દિવાળીનો તહેવાર નજીક આવી રહેલ છે તેવામાં બુટલેગરો અવનવા કીમિયા અજમાવી વિદેશી દારૂનો મોટો જથ્થો ગુજરાતમા લાવવાની કોશિશ કરી રહેલ છે. તે અન્વયે દાહોદ જિલ્લામાં દરેક ચેક પોસ્ટ તેમજ વિસ્તારોમાં પોલિસ દ્વારા પેટ્રોલીંગ કરી આવા અસામાજિક તત્વોને ડામવા પ્રયાસ કરી રહેલ છે. દાહોદ જિલ્લા એલ.સી.બીની ટીમ પેટ્રોલીંગમા ધાવડીયા રોડ પર આવેલ પ્રાથમિક શાળા પાસે થી […]
Author: JKJGS
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ ખાતેના જીલેશ્વર પાર્ક અને “રેન બસેરા”નું કરાયું લોકાર્પણ
જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રૂ. ૩૪ લાખના ખર્ચે બનેલા જસદણ ખાતેના જીલેશ્વર પાર્ક અને રૂ. ત્રણ લાખના ખર્ચે બનેલા “રેન બસેરા”નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જસદણના જીલેશ્વર પાર્કનું રીનોવેશન કરવામાં આવ્યું હતું. જેમાં નવા નંખાયેલા બાંકડાઓ, હીંચકા, લપસિયા, પાર્કની દિવાલો પર રંગબેરંગી ચિત્રો, વિવિધ વૃક્ષો અને છોડોથી ઘેરાયેલા પાર્ક ખાતે […]
રાજકોટના જ્યુબીલી બાગને સ્વચ્છ રાખતા સફાઈ કર્મીઓ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના “સ્વચ્છતા હિ અભિયાન” હેઠળ દેશના વિસ્તારોને સ્વચ્છ અને સુઘડ રાખવા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. રાજકોટનું વોટસન મ્યુઝિયમ, લેંગ લાઈબ્રેરી, અરવિંદ મણિયાર હોલ, ઘુમલી હોલ, પ્રાદેશિક માહિતી કચેરી, કોર્પોરેશનના રોશની, ફ્લડ અને વોટર વર્કસ, પુરાતત્વ કચેરી, બાગ વિસ્તાર, ઐતિહાસિક મહત્વ ધરાવતું સૌથી જૂનું અને સૌથી મહત્વનું જ્યુબીલી બાગ, બેન્ડ […]
નાગરિકોને સરકારની યોજનાના લાભો આપવાની સૂચના આપતા મંત્રીશ્રી બાવળીયા
જસદણ ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયાએ આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, સરકારની વિવિધ યોજનાઓના લાભો ગ્રામ્ય નાગરિકોને એક જ સ્થળ પર મળી રહે તે માટે વિવિધ વિભાગોના સ્ટોલ તેવા સેતુ […]
રાજકોટના ત્રિમંદિર ખાતે ટીબી મુક્ત ૧૩૫ ગામના સરપંચશ્રીઓને પુરસ્કાર વિતરણ કાર્યક્રમ તથા કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપ યોજાયો
માનવસેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરી ૨૦૨૫માં સમગ્ર જિલ્લાને ટીબી મુકત કરવાનો સંકલ્પ વ્યક્ત કરતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી દૂરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ટીબી મુકત ભારતના સ્વપ્નને સાર્થક કરતી રાજકોટ જિલ્લાની ટીબી મુકત ૧૩૫ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓને ત્રિ-મંદિર ખાતે પુરસ્કાર એનાયત કાર્યક્રમ અને કેપેસીટી બિલ્ડિંગ વર્કશોપ યોજાયો હતો. આ પ્રસંગે […]
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામમાં આવેલ આઈ શ્રી મોમાઈ આશ્રમ તરફથી દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યો
સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામમાં મોમાઈ આશ્રમ આવેલું છે. ત્યાં છેલ્લા ૩૦ વર્ષથી આશ્રમના મહંત શ્રી શંભુ ગીરી બાપુ સામાજિક સેવાઓની વિવિધ પ્રવૃતિઓ કરે છે. જેના એક ભાગ રૂપે ગાધકડા તથા આજુબાજુના ગામોની ૧૭૫ જેટલી દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યો હતો. આ કરિયાવર વિતરણ પ્રસંગે સાવરકુંડલા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડિયા,તાલુકા ભાજપ […]
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે હસ્તકલા કારીગરી અને વેસ્ટમાંથી બેસ્ટ……સર્જકતાનો અદભૂત સમન્વય એટલે ઘનશ્યામભાઈની આવડતની અદભૂત કમાલ..
ઉત્તમ કલાકારીગરીનું અદભૂત ઉદાહરણ. ક્રિયેટીવીટી સર્જનાત્મકતાનો અદભૂત સમન્વય. સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ઘનશ્યામ બુક સ્ટોર ચલાવતા ઘનશ્યામભાઈ પોપટભાઈ ડોડીયા કે જે વિજપડી ખાતે આવેલ મેઈન બજારમાં સ્ટેશનરીની દુકાન ધરાવે છે. પોતાના આ વ્યવસાયને ચલાવતાં ચલાવતાં પોતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓનું સર્જન કરતાં જોવા મળે છે. પોતાની હસ્તકલા કારીગરી દ્વારા ભગવાનની મૂર્તિ બનાવી.. પથ્થરની શીલા ઉપર મીણથી […]
રાજકોટ તાલુકાની શ્રીકૃષ્ણ નગર (કણકોટ )પ્રાથમિક શાળામાં એસએમસી વાલી સંમેલન, સ્વાગત અભિવાદન કાર્યક્રમ યોજાયો
2024 શનિવારના શુભ સવાર માં શ્રી કૃષ્ણનગર (કણકોટ) પ્રાથમિક શાળા તાલુકો રાજકોટ ખાતે ત્રિવેણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં સૌપ્રથમ એસએમસી વાલી સંમેલન યોજવામાં આવ્યું. બીજા ક્રમે રાતૈયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સરોજબેન બાબુલાલ દેવમુરારી ની આ બદલી થતાં તેઓ શ્રી પોતાની ફરજ પર હાજર થતા તેમનું સ્વાગત અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ શાળાઓની બાળાઓ દ્વારા […]
માણાવદરના બે બાળકોએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
માણાવદરમાં રહેતા દેવાણી પ્રથમ જીતુભાઈ અને ત્રિવેદી દિવ્યેશ જેનીશભાઈ ને રસ્તા ઉપર ચાલીને જતા હતા ત્યારે રસ્તામાંથી એક કીમતી મોબાઈલ ફોન મળતા તે મોબાઈલ ફોન માણાવદર પોલીસ સ્ટેશનમાં જમા કરાવી મૂળ માલિકને શોધી મોબાઈલ ફોન પરત કરી પ્રામાણિકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. (તસવીર જીજ્ઞેશ પટેલ માણાવદર)
બોરીવલીના દ્વારકાધીશ ભજન મંડળે કર્યું જરૂરિયાતમંદ પરિવારોને અનાજનું વિતરણ
દિવાળી નજીક આવી રહી છે ત્યારે એ જરૂરિયાતમંદ પરિવારોને દ્વારકાધીશ ભજન મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રવિવારે સવારે સાડાદસ વાગ્યાથી અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૧૩૦ જેટલા જરૂરિયાતમંદ પરિવારે એનો લાભ લીધો હતો. આ બાબતે વધુ માહિતી આપતાં મંડળના સભ્ય હરીશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ઘણાં વર્ષોથી દિવાળી નિમિત્તે અનાજનું […]










