Gujarat

ગાંધીનગર હાઈ-વે પર બે અકસ્માતમાં બેના મોત

ગાંધીનગર જિલ્લામાં નેશનલ હાઈવે પર સર્જાયેલા બે ગમખ્વાર અકસ્માતોમાં બે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. મોટા ચિલોડા અને પ્રાંતિયા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતોમાં એક મહિલા એક્ટિવા ચાલક અને એક રિક્ષાચાલકનું ગંભીર ઇજાઓ થવાના કારણે સ્થળ પર જ મોત નીપજ્યું છે. આ અકસ્માતો અંગે ચિલોડા અને ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ […]

Gujarat

સિગારેટ-સીંગ ભજીયા ઉધાર ન મળતા અમદાવાદીની ધમાલ

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા એક પાન પાર્લરમાં માત્ર ૪૦ રૂપિયાના સિગરેટ-સીંગ ભજીયા ન મળતા એક નબીરાએ પાન પાર્લર પર ધમાલ મચાવી. દુકાનદારે માલ-સામાન ઉધાર ન આપ્યાની અદાવત રાખીને પાન પાર્લરમાં તોડફોડ કરી. દુકાનના કાઉન્ટરથી લઈને સામાન પર લાકડીના ઘા ઝીકી સામાનને નુકશાન પહોંચાડ્યું. ફક્ત એટલુ જ નહીં દુકાનદારના દીકરાએ તોડફોડ કરતા રોકતા તેને પણ […]

Gujarat

અમદાવાદ મ્યુ.કોર્પોરેશનમાં ખોટા સર્ટિફિકેટ અને વારસાઈ નોકરીના કૌભાંડ ફરી ચર્ચામાં

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં ખોટા જન્મ પ્રમાણપત્ર, ખોટા અનફિટ સર્ટિફિકેટ અને વારસાઈ નોકરીના નામે છેતરપિંડીના કિસ્સાઓ ફરી એક વખત સામે આવ્યા છે. વિજિલન્સ તપાસ બાદ નોકરીમાંથી કાઢી મૂકાયેલા અનેક કર્મચારીઓએ હવે અપીલ સબ-કમિટી સમક્ષ પોતાની નોકરી પરત મેળવવા માટે અરજી કરી છે, જેના કારણે કોર્પોરેશનમાં ચર્ચા ગરમાઈ છે. થલતેજ વિસ્તારના સફાઈ કામદાર લીલાબેન આત્મારામ વાઘેલાના […]

Gujarat

જાહેર રોડ પર ગંદકી કરનાર ૯ દુકાન સીલ

દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ પ્રથમ નંબરે છે ત્યારે શહેરમાં લોકો જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરતા હોય છે. કચરો ફેંકી અને અન્ય રીતે ગંદકી કરનારા વેપારીઓ દુકાનદારો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. શહેરના ગુરુકુળ રોડ, ઘાટલોડિયા સુરધારા સર્કલ, વસ્ત્રાપુર સહિત અલગ અલગ જગ્યા ઉપર ગંદકી કરનાર […]

Gujarat

નશામાં ધૂત ચાલકે એક પછી એક ૯ વાહનોને અડફેટે લીધા

ના ચાલવાના હોંશ કે ન સીધાં ઊભા રહેવાની તાકાત, લથડિયા ખાતા ડ્રાઈવરને પકડી લોકોએ પોલીસને સોંપ્યો અમદાવાદના શીલજ-રાંચરડા રોડ પર ગત મોડી રાત્રે નશામાં ધૂત એક કારચાલકે પૂરઝડપે એક બાદ એક ૯ વાહનોને અડફેટે લેતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. કિયા કારના ચાલક નિતિન શાહે દારૂના નશામાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સહિતના […]

Gujarat

અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના

અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલ જેવી વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર હુમલો કર્યાની બીજી ઘટના સામે આવી છે. ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર ધોરણ ૧૦ના નિખિલ પટેલ નામના વિદ્યાર્થીને અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ કડુ, લાકડીઓ અને પટ્ટાવડે માર માર્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે. હુમલા પાછળ જૂનો ઝઘડો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. […]

Gujarat

અમદાવાદમાં મુસાફરો ભરેલી AMTS બસ ભડભડ સળગી

અમદાવાદના એસજી હાઇવે પર સોલા ભાગવત ચાર રસ્તા નજીક AMTS બસમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થઈ હતી અને પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી હતી. બસની આગળના ભાગે એન્જિનમાં કોઈ કારણોસર અચાનક આગ લાગી ગઈ હતી. જેના પગલે તાત્કાલિક બસમાં સવાર મુસાફરો […]

National

શેરબજારમાંથી વિદેશી રોકાણકારોએ ૨૨,૫૩૦ કરોડ પાછા ખેંચ્યા

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીનો દોર નવા વર્ષમાં પણ ચાલુ છે. વર્ષ ૨૦૨૬ની શરૂઆત સાથે જ જાન્યુઆરીના પહેલા ૧૫ દિવસમાં વિદેશી રોકાણકારોએ સ્થાનિક બજારમાંથી ?૨૨,૫૩૦ કરોડના શેર વેચી દીધા છે. ગયા અઠવાડિયે માત્ર ચાર કારોબારી સત્રોમાં જ વિદેશી રોકાણકારોએ ?૧૪,૨૬૬ કરોડની વેચવાલી કરી. રજાના કારણે ગયું અઠવાડિયું ટૂંકું હતું, તેમ છતાં વેચવાલીની ગતિ ખૂબ […]

International

સેન્સેક્સ ૬૦૦ અંક ઘટીને ૮૨,૯૫૦ના સ્તરે ટ્રેડિંગ : નિફ્ટી પણ ૨૦૦ અંક ઘટ્યો

અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે એટલે કે સોમવારે (૧૯ જાન્યુઆરી) ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. ગ્લોબલ માર્કેટમાંથી મળી રહેલા ખરાબ સંકેતો વચ્ચે ઘરેલુ બજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યા. શરૂઆતી કારોબારમાં મ્જીઈ સેન્સેક્સ લગભગ ૬૦૦ અંક ઘટીને ૮૨,૯૫૦ ના સ્તરની નજીક આવી ગયો. જ્યારે નિફ્ટી ૫૦ પણ ૨૦૦ અંકોથી વધુ તૂટીને ૨૫,૫૦૦ ના […]

National

ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ : લખનઉમાં ઉતારવામાં આવ્યું

૮ કલાકની શોધખોળ બાદ માહિતી ખોટી નીકળી; પાછું રવાના થયું ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બની સૂચના મળ્યા બાદ અફરાતફરી મચી ગઈ. તાત્કાલિક દિલ્હીથી બાગડોગરા (પશ્ચિમ બંગાળ) જઈ રહેલા વિમાનનું લખનઉમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. એરપોર્ટ સૂત્રો અનુસાર, છ્ઝ્રને રવિવારે સવારે ૮:૪૬ વાગ્યે ઇન્ડિગોની ૬ઈ-૬૬૫૦ ફ્લાઇટમાં બોમ્બની સૂચના મળી. વિમાન સવારે ૯:૧૭ વાગ્યે લખનઉ એરપોર્ટ પર લેન્ડ થયું. […]