Gujarat

ડાંગરનો પાક બચાવવા ખેડૂતો 18 કલાક સુધી ઊભા રહેવા મજબૂર

હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ડાંગર ખરીફ પાકનો પાક હાલમાં જ તૈયાર થઈ ગયો હોવાથી, ખેડૂતોને ગયા વર્ષ જેવી નુકસાનીની ભીતિ સતાવી રહી છે. કમોસમી વરસાદની આશંકાથી ડાંગરનો તૈયાર પાક પલળી ન જાય તે માટે, સુરત જિલ્લાના ખેડૂતો […]

Gujarat

દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓને પહેલી પસંદ જૂનાગઢ – ચાર દિવસમાં 9000થી વધુ પ્રવાસીઓએ રોપ-વેથી ગિરનારની મુલાકાત લીધી

દિવાળીની લાંબી રજાઓ શરૂ થતાં જ ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ધાર્મિક આસ્થા, પૌરાણિક વારસો અને પ્રકૃતિની અદ્ભુત સુંદરતા ધરાવતું જૂનાગઢ શહેર અને તેની આસપાસના વિસ્તારો પ્રવાસીઓની પહેલી પસંદ બન્યા છે. ભવનાથ ક્ષેત્રે ગિરનાર પર્વતથી લઈને સાસણ ગીરના જંગલો સુધી, સતાધાર, પરબ, મઢડા અને બળેજના ધાર્મિક સ્થળોએ પ્રવાસીઓનું ઘોડાપૂર જોવા મળી […]

Gujarat

ખેડબ્રહ્મા-અંબાજી માર્ગ પર કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો

ખેડબ્રહ્મા-અંબાજી સ્ટેટ હાઇવે પર ઇકો કારના ચાલકને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં ગણવા ગામના વતની પ્રકાશભાઈ ભરતભાઈ ધ્રાંગી ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રકાશભાઈ ધ્રાંગી રાધીવાડ તરફથી ખેડબ્રહ્મા આવી રહ્યા હતા. તે દરમિયાન ગ્રેવીટી હાઈસ્કૂલથી આગળ એક નાળિયા પાસે તેમની ઇકો કાર પરથી અગમ્ય કારણોસર સ્ટિયરિંગ […]

Gujarat

રિક્ષામાં જ ગર્ભવતી મહિલાની ડિલિવરી કરાવી માતા-બાળકીનો જીવ બચાવ્યો

મહેસાણાના પાલાવાસણામાં 108 એમ્બ્યુલન્સ ટીમે નોંધપાત્ર કામગીરી કરીને એક ગર્ભવતી મહિલાની રિક્ષામાં જ સફળ ડિલિવરી કરાવી અને માતા-બાળકીનો જીવ બચાવ્યો. આ ઘટના આજે સવારે 5:53 વાગ્યે બની, જ્યારે જોટાણાના તેલાવી ગામની ઇન્દ્રાબેન લાલાભાઈ પુછરને પ્રસૂતિ પીડા ઉપડી હતી. 108 ટીમની ત્વરિત કાર્યવાહીએ નવા વર્ષની શરૂઆતમાં એક પરિવારને ખુશીની લ્હાણી કરી ઘટનાની વિગતો અનુસાર ઇન્દ્રાબેન પોતાના […]

Gujarat

બે ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા, વાહનવ્યવહાર ખોરવાયો

ધોલેરા તાલુકાના આંબલી નજીક આજે બપોરે 12:30 કલાકે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક પર સવાર બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, બાઈક કાર સાથે અથડાતા બાઈક પર સવાર બંને લોકો રોડ પર ફંગોળાઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ધોલેરાની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. […]

