છોટાઉદેપુર જિલ્લા પંચાયત સ્વભંડોળ અંતર્ગત ગુંડીચા આયુર્વેદિક અને સંખેડા સરકારી હોમિયોપેથિ દવાખાનાનુ લોકાર્પણ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકા બેન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમા તાલુકા પંચાયત પ્રમુખ દીપિકાબેન, જિલ્લા પંચાયત સભ્ય અજુંબેન,ગામના સરપંચ, અને ગામના વડીલો આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Author: JKJGS
ખીજડીયા અમરેલી મીટરગેજ માંથી બ્રોડગેજ રૂપાંતરના ખાતમુહૂર્ત પ્રસંગને આવકારતાં અમરેલી ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો
અમરેલી રેલ્વે સ્ટેશન ખાતે ખીજડીયા અમરેલી મીટરગેજમાંથી બ્રોડગેજ લાઈનનું ખાતમુર્હુત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ કાર્યક્રમની અંદર ગરીમામય ઉપસ્થિતિ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા ,સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા ધારીના ધારાસભ્ય જે વી કાકડિયા સહિતના આગેવાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું આ શુભ પ્રસંગે આ બ્રોડગેજ લાઈન માટે દિલીપભાઈ સંઘાણીએ પેલું પોસ્ટકાર્ડ લખ્યું હતું એવું […]
સાવરકુંડલામાં સર્વ જ્ઞાતિ ૩૧ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન
બાબા રામદેવ યુવક મંડળ દ્વારા સાવરકુંડલામાં ૩૧ નવયુગલોના દ્વિતીય સર્વ જ્ઞાતિ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે . આ લગ્નોત્સવ ૧૩-૩-૨૪ ના રોજ યોજાશે. આ લગ્નોત્સવનો મુખ્ય હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓના લગ્ન કરાવવાનો છે. આ ઉપરાંત, યુવા પેઢીમાં સમાજ સુધારાના સંદેશાને પ્રોત્સાહન આપવાનો પણ આ એક નમ્ર પ્રયાસ છે. આ લગ્નોત્સવમાં ભાગ લેનારા ૩૧ […]
શ્રીમતી વી.ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં મહિલા દિવસ ઉજવાયો
શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી.ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમા તારીખ ૯-૩-૨૪ના રોજ મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે વિદ્યાર્થીની બહેનો દ્વારા મહિલાઓના યોગદાન વિશેની વાત કરી જેમા ચૌહાણ જાનવી,રાજપુરા હિરલ,વાડોદરા અર્ચના,ઝાખરા અકસા,ચુડાસમા આરતી અને જાની હીનાએ ભાગ લીધેલ.ડો.રુક્સનાબેન કુરેશીએ શિક્ષણ ક્ષેત્રે સ્ત્રીઓએ કરેલ પ્રગતિ વિશે વક્તવ્ય આપ્યુ,કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ચાવડાએ સ્ત્રીઓ અને વિકાસ પર વાત […]
સાવરકુંડલા ખાતે એક નવા વિચારનું બિજાંકૂર ફૂટયું.. નવા વિચાર નવી સમજ સાથે વિદ્યા ઉપાસના માટેના પ્રેરક સ્ત્રોત સમાન લાયબ્રેરીનો શુભારંભ થયો.
