Gujarat

નસવાડી પોલીસે લૂંટ-હત્યા કેસના આરોપીઓ પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ ખાતે ચાર દિવસ પહેલા થયેલા લૂંટ અને હત્યા કેસના આરોપીઓ પાસે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ ઘટનામાં એક વૃદ્ધ મહિલાની હત્યા કરી તેમના પગ કાપી ચાંદીના કડા લૂંટી લેવાયા હતા. ગત 29 એપ્રિલના રોજ ગઢ બોરિયાદમાં લૂંટના ઇરાદે એક વૃદ્ધ મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ […]

Gujarat

સોમનાથ કોરિડોર: ડિમોલિશન શરૂ, 250 મિલકતો સ્વૈચ્છિક સુપ્રત

ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત સોમનાથ તીર્થસ્થળ ખાતે કોરિડોર વિકાસ પ્રોજેક્ટને વેગ મળ્યો છે. મંદિર આસપાસના વિસ્તારોમાં તંત્ર દ્વારા ડિમોલિશન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સોમનાથ મંદિર પરિસર નજીક પઠાણવાડા, ભોંયવાડા અને જુના સોમનાથ સહિતના વિસ્તારોમાં જેસીબી વડે મકાનો પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં […]

Gujarat

વેરાવળમાં બજરંગ દળનો ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો

વેરાવળ શહેરમાં બજરંગ દળ દ્વારા નવા સ્વયંસેવકો માટે ‘ત્રિશુલ દીક્ષા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરસ્વતી વિદ્યાલયના હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 200થી વધુ યુવાનોએ દીક્ષા ગ્રહણ કરી હતી. આ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના સહયોગથી યોજાયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને હિન્દુ સંસ્કૃતિ, એકતા અને રાષ્ટ્રપ્રેમ માટે પ્રેરિત કરી સંગઠન સાથે જોડવાનો હતો. કાર્યક્રમમાં યુવાનોને […]

Gujarat

ગીર સોમનાથ પોલીસની ડ્રાઈવ,રૂ.1.05 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝબ્બે

ગીર સોમનાથ જિલ્લામાં દારૂ-જુગારની બદીને ડામી દેવા માટે પોલીસે કડક અભિયાન શરૂ કર્યું છે. જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના મુજબ, પ્રોહિબિશનની પ્રવૃત્તિને સદંતર બંધ કરવા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને ઉના પી.આઈ. જે . કે. મોરીની સૂચનાથી પોલીસ સ્ટાફ […]

Gujarat

સુરતમાં એડિડાસ, નાઈકી, પૂમાના શૂઝનાં કાપડ બનવા માંડ્યાં, ચીનને ટક્કર અપાશે

રોજનું 6.5 કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં હવે શૂ ફેબ્રિકનો ઉમેરો થયો છે. છેલ્લાં બારેક વર્ષમાં શરૂ થયેલી આ સફર હવે તેજ બની છે. હાલમાં રોજ 5થી 15 લાખ મીટર સુધી ઉત્પાદન પહોંચી ગયું છે. આમ, સુરત હવે ચીનને ટક્કર આપવા માટે તૈયાર થઈ રહ્યું છે. અગાઉ સ્પોર્ટ્સ શૂઝના ફેબ્રિક માટે ભારત […]

Gujarat

બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરતો આરોપી ઝડપાયો

રાજકોટ ભાવનગર હાઇવે પર સરધાર ગામ નજીક 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ થયો હોવાનું સામે આવતા ચકચાર મચી છે. પડોશમાં જ રહેતાં 60 વર્ષીય નરાધમ રૂ.10ની નોટ બતાવી દીકરીને બોલાવી બળજબરી પૂર્વક વાડામાં લઈ ગયો હતો. જે બાદ નરાધમ દેવા અજાગીયાએ પોતાના અને બાળકીના કપડા ઉતારી બાળકીના શરીરે અડપલા કરવા લાગ્યો હતો. જોકે બાદમાં […]

Gujarat

બે પરિણીતાને ઘર કંકાસમાં મળ્યો ન્યાય, વૃદ્ધાનું પુન: મિલન

પાલિતાણા અને તળાજા વિસ્તારમાં અભયમ 181 મહિલા હેલ્પલાઇનની સંવેદનશીલ અને સમયસર કામગીરી ફરી એકવાર મદદગાર સાબિત થઈ છે. ઘરેલુ હેરાનગતિનો સામનો કરતી બે પરિણીત મહિલાઓને કાઉન્સેલિંગ દ્વારા રાહત અપાઈ, જ્યારે ઘર છોડીને નીકળી ગયેલી એક વૃદ્ધાનું સુરક્ષિત રીતે પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું. આ ત્રણેય બનાવોમાં 181 ટીમે કાનૂની સમજણ સાથે માનવતાનો સ્પર્શ આપી […]

Gujarat

જામનગરના પટેલ કોલોની એપાર્ટમેન્ટમાં આગ

જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા વ્રજમંગલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઇલેક્ટ્રિક મીટર બોક્સમાં આગ લાગી હતી. આ ઘટના શેરી નંબર 12 માં બની હતી, જેના કારણે એપાર્ટમેન્ટના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ટાંગેલા વીજ મીટરોમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ […]

Gujarat

ઓનલાઈન ફ્રોડમાં જામનગર સાયબર પોલીસ બની દેવદૂત, 120 દિ’માં 61.43 લાખ રિકવર કર્યા

આજના ડિજિટલ યુગમાં જેમ જેમ ટેકનોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, તેમ તેમ સાયબર ક્રાઈમના બનાવોમાં પણ ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. છેતરપિંડી કરનારા ગઠિયાઓ અવનવી તરકીબો અજમાવીને નિર્દોષ લોકોના બેંક ખાતા ખાલી કરી રહ્યા છે. જોકે, આ વધતા જતા ગુનાઓ સામે પોલીસ તંત્ર પણ હવે વધુ સતર્ક બન્યું છે. ત્યારે જામનગરમાં માત્ર ચાર જ […]

Gujarat

જામનગર ધોરણ 12 પરિણામ જાહેર: સામાન્ય પ્રવાહ 92.99%, વિજ્ઞાન 89.90%

જામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં 92.99 ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં 89.90 ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. સામાન્ય પ્રવાહમાં કુલ 8200 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 8000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પૈકી 7415 વિદ્યાર્થીઓ સફળ રહ્યા, જ્યારે 585 વિદ્યાર્થીઓ નાપાસ થયા. ગ્રેડ મુજબ પરિણામ જોઈએ […]