સોમવારે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલ નિકાસ બંધ કરીને ‘આર્થિક યુદ્ધ‘ શરૂ કરવાની ધમકી આપી હતી, અને આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ સામે સખત વિરોધ નોંધાવ્યો હતો, જેના દ્વારા લગભગ પાંચમા ભાગનું વૈશ્વિક ક્રૂડ ઓઇલ પરિવહન થાય છે. તેણે દેશોને પાંચ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા ઈરાન સામેના યુદ્ધમાં યુનાઇટેડ સ્ટેટ્સને ટેકો […]
Author: JKJGS
અંજારમાંથી ચોરી કરનાર શખ્સ ઝડપાયો, ટ્રાફિક પોલીસે ડિટેઈન કરેલા 3 વાહનો ચોરાઉ નીકળ્યા
રાજકોટ શહેરમાં માર્ગ અકસ્માત અને વાહન ચોરી સંબંધિત મહત્વની ઘટનાઓ સામે આવી છે. મોરબી રોડ પર બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર રીતે ઘવાયેલા કડિયાકામ કરતા પ્રૌઢનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું, જેથી રક્ષાબંધન પૂર્વે જ 3 બહેનોએ એકમાત્ર ભાઈની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચ એલસીબી ઝોન-2 ટીમે […]
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં વૃદ્ધની હત્યા
જામનગર શહેરના શંકર ટેકરી નજીક આવેલા માલુભાના ચોક વિસ્તારમાં આજે 23 ઓગસ્ટની સાંજે એક યુવાનની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ચંદ્રસિંહ ઉર્ફે ચંદો મુળુજી રાઠોડ નામના વૃદ્ધ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, માલુભાના ચોક વિસ્તારમાં રહેતા ચંદ્રસિંહ રાઠોડ […]
દડીયાના ખેડૂતનો નવતર પ્રયોગ, 5 વીઘામાં હળદર તુવેર-ગલગોટાનું વાવેતર
જામનગર તાલુકાના દડીયા ગામના એક જાગૃત ખેડૂતે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં એક નવો રાહ ચીંધ્યો છે. ખેતીને વધુ નફાકારક બનાવવા માટે તેમણે પરંપરાગત પદ્ધતિથી હટીને ””ડબલ પાક”” એટલે કે બહુવિધ પાકની ખેતીની નવતર શરૂઆત કરી છે. તેમણે આશરે પાંચ વીઘા જમીનમાં હળદરના મુખ્ય પાકની સાથે તુવેર અને હજારી ગોટા (ગલગોટા)નું આયોજનબદ્ધ વાવેતર કરીને અન્ય ખેડૂતો માટે […]
શ્રાવણના બીજા સોમવારે ભોળેશ્વર મંદિરે ભક્તોનું ઘોડાપૂર
શ્રાવણ માસના બીજા સોમવારે જામનગરથી 30 કિલોમીટર દૂર લાલપુર તાલુકાના ગજણા ગામે આવેલા પ્રાચીન ભોળેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિવભક્તો પગપાળા દર્શનાર્થે પહોંચ્યા હતા. ભક્તો માટે જામનગર-ભોળેશ્વર માર્ગ પર અનેક સેવાકીય કેમ્પોનું આયોજન કરાયું છે. જામનગરથી 9 કિલોમીટર અને ભોળેશ્વરથી 15 કિલોમીટર દૂર સરદાર બ્રાસ […]
જામનગરમાં 71% વરસાદની ઘટ કોંગ્રેસે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કલેક્ટરને આવેદન આપ્યું
જામનગર જિલ્લામાં ચાલુ મોસમ દરમિયાન 71 ટકા વરસાદની ગંભીર અછત નોંધાઈ છે. આ પરિસ્થિતિને કારણે ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ ચિંતાજનક બની છે. જામનગર જિલ્લા કોંગ્રેસે સમગ્ર જિલ્લાને તાત્કાલિક ‘દુષ્કાળગ્રસ્ત’ જાહેર કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયાના નેતૃત્વમાં કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે […]
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકા પ્રવાસના સાતમાં દિવસે ન્યૂ જર્સી સ્થિત BAPS સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકા પ્રવાસના સાતમાં દિવસે ન્યૂ જર્સી સ્થિત BAPS સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના પાવન સંગમ સમા અક્ષરધામમાં BAPS સંતો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ અક્ષરધામ સંકુલની મુલાકાત લઈ ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને માનવસેવાના વિવિધ આયામોને નિહાળીને મુખ્યમંત્રીશ્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. વિદેશની […]
શાળાના બાળકો ‘ફિટ ઈન્ડિયા સન્ડેઝ‘ અંતર્ગત સાયકલિંગમાં ભાગ લે છે
ગાંધીનગરના સ્વર્ણ જયંતિ પાર્ક ખાતે યોજાયેલા ૮૭મા ‘ફિટ ઈન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ‘ કાર્યક્રમમાં શાળાના બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો ‘ઓમ લેન્ડમાર્ક સ્કૂલ‘ અને ‘ગ્રીન વેલી સ્કૂલ‘ના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં વિવિધ મજેદાર પ્રવૃત્તિઓનો આનંદ માણતા યાદગાર સમય વિતાવ્યો. રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રવિવારે સવારે સ્વર્ણ જયંતિ પાર્ક ખાતે યોજાયેલા ૮૭મા ‘ફિટ ઈન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ‘ કાર્યક્રમમાં […]
મુખ્યમંત્રીશ્રીના અમેરિકા પ્રવાસનો સાતમો દિવસ
‘ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂ જર્સી’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું ગુજરાતી ડાયસ્પોરાને સંબોધન મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે, વિકસિત ગુજરાતનો રોડમેપ પ્રસ્તૂત કર્યો ગુજરાતની વિકાસયાત્રામાં સહભાગી થવા અને ગુજરાતમાં રોકાણ માટે ભારતીય અમેરિકન ગુજરાતી સમુદાયને મુખ્યમંત્રીશ્રીનું આહવાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકા પ્રવાસના સાતમાં દિવસે ‘ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂ જર્સી’ કાર્યક્રમમાં ગુજરાતી ડાયસ્પોરાને રાજ્યની વિકાસ યાત્રામાં […]
ફૂડ અને સેફટી વિભાગ દ્વારા ‘નકલી દૂધ‘ના કારોબાર પર દરોડા
જામનગર કાલાવડ તાલુકાના હરિપર ગામેથી ૬ સ્થળો પર દરોડા પાડી મોટી માત્રામાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ સહિતની સામગ્રી જપ્ત રાજકોટ રેન્જ ફૂડ અને સેફટી ટીમ દ્વારા જામનગર કાલાવડ તાલુકાના હરિપર ગામે ‘નકલી દૂધ‘ના કારોબાર સામે કડક પગલા ભર્યા છે. સરકારી ટીમે ગામમાં છ ધંધાર્થીઓનાં રહેણાંક મકાનો તથા ડેરીઓમાં દરોડા પાડી મોટી માત્રામાં શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ સહિતની […]