સાવરકુંડલાને સુવર્ણકુંડલામાં પરિવર્તિત કરવાની નેમ ધરાવતાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા તથા સંતો તેમજ ઉપસ્થિત મહાનુભાવોના વરદહસ્તે શુભારંભ.. ——————————————————————— સાફલ્ય એજ્યુકેર ઇન્સ્ટિટયૂટ એન્ડ લાઇબ્રેરીનો સાવરકુંડલા ખાતે શુભારંભ થયો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, કબીર ટેકરીના મહંત શ્રી નારણદાસબાપુ , પૂજ્ય ભક્તિરામબાપુ, પૂજ્ય નાગજીબાપુ નાની ધારી, પ્રોફેસર શૈલેષભાઈ રવીયા, પીએસઆઇ જયપ્રકાશ કટાયા વગેરે મહાનુભાવોના […]
રાત્રીના ત્રણ કલાકે જાબાળ ગામમાં પાંચ સિંહો ઘૂસતા અફરા તફરી ફેલાઈ
સિંહણ તેના ચાર બચ્ચાં સાથે ગામમાં ઘુસી જતા ગામના પાલતુ પશુઓ સીમ ખેતરો તરફ દોટ મૂકી ભાગ્યા જંગલોના રાજા સિંહ પરિવાર સાથે રેવન્યુ વિસ્તારમાં આવી પહોંચવાના અનેક કિસ્સાઓ જોવા મળે છે એવા સમયમાં ખોરાક અને પાણીની શોધમાં સિંહો હવે જંગલ વિસ્તાર છોડી રેવન્યુ વિસ્તારમાં વિહરતા જોવા મળી રહ્યા છે. સાવરકુંડલાના જાબાળ ગામમાં પાંચ સિંહો ગત […]
ઉનાના આમોદ્રાનું ગૌરવ…યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવતા રાજ્યપાલના હસ્તે દીકરીને ગોલ્ડ મેડલ અર્પણ કરી સન્માનિત કરાઇ
ઉના તાલુકાના આમોદ્રાની વિદ્યાર્થિની એમ કોમ ફાઈનલ સેમેસ્ટરમાં સારા ટકાવારી મેળવી યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવતા આ વિદ્યાર્થિનીને પદવીદાન સમારોહમાં રાજ્યપાલ તથા શિક્ષણ મંત્રી દ્વારા ગોલ્ડ મેડલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.. આમોદ્રાની વિદ્યાર્થીની જિજ્ઞાસાબેન દીપકભાઈ અપાણી એ M.COM.ફાઇનલ સેમ.(એકાઉન્ટ) ગ્રુપ માં ફર્સ્ટક્લાસ વિથ ડિસટીનક્સન માર્ક્સ 85.5% 1701ગુણ મેળવી યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવતા તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી […]
બેંક ઓફ બરોડા મોરભગવા શાખા દ્વારા ભગવા પ્રાથમિક શાળામાં વોટર કૂલરની ભેટ
દેશ વિદેશની સાર્વજનિક ક્ષેત્રની અગ્રણી બેંકો પૈકીની એક એવી ઓલપાડ તાલુકાનાં મોર ગામ સ્થિત બેંક ઓફ બરોડા દ્વારા સેવાકીય ભાવનાથી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ભગવા પ્રાથમિક શાળાને વોલ્ટાસ કંપનીનું વોટર કૂલર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. બ્રાન્ચ મેનેજર સૌમેન્દ્ર દાસ તથા બેંક સ્ટાફગણે શાળામાં ઉપસ્થિત રહીને બાળકોને […]
શ્રી વિરદાદા જસરાજ સેના ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા મહારકતદાન કેમ્પ યોજાયો
સાવરકુંડલા શહેરમાં માનવસેવાની પ્રવૃત્તિઓ કરતાં શ્રી વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટ દ્વારા તારીખ ૧૦-૩-૨૪ ના ગાંધી ધર્મશાળા ખાતે સવારે ૯ થી બપોરે ૨ વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાવરકુંડલા માનવમંદિરના પૂ ભક્તિરામબાપુ સાથે ચંદ્રેશભાઇ રવાણી, પ્રિતેશભાઈ કાણકીયા, કેતનભાઇ હિંગુ, અશ્વિનભાઈ સાગર, કમલેશભાઈ મગિયા, પીસી વણઝારા, રાજુભાઈ શિંગાળા, કાનાભાઈ મશરૂ, કનુભાઈ ડોડીયા, […]
ઉનાના મેણ ગામે સિંહ પરિવારના ધામા…રહેણાંક મકાન પાસે આટાફેરા કર્યાં બાદ સીમ વાડીમાં જતાં રહ્યાં હતાં…સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
ગીરના વન્ય પ્રાણીઓ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં શિકાર માટે આવું સામાન્ય બની ગયું હોય તેમ રોજ બે રોજ તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણી સિંહ ગામમાં ઘુસી જઈ રેઢિયાળ પશુ પર હુમલો કરી મારણ કરતા હોય છે. અને વહેલી સવારે સીમ વિસ્તારમાં જતા રહે છે. ત્યારે થોડા દિવસ પહેલા તાલુકાના મેણ ગામમાં મોડી રાત્રીનાં સમયે […]