National

પૂર્વ સાંસદ અતુલ રાયને હાઈકોર્ટનો આંચકો, અલ્હાબાદ હાઈકોર્ટે અતુલ રાયની અરજી ફગાવી

અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે પૂર્વ સાંસદ અતુલ રાયની અરજીને ફગાવી દીધી છે, જેમાં તેણે આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસને લખનૌથી ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી. આ કેસમાં બળાત્કાર પીડિતા અને તેના પાર્ટનરએ સુપ્રીમ કોર્ટના ગેટ પર આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના પછી, અતુલ રાય અને ભૂતપૂર્વ ૈંઁજી અધિકારી અમિતાભ ઠાકુર વિરુદ્ધ લખનૌ જિલ્લા કોર્ટમાં ચાર્જશીટ […]

National

CBIએ સુપ્રીમ કોર્ટમાં તપાસ રિપોર્ટ રજૂ કર્યો

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં બળાત્કાર અને હત્યા કેસની સુનાવણીમાં સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં તપાસની સ્થિતિ સ્પષ્ટ કરી સુપ્રીમ કોર્ટમાં કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં બળાત્કાર અને હત્યા કેસની સુનાવણીમાં સીબીઆઈએ તેની તપાસની સ્થિતિ સ્પષ્ટ કરી. સીબીઆઈએ કોર્ટને કહ્યું કે હોસ્પિટલમાં પુરાવાનો નાશ અને ભ્રષ્ટાચારની આશંકા છે. સીબીઆઈ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ […]

Gujarat

બેંક કૌભાંડના આરોપી ધીરજ વાધવનને જીઝ્ર તરફથી રાહત

કરોડો રૂપિયાના બેંક ફ્રોડ કેસમાં આરોપી ડ્ઢૐહ્લન્ના પૂર્વ ડિરેક્ટર ધીરજ વાધવનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે ધીરજને આપવામાં આવેલ મેડિકલ જામીન સામે સીબીઆઈની અરજી ફગાવી દીધી છે. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા. આદેશ આપતી વખતે ન્યાયાધીશ સુધીર કુમાર જૈનની બેન્ચે કહ્યું હતું કે ધીરજ વાધવન બીમાર વ્યક્તિની શ્રેણીમાં આવે છે, […]

Gujarat

108 એમ્બ્યુલન્સના ઓપરેશન હેડ સતીશ પટેલે પાલનપુરની મુલાકાત લઈ કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા

ગુજરાત રાજ્યમાં 108 એમ્બ્યુલન્સની સેવા અવિરત ચાલી રહી છે, અને દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લામાં 30 જેટલી એમ્બ્યુલન્સ દોડી રહી છે. જેના ઓપરેશન હેડ દ્વારા આજે પાલનપુરની મુલાકાત લેવામાં આવી હતી, અને 108 ના કર્મચારીઓ સાથે વાર્તાલાપ કરી તેઓની કામગીરીની વિગતો મેળવી હતી. બનાસકાંઠા જિલ્લામાં 108ની એમ્બ્યુલન્સના ઓપરેશન હેડ સતીશ પટેલ, […]

Gujarat

‘શાળાના બાળકોનો અભ્યાસ બગડશે નહીં, જિલ્લાના ડીપીઓને અભ્યાસલક્ષી સૂચનાઓ આપવામાં આવેલ છે’

અંબાજી ખાતે શિક્ષણમંત્રીનું શાળાના શિક્ષકોની ઘટને લઈને મોટું નિવેદન સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાની સુઈગામ તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષકોને લઈને ગ્રામજણાએ તાળાબંધી કરી હતી. શાળામાં બાળકોને ભણતર પર અસર પડી રહી છે. ત્યારે અંબાજી ખાતે આવેલા શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર સામે મીડિયા દ્વારા શાળાને લઈ સવાલો કરતા જણાવ્યું હતું કે, હાલમાં આ બાબતે મને કોઈપણ […]

Gujarat

અંકલેશ્વરની નવીનગરીમાં મકાનમાં આગ લાગતા દોડધામ, શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

અંકલેશ્વર શહેરમાં નવીનગરી વિસ્તારમાં પશુ દવાખાનાના કમ્પાઉન્ડમાં આવેલ એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર શહેરમાં નવીનગરી વિસ્તારમાં આવેલ પશુ દવાખાનાના કમ્પાઉન્ડમાં એક મકાન આવેલું છે. આ મકાનમાં આજરોજ સવારના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ […]

Gujarat

અંકલેશ્વરમાં બપોરના સમયે અચાનક દુર્ગંધ ફેલાઇ

જીઆઇડીસી અંકલેશ્વર ખ્વાજા ચોકડી નજીક બપોરે અચાનક વાયુ પ્રદૂષણ ફેલાયું હતું. અચાનક કોઈ કંપનીમાંથી ગેસ લીક થયો હોય તેવી ઘટના જોવા મળી હતી. ગ્રીન બેલ્ટ માં પણ આ વાયુ પ્રદુષણ ની અસર જોવા મળી હતી. છાશવારે જળ અને વાયુ પ્રદુષણ ને લઇ લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ ના જતન સામે સવાલો ઉભા થયા હતા. અંકલેશ્વર માં […]

Gujarat

અંકલેશ્વર GIDC પોલીસે ગુમ અથવા ચોરી થયેલા રૂ. 2.2 લાખની કિંમતના 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા

અંકલેશ્વર GIDC પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત કેન્દ્ર સરકારના CEIR પોર્ટલ માધ્યમથી ગુમ થઇ ગયેલા મોબાઇલ-ફોન એક્ટીવ થતા તેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કર્યા છે. પોલીસે રૂ. 2.2 લાખની કિંમતના 10 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. અત્યાર સુધી GIDC પોલીસે રૂ.10.47 લાખની કિંમતના 57 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા.

Gujarat

નેશનલ હાઇવે પર હોટલની પાછળ ચાલતા જુગારધામ પર દરોડા પાડી સાત જુગારીઓની ધરપકડ કરી

અંકલેશ્વર GIDC પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે અંકલેશ્વર નેશનલ હાઇવે નં. 48 પર આવેલી વર્ષા હોટલની પાછળ ઝુપડાઓ પાસે ખુલ્લી જગ્યામાં દરોડા પાડતા 7 જુગારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે તેઓ પાસેથી મોબાઈલ સહિત રૂ. 11, 200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તેમની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી […]

Gujarat

અંકલેશ્વરમાં બ્લાસ્ટની ઘટના સમયે પોલીસની ફરજમાં રૂકાવટ અને અન્યના જીવ જોખમમાં મૂકવા બદલ ગુનો નોંધાયો

ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટમાં ચાર કામદારોના મોતની ઘટના બાદ તેઓ સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા. જેમાં તેઓએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી અને અન્યના જીવ જોખમમાં મૂક્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડેડીયાપાડાના આમ […]