Gujarat

સાવરકુંડલા ખાતે વિદ્યાગુરુ ફાઉન્ડેશન પર્વ ચતુર્દશી મહોત્સવ યોજાયો

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર- સાવરકુંડલા, ગુજરાત (100% નિઃશુલ્ક હોસ્પિટલ) જાન્યુઆરી ૨૦૨૫માં ગૌરવપૂર્ણ રીતે ૧૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. જેના ભાગ રૂપે અને સંસ્થાની દર વર્ષ પરંપરા મુજબ પર્વ ચતુર્દશી – ૨૦૨૫નું તા.૧૫ , ૧૬ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા
દાયકાની સાર્થક સેવાનો સંતોષ, સો વર્ષની સેવાનો સંકલ્પ સાથે આજરોજ સાવરકુંડલા ખાતે શિક્ષણ, સાહિત્ય અને સેવાના ત્રિસત્યને સમર્પિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા તા. ૧૫ જાન્યુઆરી, ૨૦૨૫ બુધવાર અને ૧૬ જાન્યુઆરી, ૨૦૨૫ ગુરુવારના દિવસે નાટયપર્વ, સેવાભૂમિ પૂજનપર્વ અને સાહિત્ય-શિક્ષણ સન્માન પર્વ રૂપે ‘પર્વ ચતુર્દશી’ કાર્યક્રમ સંપન્ન થયો. તદ્દન નિ:શુલ્ક હોસ્પિટલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર નિમિત્તે આરોગ્યના સેવાયજ્ઞને સંતોષદાચી  રીતે એક દાયકો પૂર્ણ થતાં.
દસ વર્ષની સેવાના સંતોષને સો વર્ષની સેવાનાં સંકલ્પ સુધી વિસ્તારવાના ઉદેશ સાથે  સેવા સંકલ્પ વર્ષની ઉજવણી નિમિત્તે આ આરોગ્ય મંદિરમાં સ્પેશિયલ કાર્ડિયાક અને ન્યુરોલોજીકલ સારવાર તેમજ યુવતીઓ માટે નિઃશુલ્ક નર્સિંગ કોલેજ માટે સુસજજ નિર્માણાધિન બિલ્ડિંગ ‘વિશ્વાસનું ગતરોજ પ. પૂ. મોરારીબાપુના આશીર્વાદ સાથે દાતાશ્રી અને લબ્ધપ્રતિષ્ઠ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઈ  ભૂમિપૂજન પૂ. મોરારિબાપુના વરદ હસ્તે સંપન્ન થયું.
તારીખ ૧૫ના રોજ યોજાયેલ નાટ્ય પર્વ પણ ખૂબજ સફળ રહ્યું ગતરોજ સાંજના પાંચ પછી પરમ પૂજ્ય મોરારીબાપુના સાનિધ્યમાં અહીં જે. વી મોદી હાઈસ્કૂલ વિશાળ ગ્રાઉન્ડમાં સાહિત્ય શિક્ષણ સંગીત પર્વમાં નવોદિત યુવા હસ્તીઓને સન્માનિત કરી એવોર્ડ વિતરણ કરવાનો સમારોહ પણ યોજાયો..સાવરકુંડલા તેમજ અન્ય શહેરો તેમજ દેશોમાંથી આવેલ મહેમાનોની ઉપસ્થિતિમાં આ સમારોહ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો ખાસ નોંધનીય બાબત એ રહી કે સાવરકુંડલા શહેરમાં વિશ્ર્વાસ નામની અદ્યતન બિલ્ડિંગ પણ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના કેમ્પસમાં નિર્માણ થશે. તેમાં લાયબ્રેરી તેમજ સુવિધાસભર હાઈટેક ઈ-લાયબ્રેરીનું પણ નિર્માણ થશે જેમાં
સાવરકુંડલાના જ દોશી, સંઘવી, ગાંધી તેમજ સિયારામ સિલ્ક પરિવારના આર્થિક સહયોગથી આ વિશ્ર્વાસ નામના બિલ્ડિંગનું નિર્માણ થશે.આ બિલ્ડિંગનું ૫૫૦૦૦ ચો. ફૂટમાં વિશાળ ઈમારત ઉભી થશે જેમાં કાર્ડિયોલોજી વિભાગના દાતા વિમલ યાત્રા પરિવાર વિલે પાર્લે દોશી પરિવાર,પીડિયાટ્રિક વિભાગના દાતા એન. એસ.પી. કન્સ્ટ્રકશન સંઘવી પરિવાર, વિલે પાર્લે, ન્યૂરોલોજી વિભાગના દાતા સિયારામ સિલ્ક મીલ લિમિટેડ મુંબઈ અને નર્સિંગ કોલેજના દાતા પન્ના નાયક અને નટવર ગાંધી યુ. એસ એ. વગરે છે
ખાતમુહૂર્ત પહેલાં પૂ. મોરારીબાપુએ હોસ્પિટલના વિવિધ વિભાગોની પણ મુલાકાત લઈને દર્દીઓના હાલચાલ પણ પૂછ્યા હતાં.  જે. વી મોદી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા સમારોહમાં વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશભાઈ મહેતાની હિપોપોટિક સ્પીચે દ્વારા ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા. તો સંસ્થાના મંત્રી દિવ્યકાંતભાઈ સૂચક દ્વારા નિર્માણ થનાર મેડિકલ ડિપાર્ટમેન્ટની તથા સાંપ્રત હોસ્પિટલના પ્રારંભકાળ સાથે સતત પ્રગતિ કરતા અભિયાનની વિશદ છણાવટ કરી હતી.
આ પ્રસંગે નિર્માણ થનાર બિલ્ડિંગની  પણ ઉપસ્થિત તમામને સંપૂર્ણ માહિતી પ્રદાન કરવામાં આવી હતી. આ પ્રસંગે ભદ્રાયું વચ્છરાજાનીની નવીન વ્યંજન સમી ગુજલીશ કવિતાએ પણ ખાસી દિલચસ્પ જમાવટ કરી હતી. અંતમા પ. પૂ. મોરારીબાપુના આશીર્વાદ સાથે આ સંસ્થાની આર્થિક સહયોગ હેતુ એક કથા અને એ પણ અમેરિકામાં યોજવાનું નિવેદન કરી સંસ્થાના આર્થિક સ્થિતિ વધુ મજબૂત બને એવા આશય સાથે પોતે આશીર્વાદ આપ્યા હતા. આ ઈમારત પૂર્ણ થતાં એક મલ્ટી કોર્પોરેટ જેવી સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલમાં પરિવર્તિત થશે અને આ તમામ સેવા નિશુલ્ક પ્રદાન થશે
     
શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો પ્રકાશ કટારીયા તથા સમગ્ર સ્ટાફ તેમજ  વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશભાઈ મહેતા અને મંત્રી દિવ્યકાંતભાઈ સૂચક, સહ મંત્રી ભરતભાઈ જોષીના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી
બિપીન પાંધી સાવરકુંડલા