ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ ભાજપથી પ્રેરિત, તમિલનાડુના અન્ના મલાઈની કરી કોપી ગુજરાતમાં અમરેલીની દીકરી પાયલ ગોટીને પોલીસે પટ્ટાથી માર માર્યો. આ ઘટનામાં ગુજરાતની દીકરીને ન્યાય ન અપાવી શક્યાની વાત કરતા કરતા ગોપાલ ઈટાલિયાને અત્યંત લાગી આવ્યુ અને જાહેર મંચ પરથી અચાનક પોતાનો બેલ્ટ કાઢી ખુદને પટ્ટા મારવા લાગે છે. ગુજરાતની ભાજપ સરકાર સામે વિરોધની આ […]
Author: JKJGS
કિમ જાેંગ ઉનની ખુફિયા ટ્રેન કોઈ હરતા-ફરતા મહેલથી ઓછી નથી
કિમ જાેંગ ઉન બહુ ઓછા દેશોની મુલાકાત લે છે અને જ્યારે પણ અન્ય દેશોની મુલાકાત લે છે, ત્યારે પ્લેનથી નહીં, પરંતુ ટ્રેનથી મુસાફરી કરે છે. તેમની આ ટ્રેન પણ રહસ્યોથી ભરેલી છે. આ ટ્રેન સુરક્ષાથી લઈને લક્ઝરી સુધી દરેક પ્રકારે ખાસ છે. તેના દરેક કોચ બુલેટપ્રૂફ છે, તેની સ્પીડ માત્ર ૫૯ દ્ભદ્બॅર છે, ત્યારે આ […]
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ ર્નિણય તેમની સરકાર અને વ્યક્તિગત રીતે ટીકા વચ્ચે લીધો હતો. ટ્રૂડોએ રાષ્ટ્રને પોતાના સંબોધનમાં રાજીનામાની જાહેરાત કરી હતી. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પોતાના કર્મનું પરિણામ ભોગવવું પડ્યું. તેમણે સોમવારે કેનેડાના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. લિબરલ પાર્ટીમાં આંતરિક અસંતોષ અને […]
બાંગ્લાદેશ બાદ હવે ભારતના પડોશમાં વધુ એક સ્વતંત્ર દેશ બનવા જઈ રહ્યો છે?
ભારતના પડોશનો એક છેડો બળવાની આગથી સળગી રહ્યો છે. સ્થિતિ એવી છે કે અહીં એક નવું રાષ્ટ્ર ઉભરી શકે છે. વિદ્રોહી દળો મ્યાનમાર સરકાર પાસેથી એક પછી એક ભૌગોલિક વિસ્તાર છીનવી રહ્યાં છે. અહીં વિદ્રોહીઓની સ્થિતિ એવી છે કે ભારત અને ચીનને તેમના કરોડો ડોલરના રોકાણની સુરક્ષા માટે દરમિયાનગીરી કરવી પડી છે. યુનાઇટેડ લીગ ઓફ […]
ભારત સહિત ૫ દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા, તિબેટમાં તબાહી મચી ગઈ
મંગળવારે સવારે ભારત સહિત ૫ દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સૌથી વધુ વિનાશ તિબેટમાં થયો હતો. અહીં સત્તાવાર રીતે ૫૦ થી વધુ, જ્યારે બીનસત્તાવાર રીતે ૮૦ લોકો મોત થયા છે. ભૂકંપને કારણે થયેલા પારાવાર નુકસાન બાદ તંત્રે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે. જે જગ્યાએ ભૂકંપનું એપી સેન્ટર છે તે તિબેટનું સૌથી પવિત્ર શહેર […]
તળાજાના ઠળિયાથી સુરત જવા નીકળેલી ટ્રાવેલ્સ ત્રાપજ પાસે અચાનક અગનગોળો બની, મુસાફરોનો આબાદ બચાવ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળિયા ગામેથી દરરોજ સુરત જવા રવાના થતી ખાનગી ટ્રાવેલ્સ ની બસ તળાજાના ત્રાપજ ગામ નજીક અકસ્માતે સળગી ઊઠતા બસ બળીને ખાસ થઈ ગઈ હતી. જોકે બસમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર તળાજા ના ઠળિયા ગામેથી દરરોજ એક ખાનગી ટ્રાવેલ્સ ની બસ ઠળિયા ગામ […]
રાવળીયાવદરના ગ્રામજનોનું રેતી ચોરી બંધ કરવા મામલતદારને આવેદન
ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામજનો દ્વારા મામલતદારને રેતીના વોશ પ્લાન્ટ બંધ કરવા આવેદન આપ્યું હતું. અત્યાર સુધીમાં શું સ્થાનિક તંત્ર ઘોર નિદ્રામાં? સ્થાનિક તંત્ર દ્વારા ગેરકાયદે રેતી વોશ પ્લાન્ટ બંધ કરવાની કામગીરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે ખરી ? ખનીજ માફીયાઓ ખનીજ ચોરીને લઈને બન્યા માલામાલ ? સહિતના સવાલો ખડા થયા છે. ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગ્રામજનો મામલતદાર […]
છારદ નજીક સ્ટેટ હાઇવે ઉપર કચરાનું સામ્રાજ્ય
લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર આવેલા લખતર તાલુકાના છારદ નજીક સ્ટેટ હાઈવેની સાઈડમાં ગંદકીનું સામ્રાજ્ય છે. જ્યાં મોટાપાયે કચરાના ઢગ પડેલા છે. જેના લીધે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. સરકાર દ્વારા સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે. સ્વચ્છતાના નામે મોટા મોટા અભિયાનો ચલાવવામાં આવે છે. તો સ્વચ્છતા પાછળ સ્પેશિયલ ગ્રાન્ટ પણ […]
બસના પાર્કિંગ પાસે કચરામાં આગ, દોડધામ
જામનગરમાં દિગ્જામ સર્કલ પાસે બસના પાર્કિંગ નજીક કચરામાં આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. ફાયરના જવાનોએ દોડી જઇ આગ બુઝાવી હતી. જામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પાસે રોડની એક બાજુ બસના પાર્કિંગ કરવામાં આવે છે. આ બસના પાર્કિંગ નજીક સોમવારે રાત્રીના 2 વાગ્યાની આસપાસ હોર્ડીગસ નીચે કચરાના ઢગલા માં આગ લાગતાં દોડધામ મચી […]
ઠાકોરજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો
રાજકોટ નજીકના ઈશ્વરિયા ખાતે ઉકાણી પરિવાર દ્વારા ત્રિદિવસીય મનોરથનું આયોજન કરાયું છે. જેનો પ્રારંભ મંગળવારે થયો હતો. મનોરથ દરમિયાન ભક્તો નાથદ્વારાના સમયે શ્રીનાથજીના આઠે-આઠ સમાની ઝાંખી કરી શકશે. તેમજ મંગળવારે ઠાકોરજી સમક્ષ 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી ભક્તો દર્શન માટે પધાર્યા હતા. તસવીર: પ્રકાશ રાવરાણી










