કરુણા અભિયાન 2025 અંતર્ગત છોટઉદેપુર જિલ્લામાં તારીખ 10 થી 20 જાન્યુઆરી સુધી પક્ષી બચાવો અભિયાન હાથ ધરવામાં આવશે. જેને લઈને આજે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા છોટાઉદેપુર નગરમાં જનજાગૃતિ માટે રેલી યોજવામાં આવી હતી. આ રેલી નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં છોટાઉદેપુર વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Author: JKJGS
સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ વિભાગનું ગૌરવ
ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત ચેસ સ્પર્ધા અંડર ૧૭માં સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ વિભાગ ધોરણ નવનો તેજસ્વી વિદ્યાર્થી ઉપાધ્યાય દેવાંગ વિભાકરભાઇએ સતત ત્રીજી વખત આ ચેસ સ્પર્ધામાં ચેમ્પિયન બન્યો છે. તેમની આ સફળતા બદલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વડા પુ. ભગવત પ્રસાદસ્વામીજી , સંસ્થાના પ્રમુખશ્રી શાસ્ત્રી હરિપ્રસાદદાસ સ્વામીજી, કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામીજી શુકદેવસ્વામીજી તમામ સંત મંડળ તેમજ તથા આચાર્ય […]
શ્રી મોટા ઝીંઝુડા પ્રાથમિક શાળાનાં શિક્ષકનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન
લાયન્સ ક્લબ મેઇન્સ અમરેલી દ્વારા લીયોનીયા રિસોર્ટ ખાતે આયોજિત જિલ્લા કક્ષા “શ્રેષ્ઠ શિક્ષક સન્માન” કાર્યક્રમ રાખવામાં આવેલો. તેમાં શ્રી મોટા ઝીંઝુડા પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક વિભાકરભાઇ લલિતભાઈ ઉપાધ્યાયને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા. તેમણે શૈક્ષણિક ,બાળગમ્ય સામાજિક,ઇનોવેટિવ ટીચર તથા ખેલ મહાકુંભ અને બીજી અનેક સ્પર્ધાઓમાં બાળકોને તાલુકા, જિલ્લા, રાજ્ય કક્ષા સુધી લઈ ગયા છે, […]
સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામ પોષણ ઉત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા
તારીખ ૯-૧-૨૫ ના રોજ પોષણ ઉત્સવ અંતર્ગત સાવરકુંડલા ઘટક -૨ સેજો. વિજપડી-૨ સ્થળ પ્રાથમિક શાળા ખડસલી મુકામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં અંદાજીત ૨૬૭ થી વધુ લાભાર્થીઓ અને વાલીઓની હાજરી લાભાર્થી બહેનો દ્વારા બાલશક્તિ,માતૃશક્તિ,પુર્ણાશક્તિ તથા મીલેટસ અને સરગવામાંથી અલગ અલગ પ્રકારની ૬૨ જેટલી પૌષ્ટિક વાનગીઓ રજુ કરવામાં આવી. ૩થી૬ વર્ષના બાળકો દ્રાર રજુ કરેલ […]
અમરેલી એલસીબી પોલીસની પ્રશંસનીય કામગીરી
શક્ય એટલી વ્હેલી તકે ગુન્હાના ભેદ ઉકેલવાની કૂનેહ દાદ માગી લે તેવી છે. સાવરકુંડલા ટાઉનમાંથી થયેલ અપહરણ ગુન્હા સંદર્ભે આ ગુન્હામાં સામેલ તમામ આરોપીઓને ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી અમરેલી એલસીબી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી. આમ અમરેલી એલસીબીની ટીમ ખરેખર ધન્યવાદને પાત્ર છે. પોલીસ તંત્રની સતર્કતા અને ગુન્હાના ભેદને ઉકેલવાની કૂનેહ ખરેખર પ્રશંસનીય છે. ચૈનસે રહો.. […]
