Gujarat

વૈશ્વિક ધરોહર ધોળાવીરા નજીકનું ફોશિલ્સ પાર્ક તદ્દન નધણિયાતો હોવાથી ભારે મોટું નુકસાન

હડપ્પનનગર ધોળાવીરા નજીક જુરાસિક યુગનાં 25 કરોડ વર્ષ પુરાણા વૃક્ષ ફોશિલ્સમાં મસમોટું ગાબડું પાડીને કોઇ માનવજાત માટે અમૂલ્ય એવા અશ્મિ ચોરી ગયું છે અને વનતંત્ર ધસધસાટ ઉંઘમાં છે, બુધવારે સાંજે વનતંત્રનાં અધિકારીઓએ ‘સ્થળ પર તપાસ માટે ટીમ મોકલી છે’ એટલું જ વર્ઝન આપ્યું હતું. ગુજરાત પ્રવાસન નિગમે આજથી ચારેક વર્ષ પહેલાં 2021-22માં પૂર્વ કચ્છ વન […]

Gujarat

લાકડીયા નજીક હાઈવે હોટલ પરથી ચોરાઉ ડીઝલ અને તેલના જથ્થા સાથે સંચાલકને LCBની ટીમે ઝડપી પાડ્યો

પૂર્વ કચ્છમાં હાઇવે હોટેલ ઉપર ઇંધણ તેલ ચોરીની ગેર પ્રવૃત્તિ ડામવા પેટ્રોલીંગમાં રહેલી એલ.સી.બી. પોલીસની ટીમે ભચાઉ તાલુકાના લાકડીયા નજીક હાઈવે હોટેલ પર થતી ટેન્કરમાંથી ડીઝલ અને ખાદ્યતેલની ચોરીને ઝડપી પાડી એક હોટેલ સંચાલક આરોપીની અટકાયત કરી હતી. આરોપીઓ પાસેથી રૂ.1.67 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી સામખિયાળી નેશનલ હાઈવ […]

Gujarat

શહેરના દાતાર રોડમાં ભૂગર્ભ ગટરના કનેકશન માટે રસ્તા ખોદાયા

દાતાર રોડમાં ભૂગર્ભ ગટરના કનેકશન માટે રસ્તા ખોદાયા છે. હાલ દિવાળીનો તહેવાર નજીક આવ્યો છતાં શહેરમાં ખોદકામ શરૂ રખાયું હોય પરિણામે લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે. શહેરમાં જ્યારથી ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરાયું છે ત્યારથી શહેરના રસ્તા અનેક વખત ખોદાયા છે. આવું જ દાતાર રોડ પર બની રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દાતાર રોડ […]

Gujarat

ફૂડ સેફ્ટી ઓન વ્હીલ લખેલું વાહન કચેરીના ગ્રાઉન્ડમાં ધૂળ ખાય છે !!

જૂનાગઢના બહુમાળી ભવનના ત્રીજા માળે આવેલ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ઓફિસમાં 4 ફૂડ સેફ્ટી ઓફિસરના નામ અને નંબર એક લીસ્ટમાં લખ્યા છે. પરંતુ ફોન કરતા એકપણ ફોન ઉપડ્યો નથી ! એક નામ બી.પી. શર્માનું છે જેનો નંબર 9537288746 છે, બીજું નામ કુ. કે.એમ. શીંગાળાનું છે જેનો નંબર 7698617075 છે, ત્રીજું નામ કુ. આર. પી. […]

Gujarat

જૂનાગઢના માંગનાથ વિસ્તારમાં પોલીસે ખિસ્સા કાતરૂ કે ચીજ વસ્તુઓની ઉઠાંતરી કરતા તત્વો સામે સતર્ક રાખવા લાઈવ ડેમોસ્ટ્રેશન કર્યું

