રાજકોટ નજીકના ઈશ્વરિયા ખાતે ઉકાણી પરિવાર દ્વારા ત્રિદિવસીય મનોરથનું આયોજન કરાયું છે. જેનો પ્રારંભ મંગળવારે થયો હતો. મનોરથ દરમિયાન ભક્તો નાથદ્વારાના સમયે શ્રીનાથજીના આઠે-આઠ સમાની ઝાંખી કરી શકશે. તેમજ મંગળવારે ઠાકોરજી સમક્ષ 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી ભક્તો દર્શન માટે પધાર્યા હતા. તસવીર: પ્રકાશ રાવરાણી
Author: JKJGS
16 વર્ષે લોખંડની ચોરી કરી ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો, 56 વર્ષે પણ NDPSના કેસમાં વોન્ટેડ; જૈનુલ અંસારી સામે 62 ગુના નોંધાયા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. પોલીસે પકડેલા આરોપીએ 64થી વધુ ગુનાને અંજામ આપ્યો છે. લોખડની ચોરીથી લઇને ડ્રગ્સની હેરાફેરી કરનાર આરોપીને પકડ્યા બાદ પણ પોલીસને હજી શંકા છે કે, તે અન્ય ગુનામાં પણ સંડોવાયેલો હોઇ શકે છે. આ આરોપીની ધરપકડ બાદ હજી પણ કેટલાક કેસમાં તે સંડોવાયેલો છે તે જાણવા માટેના પ્રયાસ […]
ખેલ મહાકુંભ ૩.૦:રાજકોટમાં ઝોન-૧ તથા ઝોન-૨ની સ્પર્ધામાં ૨૮૧ રમતવીરો વિજેતા
ઝોન-૧માં ૧૪૪ જ્યારે ઝોન-૨માં ૧૩૭ સ્પર્ધકો એકથી ત્રણ ક્રમે વિજેતા બન્યા ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજકોટ એથ્લેટિક્સ ગ્રાઉન્ડમાં ગત રોજ યોજાયેલી ઝોન-૧ તથા ઝોન-૨ની વિવિધ સ્પર્ધાઓમાં કુલ મળીને ૨૮૧ રમતવીરો વિજેતા બન્યા છે. જેમાં ઝોન-૧માં ૧૪૪ રમતવીરો જ્યારે ઝોન-૨માં ૧૩૭ ખેલાડીઓએ એકથી ત્રણ ક્રમમાં આવ્યા છે. ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકામાં કુલ ૯૪,૫૩૩ ખેલાડીઓ […]
“સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી એથ્લેટીક્સની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ”
KISS UNIVERSITY, ભૂવનેશ્વર (ઓરીસ્સા)ના યજમાન પદે યોજાયેલ ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી એથ્લેટીક્સની સ્પર્ધા યોજાઈ હતી. ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી એથ્લેટીક્સની સ્પર્ધામાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના રૂચિત મોરીએ ૪૦૦ મીટર હર્ડલ્સની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. વંદના મોરીએ સ્ટીપલચેઝની સ્પર્ધામાં સિલ્વર મેડલ મેડલ મેળવ્યો હતો અને […]
સાવરકુંડલાના કરજાળા ગામના દેશી ગોળના પ્રગતિશીલ ઉત્પાદક જયંતીભાઈ ચાંદગઢીયાનો એક નવીનતમ પ્રયોગ
હવે જયંતીભાઈ લાવી રહ્યા છે તેની આરોગ્યવર્ધક ડ્રાય ફ્રુટ મિશ્રિત દેશી ગોળ.. ખોડિયાર મંદિર નેસડીના લવજીબાપુએ પણ આવી દેશી પધ્ધતિથી બનતી ડ્રાય ફ્રુટ ગોળ જેવી ખાદ્ય પદાર્થો આરોગીને શારિરીક રીતે સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ પાઠવી હતી આ અગાઉ પણ સાવરકુંડલા તાલુકાના કરજાળા ગામના પ્રગતિશીલ ખેડૂત જયંતીભાઈ ચાંદગઢીયાની તેમની દેશી ગોળ ઉત્પાદનની વાત કરી ચૂક્યા છીએ […]
સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે આવેલ શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભ ૨૦૨૫ની તાલુકા કક્ષામાં ઝળક્યાં
