માંગરોળ તાલુકાના લોએજ ગામમાં તા. 11/12/2024 ને બુધવાર ના રોજ કારાભાઈ રામસીભાઈ નંદાણિયા,ઉ.વ.૮૦નું દુઃખદ અવસાન થયેલ જેઓ રામભાઈ કારાભાઈ નંદાણિયા તેમજ લખનભાઈ કારાભાઈ નંદાણિયાના પિતાશ્રી થાય છે. આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સ્વ.કારાભાઈના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આથી શિવમ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રીને જાણ કરતા, શીલ પી.એચ.સી.સેન્ટરના ગોવિંદભાઈ વાળાએ મૃતકના બન્ને ચક્ષુ […]
Author: JKJGS
પશ્ચિમી સંસ્કૃતિને જાકારો : ઓલપાડનાં અંભેટા ગામનાં બીએપીએસ પરિવાર દ્વારા દીકરીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવામાં આવ્યો
સાત દીપજ્યોત પ્રગટાવીને સાત સંસ્કારૂપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી ઓલપાડ તાલુકાનાં અંભેટા ગામે બી.એ.પી.એસ.નાં અનુયાયી પરિવારની દીકરી સ્તુતિનાં પ્રથમ જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવાનો નોંધનીય પ્રસંગ પ્રકાશમાં આવેલ છે. મળતી માહિતી મુજબ દીકરીનાં માવતર એવાં વિજયભાઈ પટેલ અને અંકિતાબેન પટેલે પોતાની વ્હાલસોયીનાં જન્મદિવસે પશ્વિમી સંસ્કૃતિનું અનુકરણ ન કરતાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દીપ પ્રાગટ્ય કરી બિનપરંપરાગત ઉજવણી […]
કામ કરશું તો બે પૈસા મળશે” ઠબકો આપતાં માતાએ જીવન બાજી બગાડી નાખી
જામકંડોરણા તાલુકાના સનાળા ગામે વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારે ઝેરી દવા પી લેતા બે સંતાન ને એક માતાનું મૃત્યુ. વર્તમાન સમયમાં માણસ સહનશક્તિ રહી નથી. તેવી ઘટના જામકંડોરણા ના સનાળા ગામે સામે આવી છે. શું ઘટના હશે? કેટલો ક્રોધ મગજ પર હાવી થયો હશે? કે બે માસુમ ફુલ જેવા બાળકને તેની સગી જનેતાએ દવા પીવડાવીને […]
જૂનાગઢમાં ધો.૧ થી ધો.૧૨ના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેનો સાધન સહાય કેમ્પ યોજાયો
શાળામાં અભ્યાસ કરતા ધો.૧ થી ધો.૧૨ ના દિવ્યાંગ બાળકોને શાળાએ આવવા જવામાં મદદરૂપ થાય તેમજ શિક્ષણ કાર્યમાં ઉપયોગી થાય તેવા સાધનોનું સમગ્ર શિક્ષા ગાંધીનગર તેમજ એલીમકો કંપનીના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન બી.આર.સી. ભવન જૂનાગઢ ગ્રામ્ય ખાતે કરવામાં આવ્યું. આ કેમ્પમાં જૂનાગઢ ગ્રામ્ય, જૂનાગઢ શહેર, વંથલી તેમજ માણાવદર તાલુકાના ૧૬૨ જેટલા દિવ્યાંગ બાળકો માટે સાધન સહાયનું વિતરણ કરવામાં […]
સાવરકુંડલાના જુનાસાવર પંથકમાં ૩ કરોડના ખર્ચે વિકાસ કાર્યોની વણઝાર
૧.૪૪ કરોડના ખર્ચે નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાત ૧.૫૦ કરોડના ખર્ચે જૂનાસાવરથી જીરા રેલ્વે સ્ટેશન રોડનું નવીનીકરણ ચૂંટણી ટાઇમે આપેલ વચનોની ચૂંટાઈ ગયા બાદ વિકાસની હારમાળા સર્જતા મહેશ કસવાળા રાજકારણમાં અભી બોલા અભી ફોક જેવા રાજનેતાઓ હોય છે પણ સાવરકુંડલા લીલીયા માટે આશીર્વાદ રૂપ કાર્યના પ્રેરણા સમાન ધારાસભ્ય મળ્યા હોય તો તે છે મહેશભાઈ કસવાળા, […]
