Gujarat

બનાસકાંઠાના ગોઢ ગામના ‘ઓનર કિલિંગ‘ કેસમાં ૯ આરોપીને આજીવન કેદ, ડીસા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં એક વર્ષ અગાઉ પ્રેમલગ્નની અદાવતમાં આચરાયેલા ક્રૂર હત્યાકાંડમાં ડીસા કોર્ટે ઐતિહાસિક અને કઠોર ચુકાદો સંભળાવ્યો છે. ‘ઓનર કિલિંગ‘ના આ કિસ્સામાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પ્રેમલગ્ન એ વ્યક્તિગત અધિકાર છે અને તેના નામે કાયદો હાથમાં લેનારાઓને સમાજમાં કોઈ સ્થાન નથી. શું હતો આખો મામલો?: ઘટના એક વર્ષ અગાઉ દાંતીવાડાના ગોઢ ગામમાં બની […]

Gujarat

ડિજિટલ એરેસ્ટ કરી નિવૃત ક્લાર્ક પાસેથી ૮૮.૫૦ લાખ પડાવનાર ઠગ કેતન જાેશી સ્ઁથી ઝડપાયો

રાજકોટમાં કોર્ટના નિવૃત ક્લાર્કને ડરાવી-ધમકાવીને લાખો રૂપિયા પડાવનાર સાયબર માફિયાઓની ગેંગના એક સક્રિય સભ્યને સાયબર ક્રાઈમ પોલીસે મધ્યપ્રદેશથી દબોચી લીધો છે. ઠગ ટોળકીએ દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના નામે નિવૃત કર્મચારીને ‘ડિજિટલ એરેસ્ટ‘ કરી તેમની આજીવનની મૂડી લૂંટી લીધી હતી. ગયા વર્ષે ૨૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ફરિયાદી નિવૃત ક્લાર્ક પર એક ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની […]

Gujarat

લ્યો બોલો!: ૧૧૪ આઉટસોર્સિંગ કર્મીઓને છૂટા કરાયા છતાં પગાર ખર્ચ ૨૮ કરોડ

મહાનગરપાલિકા દ્વારા વર્ગ-૩માં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા ક્લાર્ક સંવર્ગના ૧૧૪ કર્મચારીઓને એકસાથે ૧ નવેમ્બરથી છૂટા કરવામાં આવ્યા છે. જેના પરિણામે આઉટસોર્સિંગનો ખર્ચ ઘટવાની શક્યતા હતી પરંતુ આશ્ચર્યજનક રીતે આઉટસોર્સિંગનો ખર્ચ બજેટ જાેગવાઇ સામે ૭ કરોડ વધ્યો છે. જેથી રીવાઇઝ બજેટમાં આરકમની જાેગવાઇ કરવી પડી છે. કાયમી કર્મચારીઓ આવ્યા બાદ બમણા પગાર ખર્ચના ભારણનું કારણ આપીને મહાપાલિકાએ […]

Gujarat

રાજકોટમાં ૧૨૦ કિલો ચાંદી ચોરી આરોપી મહેસાણા આવ્યો, અમદાવાદના માણેકચોકમાં હતો વેચવાનો પ્લાન

વધતા જતા ચાંદીના ભાવ વચ્ચે રાજકોટમાં ૧૨૦ કિલો ચાંદીની ચોરીનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવને લઈને રાજકોટ સહિત રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી હતી. કારણકે ૧૨૦ કિલો ચાંદીની ચોરી ઘણા મોટા પ્રમાણમાં હતી. પરંતુ આ ચોરીની ઘટનાને લઈને હવે પર્દાફાશ થઈ ગયો છે. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ ઘટનાનો પર્દાફાશ કર્યો છે અને […]

Gujarat

ઊંઝાના ગોડાઉનમાંથી ૨૦ દિવસમાં ૩ કરોડનું જીરું ગાયબ! તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી

ઉત્તર ગુજરાતના મસાલા સિટી ગણાતા ઊંઝામાં એક વેપારીઓના ગોડાઉનમાંથી લાખો નહીં પણ કરોડો રૂપિયાના જીરાની ચોરી થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જે મામલે પોલીસે હાલ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આખા પ્રકરણની તપાસમાં હાલ જે તથ્યો સામે આવી રહ્યા છે, તેને જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે. કારણ કે આ […]

