી […]

Gujarat

સુરેન્દ્રનગર પાલિકાએ ત્રણ વાર હટાવેલા દબાણો મહાનગર પાલિકાએ ફરી દૂર કર્યા

સુરેન્દ્રનગર મહાનગર પાલિકા બનતા અધિકારીઓએ ચાર્જ શંભાળતાની સાથે જ એકસન મોડમાં આવી ગયા છે.શુક્રવારે મહાનગર પાલિકાની ટીમ દ્વારા શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ ચાલુ કરી દીધી હતી.જેમાં 80 ફુંટ રોડ ઉપર ખાસ કરીને ઘાસના વાડા અને લારી સહિતના દબાણો દૂર કર્યા હતા. અહિયા મહત્વની બાબત એ છે કે આ દબાણો પાલિકાએ અગાઉ 3 વાહ હટાવ્યા હતા.જે […]

Gujarat

જિલ્લા ટ્રાફિક પોલીસની કાર્યવાહીથી અન્ય વાહનચાલકોમાં ફફડાટ

સાયલા નેશનલ હાઇવે ઉપર જિલ્લા ટ્રાફિક પોલીસે શુક્રવારે સાંજના સમયે સાયલા સર્કલ પાસે વાહન ચેકિંગ શરૂ કરી હતી. જેમાં વાહન ચેકિંગમાં 13થી વધુ બાઈકચાલક સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવતા આ રીતે વાહન ચલાવનારા અન્ય યુવાનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ કામગીરીમાં લબર મુછીયા અને ધૂમ સ્ટાઇલથી ચલાવતા બાઈક ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી હતી. […]

Gujarat

અમેરિકાના ખ્યાતનામ ડો. શેન ટબ્સની ઉપસ્થિતિમાં એનેટોમી વિભાગ દ્વારા સી.એમ.ઈ. વર્કશોપ યોજાયો

રાજકોટ પી.ડી.યુ. મેડિકલ કોલેજના એનેટોમી વિભાગ દ્વારા બે દિવસીય ‘સોમાકોન’ – 2.0 કોન્ફરન્સનું આયોજન 18 અને 19 જાન્યુઆરીના રોજ રાજકોટ સિવિલ કેમ્પસ સ્થિત પી.ડી.યુ. મેડીકલ કોલેજ ખાતે કરવામાં આવ્યું છે. અમેરિકાના મેડિકલ એનેટોમીના ખ્યાતનામ ડો. શેન ટબ્સની પ્રેરક ઉપસ્થિતિમાં આજરોજ સી.એમ.ઈ. અંતર્ગત પ્રિ-કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રિવર્સ ટ્રાન્સલેશન રિસર્ચ વિષયક સ્પીચ તેમજ પેપર પ્રેઝન્ટેશન રજૂ […]

Gujarat

શક્તિસિંહ ગોહિલે ભાજપને ડૉ. આંબેડકરનું અપમાન કરનારી ખેડૂત વિરોધી સરકાર ગણાવી

રાજકોટમાં આજે સાંજે NSUI દ્વારા જય બાપુ, જય ભીમ અને જય સંવિધાનના નારા સાથે વિશાળ મશાલ રેલી નીકળી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ વરુણ ચૌધરીની આગેવાનીમાં આ રેલી નીકળી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસ અઘ્યક્ષ દ્વારા ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. જેમાં ભાજપે હંમેશા બાબા સાહેબનો વિરોધ કર્યો છે […]

Gujarat

1100 સ્કૂલના 90 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા, બોર્ડની પેટર્નથી જ પરીક્ષા લેવાઈ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહથી શરૂ થવાની છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવાના છે, જેથી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો અનુભવ થાય તે માટે અમદાવાદ શહેર અને ગ્રામ્ય DEO દ્વારા પ્રિ બોર્ડ પરીક્ષાનું આયોજન કર્યું છે. આજથી શરૂ થયેલી પ્રિલિમ પરીક્ષા બોર્ડની પેટર્નથી […]

Gujarat

યુવરાજ અજયસિંહજી જાડેજાની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી, તેજસ્વી વિદ્યાર્થિનીઓનું સન્માન

જામનગરની ઐતિહાસિક સજુબા સરકારી કન્યા શાળાએ 90 વર્ષની ગૌરવશાળી યાત્રા પૂર્ણ કરી છે. 12 જાન્યુઆરી 1936ના રોજ નવાનગર સ્ટેટના રાજવી જામ દિગ્વિજયસિંહજીના હસ્તે શરૂ થયેલી આ શાળા સૌરાષ્ટ્રની કન્યા કેળવણીનું પ્રતીક બની છે. 90મા સ્થાપના દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે નવાનગર સ્ટેટના યુવરાજ અને પૂર્વ ક્રિકેટર અજયસિંહજી જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓએ શાળાનો ઇતિહાસ, […]

Gujarat

“ભાજપના શાસનમાં માનીતાઓ માટે છાશવારે નિયમ બદલાય છે’

જામનગરમાં શુક્રવારે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શકિતસિંહ ગોહીલે ભાજપના શાસનમાં માનીતા માટે નિયમ બદલાય છે, અમીર-ગરીબ વચ્ચે અંતર વધ્યું હોવાનું જણાવી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે હાલારના બંને જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવામાં આવશે તેમ ઉમેર્યું હતું. રાજયમાં આગામી દિવસોમાં રચનાત્મક અને જવાબદાર રાજકિય પક્ષ તરીકે ખેડૂતો, યુવાવર્ગ ગરીબો તથા લોકોની સમસ્યાઓ […]

Gujarat

રાજકોટ શહેર કક્ષાની ભાઈઓની તરણ સ્પર્ધા યોજાઈ

નાના બાળકો સહિત વરિષ્ઠ નાગરિકોએ સ્વિમિંગ પૂલમાં હરિફાઈની છલાંગ લગાવી ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે. આ સ્પર્ધાઓમાં વિવિધ ઉંમરની કેટેગરીમાં ભાઈઓ તથા બહેનો ભાગ લઈને પોતાનો હુન્નર બતાવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર કક્ષાની વિવિધ ઉંમરમા ભાઈઓની તરણ સ્પર્ધા સરદાર પટેલ સ્વિમિંગ પુલ ખાતે યોજાઇ હતી. જેમા નાના બાળકોથી લઈને […]