જામકંડોરણા ખાતે પ્રેમનું પાનેતર સમુહ લગ્નોત્સવ ધામેધુમે પૂર્ણ થયો હતો અને લેઉઆ પટેલ સમાજના 511 યુગલએ પ્રભુતામાં પગલા માંડયા હતા એક સાથે તમામ વરરાજાનો વિરાટ વરઘોડો વિન્ટેજ કારમાં નિકળ્યો હતો, જે ભારે દર્શનીય બન્યો હતો. ગામેગામથી આવેલા ત્રણ લાખથી વધુ લોકોએ પ્રસંગને માણ્યો હતો અને પોણા બે લાખથી વધુ લોકોએ મહાપ્રસાદ લીધો હતો. જામકંડોરણા ખાતે […]
Author: JKJGS
ડેન્ગ્યુના 2, ઝાડા-ઊલટી, તાવ,શરદીના 1937 કેસ નોંધાયા
રાજકોટ શહેરમાં ઠંડી અને લગ્નગાળાની પૂરબહાર મોસમ વચ્ચે રોગચાળો પણ ચિંતાજક હદે વકર્યો છે. સરકારી અને ખાનગી દવાખાનામાં દર્દીઓની કતારો લાગતી જોવા મળી રહી છે. ગત સપ્તાહે મચ્છરજન્ય રોગચાળાના એકપણ કેસ ન નોંધાયા બાદ છેલ્લા સપ્તાહમાં ચિકનગુનિયાના 1 અને ડેન્ગ્યુના 2 કેસ સરકારી દવાખાનામાં નોંધાયા છે. આ ઉપરાંત ઝાડા-ઊલટી, તાવ, શરદી-ઉધરસના 1937 જેટલા કેસ નોંધાયા […]
વહેલી સવારે 5 વાગ્યે લાગેલી આગ પર ફાયર બ્રિગેડે 2 કલાકની જહેમત બાદ કાબૂ મેળવ્યો
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આજે વહેલી સવારે એક ઓઇલ મિલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પાલીતાણા-ભાવનગર રોડ પર આવેલી એમ.જે. યુનિટ ઓઇલ મિલમાં સવારે 5 વાગ્યા આસપાસ આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં જ પાલીતાણા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના અધિકારી મયંકભાઈના જણાવ્યા અનુસાર, આગનું સ્વરૂપ વિકરાળ હોવાથી […]
ગાંધીનગરમાં ધો.10-12ના 44,000થી વધુ વિદ્યાર્થીઓ માટે 1લી ફેબ્રુઆરીથી બોર્ડ પેટર્ન મુજબ પ્રેક્ટિસ પરીક્ષાનું આયોજન
ગાંધીનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ પહેલાં વિદ્યાર્થીઓને વધુ સારી તૈયારી કરાવવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. જિલ્લાની શાળાઓમાં 1લી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પેટર્ન મુજબની પ્રેક્ટિસ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષા માટે જિલ્લાના 50થી વધુ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા બોર્ડ સ્ટાઈલના પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રશ્નપત્રોની PDF તમામ […]
10 હજાર રૂપિયા માટે પિતા-પુત્રએ જડેશ્વર પાર્ક વિસ્તારમાં યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો
જામનગર શહેરમાં પૈસાની લેતી-દેતીના મામલે એક રિક્ષા ચાલક યુવાનની હત્યા કરવામાં આવી છે. હર્ષદમીલની ચાલી પાછળ પટેલનગરમાં રહેતા 27 વર્ષીય સબીર ઉર્ફે સદામ ઇકબાલભાઈ થઇમની ગઈકાલે મોડી રાત્રે જડેશ્વર પાર્ક વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં હર્ષદમીલની ચાલીમાં રહેતા પિતા-પુત્ર ધર્મેન્દ્રસિંહ ચૌહાણ અને નિરંજનસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણે મૃતક યુવાનના ગળા અને છાતીના ભાગે છરીના બે […]
વર્ષ ૨૦૨૪માં રાજકોટ સિવિલની વિક્રમી ૧૦ લાખથી વધુની ઓ.પી.ડી.
