માંગરોળ તાલુકાના વાંકલ ગામે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા. આ યાત્રા વાંકલ ગામની એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલથી શરૂ થઈને વાંકલ મેઈન બજાર સુધી યોજાઈ હતી. ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમ […]
Author: JKJGS
સુરત સિવિલ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં વર્ષ પહેલાં રેગિંગની શંકાએ દરોડા બાદ તપાસ ઠપ્પ
સુરતની નવી સિવિલ હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજમાં તાજેતરના ડો. હર્ષ પંડ્યાના આપઘાતા અને રેગિંગ મામલા બાદ હવે ભૂતકાળની ઘટનાઓ પણ સપાટી પર આવી રહી છે. આજથી આશરે એક વર્ષ પહેલાં પણ મેડિકલ કોલેજની હોસ્ટેલમાં એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા એક અચાનક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે તે સમયે પણ જુનિયર વિદ્યાર્થીઓ સાથે સતામણી કે […]
ઘોઘાના વાવડી પાસેથી 50 લાખનો દારુ ભરેલો ટ્રક ઝડપાયો
ભાવનગર પેરોલ ફર્લો ટીમે ઘોઘા તાલુકાના વાવડી ગામ નજીક બાવળની કાંટમાં ચાલતા વિદેશી દારૂના કટિંગ પર દરોડો પાડીને મોટા જથ્થા સાથે ટ્રક અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે. દરોડા દરમિયાન સ્થળ પરથી ₹1.16 કરોડથી વધુનો કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે 5 આરોપીઓ ફરાર થઈ જતાં તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બાતમી […]
સમરસ હોસ્ટેલના ભોજનમાં ફરી જીવાતો નીકળતા વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ
ભાવનગર સ્થિત સમરસ હોસ્ટેલમાં અનાજ અને ભોજનમાં જીવાતો મળી આવવાના મામલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં છેલ્લા બે દિવસથી આ સમસ્યા ચાલી રહી હતી, ત્યારબાદ બોયઝ હોસ્ટેલમાં પણ પીરસવામાં આવેલા ભોજનમાંથી જીવાતો નીકળતાં સ્થિતિ વણસી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આ ગંભીર બેદરકારી સામે ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેના […]
સરદારગઢમાં 200 ફૂટ રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા યોજાઈ
માણાવદર તાલુકાના સરદારગઢ ગામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ ચોકડી ખાતેથી શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનો, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. આ યાત્રાનું મુખ્ય આકર્ષણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લહેરાવવામાં આવેલો 200 ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ હતો. ગ્રામજનો અને વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને ‘ભારત માતા કી જય’ અને […]
તંત્ર દ્વારા આજે આઠ ટેન્ડરો ખૂલ્યા બાદ આવક જાહેર કરશે
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ 11 દિવસીય શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકમેળામાં કુલ 43 પ્લોટ માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 35 પ્લોટ્સ માટે ઓફલાઈન અને મનોરંજનની મોટી રાઈડ્સના 8 પ્લોટ માટે ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા. ટેન્ડર પ્રક્રિયા દરમિયાન કુલ 150 થી વધુ […]
ભૂગર્ભ ગટર કનેક્શન માટે GPCBની ગાઈડલાઈનનું પાલન કરવું
જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી મીટિંગ હોલ ખાતે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શહેરની સુવિધા અને વિકાસને લગતા વિવિધ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી કડક સૂચનાઓ આપવામાં આવી હતી. મનપાના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશીના અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં શહેરમાં ટ્રાફિક નિવારવા ગેરેજોને અપાયેલી નોટિસો તેમજ હોટેલો અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં મંજૂર થયેલા પાર્કિંગનો વાસ્તવિક […]
જામનગરમાં વાયરલ ફીવરમાં ઉછાળો સપ્તાહમાં 1,050થી વધુ કેસ નોંધાયા
જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં હવામાનમાં આવી રહેલા સતત પલટા અને વાતાવરણમાં ભેજના પ્રમાણને કારણે વાયરલ ફીવરના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહમાં જ શહેરમાં વાયરલ ફીવરના અંદાજે 1050થી વધુ નોંધાયેલા કેસો સામે આવતા આરોગ્ય તંત્ર અને તબીબોમાં ભારે દોડધામ મચી ગઈ છે. ઘરોમાં એક પછી એક સભ્યો તાવ, શરદી અને ઊધરસની ચપેટમાં […]
જામનગરમાં ભૂજિયો કોઠો અને રણમલ તળાવ તિરંગા રંગે ઝળહળ્યા
ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશની સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે શહેરમાં તિરંગા યાત્રા સહિત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ ઉજવણીના ભાગરૂપે જામનગરની ઐતિહાસિક ધરોહરોને પણ તિરંગાના રંગે શણગારવામાં આવી છે. શહેરનો ઐતિહાસિક ભૂજિયો કોઠો, જેનું તાજેતરમાં રેસ્ટોરેશન કાર્ય પૂર્ણ થયા બાદ […]
રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જાહેર, ગુજરાતના 19 પોલીસ અધિકારી-કર્મચારીઓનું સન્માન થશે
સ્વતંત્રતા દિવસ-2026 નિમિત્તે પોલીસ સેવામાં વિશિષ્ટ કામગીરી અને લાંબા સમયની ઉત્કૃષ્ટ સેવા બદલ આપવામાં આવતા President’s Medal for Distinguished Service (PSM) માટે ગુજરાતના કુલ 19 પોલીસ અધિકારી-કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં ગુજરાતના અધિકારીઓ અને કર્મચારીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાંથી પસંદ થયેલા 19 પોલીસકર્મીઓમાં એક અધિકારી એડિશનલ ડિરેક્ટર […]










