યુએસ દ્વારા જાહેર કરાયેલા એક નિર્દેશ મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ નેવીને આદેશ આપી રહ્યા છે કે તે તેના નવા પ્રકારના એરક્રાફ્ટ કેરિયરમાંથી ફાઇટર જેટ લોન્ચ કરવા માટે ઉપયોગમાં લેવાતી અદ્યતન સિસ્ટમને દૂર કરે અને જૂના સ્ટીમ કેટાપલ્ટનો ઉપયોગ કરવા પર પાછા ફરે જે તેઓ લાંબા સમયથી પસંદ કરે છે. નવા આદેશથી અબજાે ડોલરનો ખર્ચ […]
Author: JKJGS
યુકેમાં વર્ષનો સૌથી ગરમ દિવસ રેકોર્ડ, તાપમાન ૩૮.૧ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું
રાષ્ટ્રીય હવામાન સેવાએ જણાવ્યું હતું કે, ગુરુવારે યુકેમાં વર્ષનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો કારણ કે પશ્ચિમ લંડનમાં તાપમાન ૩૮.૧ ડિગ્રી સેલ્સિયસ (૧૦૦.૬ ડિગ્રી ફેરનહીટ) સુધી પહોંચી ગયું હતું, કારણ કે યુરોપમાં ગરમીનો તીવ્ર દોર ચાલુ રહ્યો હતો. આ ઉપરાંત, હવામાન વિભાગે જણાવ્યું હતું કે તાપમાન આ વર્ષના ૨૮ જૂનના રોજ નોંધાયેલા ૩૮ સેલ્સિયસ (૧૦૦.૪ […]
પાદરા પોલીસે ગણેશ મંડળો સાથે બેઠક યોજી આગામી ગણેશ મહોત્સવની શાંતિપૂર્ણ ઉજવણી પર ચર્ચા કરાઈ
પાદરા પોલીસ સ્ટેશન ખાતે આગામી ગણેશ મહોત્સવની તૈયારીઓ સંદર્ભે ગણેશ મંડળોના આયોજકો અને અગ્રણીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. પાદરા પી.આઈ. પી.વી. ગોહિલની અધ્યક્ષતામાં આ બેઠકમાં શ્રીજીની આગમન યાત્રા અને શોભાયાત્રાના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાદરા નગરપાલિકાના પ્રમુખ દિપેશભાઈ પંચાલ, નગરપાલિકાના સદસ્યો, વિવિધ હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત […]
વડોદરામાં પ્રતિબંધિત નશાકારક કફ સિરપનો 22.58 લાખનો જથ્થો ઝડપાયો
વડોદરા શહેરમાં ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી સામે SOG દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન ગોરવા ITI રોડ પર આવેલા પ્રમુખ ફ્લેટ્સની દુકાન નં.5માં SOGની ટીમે રેડ કરી હતી અને દુકાનમાંથી 22.58 લાખથી વધુ કિંમતની પ્રતિબંધિત નશાકારક કોડીન કફ સિરપની 1,920 બોટલનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં […]
જામળા ગામમાં ઊભેલી કારમાં આગ લાગી
હિંમતનગર તાલુકાના જામળા ગામના સ્ટેન્ડ પર ઊભેલી એક કારમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો. આગની જ્વાળાઓ દેખાતા જ ચાલક સહિત ત્રણેય સવાર તાત્કાલિક કારમાંથી બહાર નીકળી ગયા હતા. ગામથી બહાર જવા માટે કાર ચાલુ કરાઈ હતી ત્યારે જ અચાનક તેમાંથી જ્વાળાઓ નીકળવા માંડી હતી. કાર સવારો […]
સોલા ઉમિયા કેમ્પસની હોસ્ટેલ પરથી કૂદીને સગીરનો આપઘાત
અમદાવાદના એસજી હાઇવે પર સોલા ઉમિયા કેમ્પસમાં જે. એસ. પટેલ(આજોલ) બોયઝ હોસ્ટેલમાં રહેતા 16 વર્ષના સગીર તુષાર દોલતભાઈ પટેલે હોસ્ટેલ પરથી પડતું મૂકીને આપઘાત કર્યો છે. સોલા પોલીસની ટીમે સ્થળ ઉપર પહોંચી મૃતદેહને પીએમ માટે મોકલી અકસ્માત મોત નોંધી કાર્યવાહી કરી છે. સગીરના આપઘાત પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. આર.સી ટેકનિકલ કોલેજમાં ડિપ્લોમા […]
બાંટવામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ તિરંગા યાત્રા દરમિયાન બાંટવા નગર દેશભક્તિના માહોલથી છવાયું
બાંટવા નગરમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજ તિરંગાના સન્માનમાં યોજાયેલી આ યાત્રામાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ યાત્રામાં ભાજપના સ્થાનિક આગેવાનો, વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ સ્ટાફ અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનો, શિક્ષકો, મારુતિ શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ […]
જૂનાગઢના બ્રહ્મલીન મહંત તનસુખગીરીનું કુદરતી મોત કે હત્યા
જૂનાગઢમાં ગિરનાર પર્વત પરના અંબાજી મંદિર અને ભીડભંજન મહાદેવ મંદિરના બ્રહ્મલીન મહંત તનસુખગીરી બાપુના નિધનના 21 મહિના બાદ એક અત્યંત ચોંકાવનારો મામલો સામે આવતા ખળભળાટ મચ્યો છે. શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન સહિત ઉચ્ચ સરકારી કચેરીઓમાં દુષ્યંતગીરી કાંતિગીરી અપારનાથી નામથી લેખિત અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, તનસુખગીરી બાપુનું કુદરતી […]
જુગારધામ કેસમાં બેદરકારી દાખવનાર પાંચ પોલીસકર્મીઓની તાત્કાલિક બદલી
જૂનાગઢ શહેરના B-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ઝાંઝરડા રોડ પર ગોકુલેશ ગૌશાળા નજીક તાજેતરમાં એક મોટું જુગારધામ ઝડપાયું હતું. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી તીન પત્તીનો જુગાર રમતી છ મહિલાઓ રીતુબેન મહેશભાઇ પરમાર, દેવીબેન રાહુલભાઇ હરણ, રસીલાબેન હરસુખભાઇ દેપાણી, ફોરમબેન રાજેશભાઇ મોરડીયા, અન્સુયાબેન પ્રકાશભાઇ ભલાણી અને અનીતાબેન મનીષભાઇ ગોસાઇને રોકડ રકમ 16,210 તથા ગંજીપત્તા […]
સુરત જિલ્લામાં શ્રાવણના પ્રારંભે વરસાદનું આગમન
સુરત જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું પુનરાગમન થયું છે. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા બાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના ઓલપાડ, કામરેજ અને માંગરોળ સહિતના મુખ્ય તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સાંજના સુમારે પડેલા વરસાદી ઝાપટાંને કારણે વિજિબિલિટીમાં ઘટાડો થયો […]