સૌરાષ્ટ્રભરના અબાલ-વૃદ્ધ દર્દીઓની આરોગ્યની દરકાર કરતી રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ ૧૬૦૦ બેડની હોસ્પીટલમાં ૫૦ હજારથી વધુ સર્જરી સાથે ૧.૨૨ લાખ લોકોને ઇન્ડોર સારવાર ૩૫ લાખથી વધુ લેબ ટેસ્ટ,૩૪ હજારથી વધુ એક્સ-રે કરવામાં આવ્યા સિવિલમાં આઈ.સી.યુ.ના ૨૦૫ બેડ સહીત કુલ ૧૬૧૮ બેડની કેપેસીટી ૧૪ સુપર સ્પેશિયાલિસ્ટ,૨૭૩ સ્પેશિયાલિસ્ટ,૪૮૨ રેસિડન્ટ ડોક્ટર્સ સેવાર્થે ૯૦ મેડિકલ ઓફિસર્સ,૭૩૩ નર્સિંગ સહીત અન્ય […]
સાવરકુંડલા તાલુકાના થોરડી ખાતે આવેલ શ્રી નિવાસી અંધવિદ્યાલયમાં ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી
શ્રી નિવાસી અંધવિદ્યાલય અને લોકવિદ્યામંદિર-થોરડી, તા- સાવરકુંડલા જી. અમરેલીમાં ૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ ” પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.” “આઝાદી અમર રહો” અને ‘મિલે સૂર મેરા તુમ્હારા’ના શિર્ષક હેઠળ સંસ્થા પરિસરમાં ‘પંચપર્વ’કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં…૧-રાષ્ટ્રધ્વજ વંદના, ૨-મેદાની કાર્યક્રમ,૩-સાંસ્કૃતિક કાર્યક્રમ, ૪-વિદ્યાર્થી સન્માન ૫-વાલી સંમેલન જેવા કાર્યક્રમો યોજાયા હતા. સંસ્થામાં ચાલતી છાત્રાલયના ગૃહમાતા ભાનુબેન […]
પ્રાચી તીર્થ ખાતે સુત્રાપાડા પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો
પ્રાચી તીર્થ ખાતે ટ્રાફિક અવરનેશ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુત્રાપાડા પી આઈ એમ જી પટેલ સાહેબ દ્વારા ટ્રાફિક સમસ્યા ને લગતા મુદ્દા ઓ ની સમજ આપી હતી જેમાં રોંગ સાઈડ વાહન ન ચલાવો, હેલ્મેટ કાયમી ઉપયોગ મા લેવું, વાહનના પાછળના ભાગે રેડિયમ પટ્ટી રિફ્લેકટર લગાવવું, ઓવર સ્પીડમાં વાહન ન ચલાવો, સીટબેલ નો […]
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલ એસએમજીકે શૈક્ષણિક સંકુલમાં ક્વીઝ સ્પર્ધા યોજાઈ
એસ.એમ.જી.કે શૈક્ષણિક સંકુલમાં ધોરણ ૬ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સામાજીક વિજ્ઞાન વિષયમાંથી પ્રશ્નોતરી (ક્વીઝ)ની સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં ટીમ એ. વિજેતા બનતાં સંકુલના શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા.. મૌલિક શૈક્ષણિક વિચારધારાના વિકાસ માટે આવી ક્વીઝ સ્પર્ધાઓ અગત્યનો ભાગ ભજવે છે. બિપીન પાંધી સાવરકુંડલા
છેલ્લા આંઠ વર્ષથી પેરોલ રજા પરથી ફરાર પાકા કામના કેદીને સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામેથી ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ
ઈમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ પેરોલ/ ફર્લો/ વચગાળા જામીન તથા જેલ ફરારી અને પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ હોય તેવા કેદીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ સુચના કરતા જે.ડી.રાઠોડ પોલીસ સબ ઈન્સ્પેકટર પેરોલ ફર્લો સ્કવોડ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ ચીલોડા સી.ટી.પોલીસ સ્ટેશન 1 ગુ.૨.નં.૧૭/૨૦૧૨ ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬, ૧૧૪ મુજબ આરોપીએ ચૌદ વર્ષની […]