ખેલ મહાકુંભ ૨૦૨૫માં શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની જવલંત સિદ્ધિ. સમગ્ર ગુજરાતમાં જ્યારે આજે ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે આંબરડી હાઇસ્કુલમાંથી ધોરણ નવમાં અભ્યાસ કરતા જૈવિન જયસુખભાઈ કે જેમણે ૪૦૦ મીટર દોડની અંદર સમગ્ર તાલુકાની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. જ્યારે ધોરણ ૧૨માં અભ્યાસ કરતા મકવાણા રોનીકભાઈ (અંડર – 17) માં […]
સાવરકુંડલા શહેરમાં આવેલ તાલુકા શાળાના વિદ્યાર્થીઓ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં અવ્વલ નંબરે
તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં તાલુકા શાળાના વિદ્યાર્થીઓ અવ્વલ નંબરે. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અંતર્ગત તારીખ ૬-૧-૨૫ ના રોજ સાવરકુંડલા કે.કે.હાઈસ્કૂલ ખાતે એથલેટિક્સની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી.કાર્યક્રમની શરૂઆત સાવરકુંડલાના જાંબાઝ એએસપી વલય વૈદ્ય (આઈપીએસ) દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. જેમાં દર વર્ષની […]
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી .ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ સાવરકુંડલાના રાષ્ટ્રીય સેવા યોજનાના યુનિટ દ્વારા યોજાયેલ ખાસ શિબિરનું ઉદ્ઘાટન
તારીખ ૫-૧-૨૫ થી તારીખ ૧૧-૧-૨૫ સુધી યોજાયેલ એન.એસ.એસના ખાસ શિબિરનું ઉદઘાટન તારીખ ૬-૧-૨૫ના રોજ , સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુર, ગ્રામ પંચાયત બાબાપુરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ. કાર્યક્રમના પ્રમુખ સ્થાને ગ્રામ પંચાયત બાબાપુરના સરપંચ શ્રી હર્ષાબેન ચાવડા તથા અતિથિ વિશેષ રમેશભાઈ ગોંડલીયા હતા. મહિલા કોલેજના પ્રિન્સિપાલ ચાવડા સાહેબે સર્વ મહેમાનોનું સ્વાગત કર્યું. પ્રોગ્રામ ઓફિસર પ્રા. ડો.હરિતાબેન જોષીએ […]
ચાર દિવસના બ્રેક બાદ ફરી ઠંડીનો પ્રકોપ શરૂ થતાં ઠંડીથી બચવા પ્રાણીઓ પણ તાપણાંના સહારે
સા.કુંડલાના આંબરડી ગામે મોડીરાત્રે શ્વાન પરિવાર અને ગાયો લોકોએ કરેલ તાપણાં નજીક બેસી ઠંડી ઉડાડતા જોવા મળ્યા અમરેલી જિલ્લા સહિત રાજ્યભરમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થતાં જનજીવન ઉપર સીધી અસર વર્તાઈ રહી છે, ચાર દિવસ સુધી ઠંડીમાં ઘટાડો નોંધાતા લોકોમાં ભારે રાહત હતી પરંતુ ચાર દિવસના બ્રેક બાદ ફરી ઠંડી શરૂ થતાં માનવ જીવ […]
સાવરકુંડલા બ્રહ્મસમાજનું ગૌરવ મહેતા અસ્મિતા અશોકભાઈ
તા. ૫ જાન્યુઆરી ૨૦૨૫ રવિવારના રોજ સાવરકુંડલા તાલુકામાં કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન એમ.એલ. શેઠ વ્યાયામ મંદિર ખાતે થયું હતું. જેમાં ૨૫૦ કરતા પણ વધારે વિધાર્થી ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હતો. તે સ્પર્ધામાંથી વક્તૃત્વ સ્પર્ધા (૧૫ થી ૨૦ વર્ષ)માં મહેતા અસ્મિતા અશોકભાઈએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. તે બદલ તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવે છે. તાલુકા […]