યાત્રાધામ બેટ-દ્વારકામાં હજારો પોલીસ કાફલા સાથે પ્રશાસન દ્વારા ઓપરેશન ડેમોલેશનનો શુભારંભ
દેવભૂમિ દ્વારકાનાં ઓખા નગરપાલિકા વિસ્તારનાં યાત્રાધામ બેટ-દ્વારકા ખાતે બાલાપર નામનાં વિસ્તારમાં આ જ સવારથી મોટાપાયે ગેરકાયદેસર દબાણ હટાવની કામગીરી દેવભૂમિ દ્વારકા નાં જિલ્લા પોલીસ વડાનાં માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી બેટ-દ્વારકામાં ગૌચર, સરકારી પડતર અને જંગલ ખાતાની જમીનો ઉપર ભૂમિમાફિયા ઓ એ ગેરકાયદેસર રીતે કબજો જમાવેલ હતો ત્યારે અગાઉ પણ ડેમોલેશન […]
BGTમાં જીત છતાં ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન બદલ્યો, કમિન્સના સ્થાને હવે દિગ્ગજને સોંપાયું સુકાન
શ્રીલંકા વિરુદ્ધ થનારી ટેસ્ટ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની ૧૬ સભ્યની ટીમની જાહેરાત કરી દેવાઈ છે. ૨૯ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી શ્રીલંકા વિરુદ્ધ બે ટેસ્ટ મેચ માટે સ્ટીવ સ્મિથને વચગાળાનો કેપ્ટન નિમણૂક કરવામાં આવ્યો છે. સ્મિથ પેટ કમિન્સની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરશે જે પેટરનિટી લીવ પર છે અને એડીમાં સામાન્ય સમસ્યાથી પીડાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પૂર્વ અંડર-૧૯ […]
ઓસ્ટ્રેલિયન દિગ્ગજના મતે સ્ટાર બેટર ટીમ ઇન્ડિયાનો કૅપ્ટન બનવા યોગ્ય
ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર ૧-૩થી ટેસ્ટ સીરિઝ હાર્યા બાદ ચિંતાઓ એ બાબતની છે કે ભારતનો આગામી ટેસ્ટ કૅપ્ટન કોણ હશે. ખરાબ ફોર્મના કારણે રોહિત શર્માએ સિડનીની અંતિમ ટેસ્ટથી બહાર થવાનો મોટો ર્નિણય લીધો હતો. જસપ્રીત બુમરાહે તે ટેસ્ટમાં ટીમની કમાન સંભાળી હતી પરંતુ વર્કલોડના કારણે તે એક વખત ફરી ઈજાગ્રસ્ત થયો અને અંતિમ ઇનિંગમાં બોલિંગ માટે […]
આશિકી થ્રી અંગે અનિશ્ચિતતા તૃપ્તિ ડિમરીએ ફિલ્મ છોડી
કાર્તિક આર્યનની ‘આશિકી થ્રી’ અંગે અનિશ્ચિતતાનાં વાદળો સર્જાયાં છે. તૃપ્તિ ડિમરીએ પણ આ અનિશ્ચિતતાના કારણે ફિલ્મ છોડી દીધી છે. જ્યારે કાર્તિક આર્યન પણ અન્ય ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગયો છે. આ ફિલ્મની ફ્રેન્ચાઈઝી બાબતે કાનૂની વિવાદ શરુ થયો હતો. કાર્તિક આર્યને પોતે ‘આશિકી થ્રી’માં કામ કરી રહ્યો હોવાની એકપક્ષી જાહેરાત કરી દીધી હતી. આ ફિલ્મમાં ટી […]
ફિલ્મ મેકર પ્રીતિશ નંદીનું ૭૩ વર્ષની વયે નિધન
જાણીતા ફિલ્મ નિર્માતા, કવિ અને લેખક પ્રીતિશ નંદીનું નિધન થયું છે. તેમણે ૭૩ વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. ફિલ્મ મેકરના નિધનની માહિતી તેમના પુત્ર કુશન નંદીએ આપી છે. ફિલ્મી હસ્તીઓ અને તેમના ફેન્સ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. અનુપમ ખેરે ‘ઠ’ લખ્યું છે કે, ‘મારા સૌથી પ્રિય અને નજીકના મિત્રોમાંના એક પ્રિતેશ નંદીના નિધન […]