Gujarat

મુખ્ય ૬ રેલવે ઓવરબ્રિજમાં મેજર રિપેરીંગ કરાશે

શહેરના અલગ અલગ બ્રિજનું સમારકામ કરવાની તૈયારી અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ પડવાની અને સ્પાન બેસી જવાની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરમાં આવેલા બ્રિજાેમાં રીપેરીંગ કરવામાં આવશે. છ મહિના પહેલા બ્રિજ ઇન્સ્પેક્શન દ્વારા આપવામાં આવેલા રિપોર્ટના આધારે ૨૫ વર્ષથી વધુ સમયથી જુના બ્રિજાેમાં બેરિંગ રીપેરીંગ અને જાેઈન્ટ એક્સપાન્શનની કામગીરી કરવામાં આવશે. મુખ્ય ૬ […]

Gujarat

આ અન્ડરવેર સોનાની છે, નીકળ્યું ૪૫ લાખનું સોનું

દુબઈથી આવેલો શખસ અમદાવાદ એરપોર્ટ પર ૯૬ લાખના ગોલ્ડ સાથે ઝડપાયો અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલા એક શખસ પાસેથી કુલ ૯૬ લાખ રૂપિયાનું સોનું ઝડપ્યું છે. આ શખસે દાણચોરી માટે ચાલાકીપૂર્વક તેના અન્ડરવેરમાં ૪૫ લાખની કિંમતનું સોનું પેસ્ટ સ્વરૂપે છુપાવ્યું હતું, જે જાેતા પહેલી નજરે સામાન્ય કાપડ જેવું જ દેખાતું હતું. પરંતુ કસ્ટમ્સ […]

Gujarat

હેલ્મેટની આડમાં ગુજરાતમાં દારૂ ઘૂસ્યો, પેટીઓ રાખવા જગ્યા ખૂટી!

ચંદીગઢથી આવતો ૬૪ લાખનો માલ શિવરાત્રિ ટાણે જૂનાગઢ પહોંચે તે પહેલાં ઁઝ્રમ્એ ખેલ પાડ્યો અમદાવાદના ફરતે આવેલા એસપી રિંગ રોડ દારૂની હેરફેર માટે વધુ એક વખત વિવાદમાં આવ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનની હદમાંથી બીજી વખત એસપી રિંગ રોડ પરથી પીસીબીની ટીમે ૬૩.૮૬ લાખ રૂપિયાનો દારૂનો જથ્થા સાથે ડ્રાઈવરની ધરપકડ કરી છે. હેલમેટની આડમાં દારૂનો જથ્થો […]

Gujarat

લોકોની અવરજવર વચ્ચે બે સેકન્ડમાં જ તસ્કરોએ ખેલ પાડ્યો

સાઉથ બોપલમાં રોડની બાજુના પાર્કિંગનો બનાવ અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં એક કોમ્પ્લેક્સની બહાર પાર્કિંગમાં પડેલી ગાડીનો કાચ તોડી બે લાખ રૂપિયાની ચોરીનો બનાવ બન્યો છે. ગણતરીની સેકન્ડોમાં જ બાઈક ઉપર આવેલા બે શખ્સોએ આ ચોરીને અંજામ આપ્યો હતો. લોકોની અવરજવરની વચ્ચે આ પ્રકારની ચોરીનો બનાવ બન્યો છે. આ અંગે બોપલ પોલીસે તપાસ શરૂ કરી છે. […]

Gujarat

૩થી ૫ લાખમાં બાળક ખરીદી ૧૫ લાખમાં વેચવાનું રેકેટ

અમદાવાદમાંથી ઝડપાયેલા ચાર આરોપીએ પૂછપરછમાં વટાણા વેર્યા, બાળક ખરીદનાર દંપતીને જન્મના પ્રમાણપત્ર સુધી વ્યવસ્થા કરી દેતા ૧૦ દિવસ પહેલા અમદાવાદમાંથી ઝડપાયેલા બાળ તસ્કરીના રેકેટની તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે. આરોપીઓ દ્વારા બાળ તસ્કરીનું આ આંતરરાજ્ય રેકેટ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતું હતું. બાળક ઈચ્છતું નિ:સંતાન દંપતી શોધવું, બાળક વેચવા ઈચ્છતા દંપતીની શોધ કરવી, બાળકની ખરીદી […]