દિલ્હીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન ‘વંદે માતરમ્’ રાષ્ટ્રગાન પ્રત્યે અનાદર દર્શાવવામાં આવ્યો હોવાના આક્ષેપ સામે જામનગર ભાજપ યુવા મોરચા (BJYM) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. BJYM દ્વારા શહેરમાં કેન્ડલ માર્ચ યોજીને આ ઘટનાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આક્ષેપ મુજબ, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીની હાજરીમાં આ પવિત્ર […]
Author: JKJGS
જામનગરમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવભક્તિનો માહોલ
‘છોટી કાશી’ તરીકે ઓળખાતા જામનગરમાં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારથી જ શહેરના વિવિધ શિવાલયોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. અનેક સ્થળોએ દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવભક્તોએ વહેલી સવારથી જ ભગવાન […]
જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા સાત રસ્તાથી સુભાષ બ્રિજ સુધીના ફ્લાયઓવર નીચેનો વિશાળ વિસ્તાર વિકસાવાશે
જામનગર મનપા. દ્વારા શહેરમાં આવેલ સાત રસ્તાથી સુભાષ બ્રિજ તરફના ફોર-લેન એલિવેટેડ ફ્લાયઓવર બ્રિજની નીચેના વિશાળ વિસ્તારનો મહત્તમ ઉપયોગ થાય તે માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ફ્લાયઓવરના નીચેના ગાળાઓમાં પાર્કિંગની સુવિધા ઉપરાંત વિવિધ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટી માટેના બ્લોક વિકસાવવામાં આવનાર છે. આ માટે કુલ ૧૨ ગાળાઓને ચાર અલગ-અલગ ભાગમાં વહેંચી વિવિધ […]
અમદાવાદના રાણીપ વિસ્તારમાં સુભાષબ્રિજ સર્કલ પાસે એક યુવકની જૂની અદાવતમાં કરપીણ હત્યા
શહેરના રાણીપ વિસ્તારમાં સુભાષબ્રિજ સર્કલ પાસે યુવકની કરપીણ હત્યાની ઘટના બની છે. રણછોડભાઈ ઉર્ફે અજય રાજુભાઈ સાલવી નામના યુવક પર ધારિયા, તલવાર અને છરી જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર ઈજાઓ થતાં તેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો આ હત્યાની ઘટના મામલે મળતી પ્રાથમિક […]
સુરતના ભેસ્તાનમાં મહાવીર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સોફાના કારખાનામાં આગની ઘટના
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા મહાવીર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક સોફાના કારખાનામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બની હતી. દિવસના સમયે અચાનક આગ લાગવાને કારણે આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં અને કારખાનાઓમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. ફેક્ટરીની અંદરથી આગની ઊંચી જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડતા સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. […]
વાપીના સલવાવ રહેણાક વિસ્તારમાં ફરતો મારતો દીપડો આખરે વન વિભાગના પાંજરે પૂરાયો
વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા સલવાવમાં ધોડિયાવાડ ખાતે છેલ્લા ૨-૩ દિવસથી લોકોને દીપડો ફરતો દેખાયો હતો જે બાદ તાત્કાલિક વન વિભાગે પાંજરું ગોઠવ્યુ હતું. આ બાબતે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાપીના સલવાવના રહેણાંક વિસ્તાર ધોડિયાવાડમાં ૨-૩ દિવસ અગાઉ દીપડો દેખાયાની વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી, જેને પગલે લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ અંગે […]
બનાસકાંઠાના દાંતા ખાતે યોજાયેલા કોંગ્રેસના મહાસંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહાર
દાંતા ખાતે યોજાયેલા કોંગ્રેસના મહાસંમેલનમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે હાજરી આપી હતી અને સ્ટેજ પરથી જનસભાને સંબોધતાં ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દારૂ, ડ્રગ્સ અને ખેડૂતોની સમસ્યાઓને લઈને સરકાર તથા પોલીસ પ્રશાસન પર આકરા શાબ્દીક પ્રહારો કર્યા હતા. વધુમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ‘ભારતીય જનતા પાર્ટીની બોલવામાં […]
અમરેલીના ચાંદગઢ નજીક શેત્રુંજી નદી કાંઠે રૂટિન કામગીરી દરમિયાન સિંહણે ટ્રેકર પર હુમલો કર્યો
ચાંદગઢ ગામ નજીક શેત્રુંજી નદી કાંઠે રૂટિન ટ્રેકિંગ દરમિયાન સિંહણે વનવિભાગના ટ્રેકર પર હુમલો કર્યો હતો. વનવિભાગની ટીમની હાજરીમાં બનેલી આ ઘટનામાં ગોહાભાઈ ચોંડીયા નામના ટ્રેકરને ઈજાઓ પહોંચી છે. તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે વન્યપ્રાણી સંરક્ષણની કામગીરી સાથે જાેડાયેલા કર્મચારીઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. આ ઘટના બાબતે […]
અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનોના હસ્તે મેડીસીટી કેમ્પસની વિવિધ હોસ્પિટલોમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર ૧૫ આરોગ્યકર્મીઓનું સન્માન કરાયું
અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનોના હસ્તે મેડીસીટી કેમ્પસની વિવિધ હોસ્પિટલોમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર ૧૫ આરોગ્યકર્મીઓનું સન્માન કરાયું અમદાવાદ સિવિલ હોસ્પિટલ (મેડીસીટી કેમ્પસ)ના અસ્મિતા ભવન ખાતે દેશના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ અને દેશભક્તિસભર વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનોએ ગૌરવપૂર્વક ધ્વજવંદન કરાવી […]
ખેડાના ઠાસરામાં જર્જરિત બ્રિજ ધરાશાયી
ચિતલાવથી સરદારપુરા ગામને જાેડતો મુખ્ય બ્રિજ તૂટ્યો, બંને ગામો વચ્ચેનો સંપર્ક પણ તૂટ્યો જીલ્લાના ઠાસરા તાલુકામાં બ્રિજ ધરાશાયી થવાની ઘટના બની હતી જ્યાં બે ગામોને જાેડતો એક બ્રિજ અચાનક ધરાશાયી થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ બે ગામો વચ્ચેનો વાહનવ્યવહાર અને સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. ઠાસરા […]