દિવાળીના તહેવારો હાલ નજીક આવી રહ્યા છે ત્યારે લોકો ખરીદી કરવા માટે બજારોમાં જઈ રહ્યા છે. તે સમયે ચોરીની ઘટનામાં પણ વધારો થાય છે. જુનાગઢ શહેરના સતત ભીડભાડથી ધમધમતા માંગનાથ વિસ્તારમાં પોલીસ દ્વારા ખિસ્સા કાતરૂ કે ચીજ વસ્તુઓની ઉઠાંતરી કરતા તત્વો સામે સતર્ક રહેવા લાઈવ ડેમોસ્ટ્રેશન કરાયું હતું. બજારમાં ખરીદી કરતી મહિલાઓનું ધ્યાન જ્યારે ખરીદી […]

Gujarat

સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કાર તરીકે કેળવવાનો પ્રયાસ કરતી જેતપુર નગરપાલિકા

બોસમિયા કોલેજના ચોગાનને સાફસફાઈ કરીને ચોખ્ખુંચણાક કરાયું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ અંતર્ગત ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના મંત્રને સાર્થક કરવા ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ની થીમને ધ્યાનમાં રાખીને ‘સ્વચ્છતા જ સેવા’ અભિયાન જનભાગીદારી થકી વધુ વ્યાપક બની રહ્યું છે. જે અન્વયે જેતપુર નગરપાલિકા દ્વારા શહેરમાં આયોજનબદ્ધ રીતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. ત્યારે જી.કે. એન્ડ સી.કે. બોસમિયા […]

Gujarat

“માનવ સેવા એ જ પ્રભુ સેવા’’ ઉકિતને સાર્થક કરવા દિવ્યાંગોને સાધન સહાય આપવામાં આવી રહી છે – મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા

મંત્રીશ્રી બાવળિયાના હસ્તે જસદણમાં ૨૮૭ દિવ્યાંગોને ૪૯૮ વિવિધ પ્રકારના સાધન સહાય વિતરણ જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં જસદણના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રૂ. ૪૮,૫૧,૯૮૫/- ના ૪૯૮ પ્રકારના વિવિધ જીવન ઉપયોગી સહાયક સાધનોનું ૨૮૭ દિવ્યાંગોને મંત્રીશ્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી કુંવરજીભાઈ […]

Gujarat

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ ખાતે મજુર કલ્યાણ કેન્દ્રનું કરાયું લોકાર્પણ

જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયાના હસ્તે રૂ. ૨,૯૧,૦૦૦ના ખર્ચે જસદણની સોલીટેર સોસાયટી ખાતે નવીન મજૂર કલ્યાણ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું. મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ પ્રસંગે જણાવ્યું હતું કે, જસદણ  નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસના કામો થઈ રહ્યા છે. સોલીટેર સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં એક રૂમ ઉપલબ્ધ થઈ શકે જેથી સારા પ્રસંગોમાં તેનો ઉપયોગ કરી શકાય. […]

Gujarat

રાષ્ટ્રીય માનવ અધિકારી આયોગના સ્પે. મોનિટર શ્રી બાલકૃષ્ણ ગોયલ દ્વારા પરા પીપળીયા આંગણવાડીની મુલાકાત

– આંગણવાડીમાં બાળકોને અપાતા ભોજન, શિક્ષણ તેમજ અન્ય સુવિધા ચકાસી – આંગણવાડી કાર્યકર તથા બાળકોના વાલીઓ સાથે સંવાદ કરી પ્રશ્નો જાણ્યા તેમજ મહત્વના સૂચનો કર્યા રાષ્ટ્રીય માનવ અધિકારી આયોગના સ્પેશિયલ મોનિટર શ્રી બાલકૃષ્ણ ગોયલે આજે રાજકોટના પરા પીપળીયા ગામમાં આંગણવાડી કેન્દ્ર નંબર-૧ની મુલાકાત લીધી હતી. તેમણે આંગણવાડીમાં બાળકોને અપાતા ભોજન, શિક્ષણ તેમજ અન્ય સુવિધાની ચકાસણી કરી હતી. ઉપરાંત […]

Gujarat

જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાયો

જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થામાં ૨૮ જેટલી અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ કરાયું જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષતા હેઠળ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૨૮ જેટલી અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ નિકાલ કરાયો હતો. જિલ્લા કલેકટર કચેરી ખાતે […]