સાવરકુંડલા બાર એસોસીએશનના પ્રમુખ પદે ઝુબેર ચૌહાણની બિનહરીફ વરણી
સાવરકુંડલા ખાતે નાની ઉમરમાં કાયદાકીય ક્ષેત્રે સનદ મેળવીને છેલ્લા આઠ વર્ષથી પ્રેક્ટિસ કરતા યુવા એડવોકેટ ઝુબેર ચૌહાણની સાવરકુંડલા બાર એસોશિયેશન (વકીલ મંડળ)ના બિનહરીફ વરણી કરવામાં આવેલ હતી. સાવરકુંડલા મુસ્લિમ સિપાહી જમાતના ઉપપ્રમુખ પદે સેવા આપતા ઝુબેર ચૌહાણ ઘણા વર્ષો પછી મુસ્લિમ વકીલ મંડળના પ્રમુખ પદે આવ્યા છે અગાઉ દિનમહંમદભાઈ દલ સાવરકુંડલા બાર એસોસીએશનના પ્રમુખ પદે […]
અમરેલી જિલ્લામાં હવે મોટાભાગના ધરતીપુત્રો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
અમરેલી જિલ્લામાં મોટાભાગના ધરતીપુત્રો હવે પ્રાકૃતિક ખેતી કરતાં થયા છે અને પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી કરે છે જેથી નફાકારક ખેતી થાય છે ખર્ચમાં ઘટાડો થાય છે અને ઉત્પાદનમાં વધારો થાય છે તો જેની સાથે જ પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી હોવાથી ઉત્પાદિત થયેલ જણસના ભાવ જાહેર માર્કેટ કરતાં વધુ સારા મળી રહે છે અમરેલી જિલ્લાના લીલીયા […]
સાવરકુંડલા ખાતે આવેલ શ્રીમતી વીડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ગીતાજયંતિની ઉજવણી કરવામાં આવી
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી ડી ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામાં આજરોજ માગશર સુદ અગિયારશને બુધવારે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આચાર્યશ્રી ચાવડા સાહેબે શુભકામના પાઠવી હતી તથા ગીતાનું મહત્વ સમજાવ્યું હતું ટી.વાય.બી.એ.ની બહેનોએ શ્લોક ગાન કર્યુ હતુ તથા સુંદર વક્તવ્ય પણ આપેલ તેમજ શ્રીકૃષ્ણ તથા ગીતા પર પોસ્ટર પ્રદર્શન પણ […]
ઉના વાંઝા દરજી સમાજ દ્વારા આયોજિત ઉના ખાતે ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન
ખેલે દરજી જીતે દરજી આગામી તારીખ 29 12 2024 ને રવિવારના રોજ સુગર ફેક્ટરી ગીર ગઢડા રોડ મોદી ગ્રાઉન્ડ ઉના ખાતે વાંઝા દરજી સમાજ દ્વારા સતત 10 વર્ષ પૂર્ણ કરી આ વર્ષે 11મી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આમંત્રિત મહેમાનો તરીકે શ્રી વાંઝા દરજી સમાજ ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ શ્રી […]
વિનોદ કાંબલીને ક્રિકેટથી અલગ થયા બાદ ખરાબ દિવસોનો સામનો કરવો પડ્યો હતો
વિનોદ કાંબલીની આર્થિક તંગી જાેઈને દુઃખી થવું સ્વાભાવિક છે. પરંતુ, તે એકમાત્ર એવો ખેલાડી નથી જેને ક્રિકેટથી અલગ થયા બાદ ખરાબ દિવસોનો સામનો કરવો પડ્યો હતો. જે સિંહાસન પરથી ફર્શ પર પડ્યો. એવા ઘણા ક્રિકેટરો હતા જેમની હાલત વિનોદ કાંબલી કરતા પણ ખરાબ હતી. અને, જેમને રોજીરોટી કમાવવા માટે રોજીરોટી મજૂર તરીકે કામ કરવું પડ્યું […]