Gujarat

24 ઓક્ટોબરે અમદાવાદમાં ચલાવાતી કેટલીક પેસેન્જર ટ્રેનો રદ રહેશે

પશ્ચિમ રેલવે દ્વારા કામગીરી સંબંધિત કારણોને કારણે આવતીકાલે એટલે કે 24 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં ચલાવાતી કેટલીક પેસેન્જર ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 24 ઑક્ટોબર, 2025ના રોજ રદ રહેનારી ટ્રેનો જેમાં ટ્રેન નંબર 69185/69186 અમદાવાદ–વીરમગામ–અમદાવાદ મેમુ ટ્રેન નંબર 59481/59482 મહેસાણા–ભીલડી–મહેસાણા પેસેન્જર ટ્રેન નંબર 59509/59510 મહેસાણા–વીરમગામ–મહેસાણા પેસેન્જર ટ્રેન નંબર 59511/59512 મહેસાણા–વીરમગામ–મહેસાણા પેસેન્જર ટ્રેન નંબર 59475/59476 […]

Gujarat

દ્વારકાના શિક્ષકને ભારતના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરાયો

મુળ દ્વારકાના વતની અને રાજકોટમાં શિક્ષક તરીકે કામગીરી કરતા દ્વારકાના પુત્રને ભારતના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળતા દ્વારકા સહિત શમગ્ર હાલારનું નામ રોશન થયું છે.એવોર્ડ હાંસલ કરી સૌ પ્રથમ દ્વારકા આવી ભગવાન દ્વારકાઘીશના ચરણે એવોર્ડ ધરી આશીર્વાદ સાથે એવોર્ડ ગળે પહેર્યો હતો. હાલ રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ વિધાલયમાં સાઇન્સના શિક્ષક તરીકે ફરજ બજાવતા દ્વારકાના વતની એવા હિતેશ […]

International

વેનેઝુએલા રનવે પર ટેક-ઓફ દરમિયાન જમીન પર અથડાયા બાદ વિમાનમાં આગ લાગી, બેનાં મોત

વેનેઝુએલાના પશ્ચિમી રાજ્ય ટાક્વિરાની રાજધાની સાન ક્રિસ્ટોબલમાં એક ભયાનક વિમાન દુર્ઘટના બની. રનવે પરથી ટેક-ઓફ કર્યાના થોડા સમય પછી જ વિમાન ક્રેશ થયું, જેમાં બે લોકોનાં મોત થયાં. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિમાન ટેક-ઓફ કરવામાં નિષ્ફળ જતાં આ અકસ્માત થયો હતો અને પ્રાથમિક તપાસમાં યાંત્રિક ખામીને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ […]

Gujarat

વંથલી અને વિસાવદરમાં ફળિયામાં રમતી બે માસૂમ બાળકીઓ પર જીવલેણ હુમલો કરતા બંને ઘાયલ

દિવાળીના પાવન પર્વની રાત્રિએ જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના હુમલાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. વિસાવદર તાલુકાના ખાંભા ગામે અને વંથલી તાલુકાના રાયપુર ગામે દીપડાએ હુમલો કરીને બે માસૂમ બાળકીઓને ઈજાગ્રસ્ત કરી છે. વંથલીના રાયપુર ગામે મજૂરની દીકરી પર હુમલો વંથલી તાલુકાના રાયપુર ગામના સીમ વિસ્તારમાં મજૂર વર્ગનો પરિવાર વાડીમાં રહે […]

Gujarat

રાપરમાં નવા વર્ષે મંદિરોમાં અન્નકૂટ મહોત્સવ

વિક્રમ સંવત કેલેન્ડરના નવા વર્ષ નિમિત્તે વાગડ વિસ્તારના વિવિધ મંદિરોમાં અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપર શહેરમાં પણ અનેક દેવમંદિરોમાં ભાવિકોની ભીડ ઉમટી હતી.રાપર શહેરમાં દરિયાસ્થાન મંદિર અને ઓધડવાડી સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, રસિકભાઈ આદુવાણી, નિલેશ કારીયા, ભાવેશ મીરાણી, ભાવિન કોટક અને હરજીભાઈ પોલાર સહિતના […]