અમદાવાદમાં શહેરમાં દીકરીને એન્જિનિયરિંગમાં એડમિશન અપાવવાનું સપનું જોઈ રહેલા તબીબને વોટ્સએપ પર સંપર્ક કરનારા શખ્સોએ વિશ્વાસમાં લઈને 15.50 લાખ રૂપિયા ખંખેરી લીધા છે. બીટ્સેટમાં ઓછા માર્ક્સ આવ્યા હોવાથી દીકરીનું એડમિશન થઈ શક્યું નહોતું.આ દરમિયાન નિહારીકા શર્મા અને પ્રતિક ગુપ્તાએ સંપર્ક કરીને બીટ્સ પિલાણીમાં વિદેશી વિદ્યાર્થીઓ માટેની ખાલી સીટમાં એડમિશન કરાવી આપવાની વાત કરી હતી. શરૂઆતમાં […]
Author: JKJGS
મેનેજરનું ક્રેડિટ કાર્ડમાં ઇમેલ આઇડી બદલી નાખ્યું
નારણપુરા વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સ કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર સાથે લાખો રૂપિયાની ઓનલાઇન ક્રેડિટ કાર્ડ ફ્રોડની ઘટના સામે આવી છે. અજાણ્યા ગઠિયાઓએ કોઈપણ પ્રકારના OTP વગર આધેડના અમેરિકન એક્સપ્રેસના બે ક્રેડિટ કાર્ડમાં રજિસ્ટર્ડ ઈમેલ આઈડી બદલી નાખ્યું હતું અને બંને કાર્ડનો સંપૂર્ણ એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ ગઠિયાઓએ મેનેજરની જાણ બહાર ક્રેડિટ કાર્ડ્સમાંથી રૂ. 17.12 […]
46 હજારથી વધુ ખેલૈયાઓ એક સાથે ગરબે ઘૂમ્યા – વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો,
વડોદરા નવરાત્રિ પહેલા જ ગરબાના રંગે રંગાઈ ગયું અને યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં ગઈકાલે રાતે(7 ઓક્ટોબર) 46,818 ખેલૈયાઓએ એક સાથે ગરબે ઘૂમીને ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. સિંગર અતુલ પુરોહિત ઉર્ફે અતુલ દાદાએ ‘આવી નવ નવ રાત્રિ રે…’ ગાતા જ ખૈલેયાઓ માઝા મુકીને ઝૂમી ઉઠ્યા હતાં. આ ઉપરાંત 4 થીમ પર 3 હજાર […]
સરકાર સામે મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ યથાવત
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત મહેસૂલી મંડળની પડતર માંગણીઓનો ઉકેલ નહીં લાવવામાં આવતા વડોદરા જિલ્લાના 380 મહેસૂલી કર્મચારીઓ બે દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉતરી ગયા છે. આજે બીજા દિવસે કર્મચારીઓએ સુંદરકાંડ અને રામધૂન કરી હતી. વડોદરા મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે, આજે અમારી અચોક્કસ મુદતની હડતાલનો બીજો દિવસ છે. આ હડતાલ દરમિયાન […]
જંગલેશ્વરમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સામે જોવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી કરી પ્રૌઢની હત્યા નિપજાવવા કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બે અને ભક્તિનગર પોલીસે ત્રણ મળી કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડી તમામને ઘટના સ્થળ પર લઇ જઈ રિકંસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આ સમયે પીઆઇ પરમાર દ્વારા ઉપસ્થિત લોકોને ટકોર કરવામાં આવી હતી કે, અહીંયા કોઈ ડોન નથી ગુનો […]
ધોરાજીમાં ASP દ્વારા નવરાત્રી સુરક્ષા બેઠક યોજાઈ
નવરાત્રીના પર્વને લઈને ધોરાજી ડિવિઝન કચેરી ખાતે ASP દ્વારા એક અગત્યની બેઠક યોજાઈ હતી. આગામી નવરાત્રી દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા આયોજકોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. આ બેઠકમાં ધોરાજી ડિવિઝનના અધિકારીઓ હાજર રહ્યા હતા. શહેરના વિવિધ ગરબી આયોજકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન નવરાત્રીમાં કાયદો અને […]
રાજકોટનાં ફનવર્લ્ડમાં સ્લમ વિસ્તારનાં 500થી વધારે બાળકોની કિલકારીઓ ગુંજી ઉઠી, સ્વ. પિતા વિજય રૂપાણીને પુત્ર ઋષભે યાદ કર્યા
રાજકોટના રેસકોર્સ ફનવર્લ્ડ ખાતે યોજાયેલા ‘બાલ સંગમ’ કાર્યક્રમમાં સ્લમ વિસ્તારના 500 થી વધુ ગરીબ બાળકોની કિલકારીઓ ગુંજી ઉઠતા વાતાવરણ અત્યંત ભાવુક અને આનંદમય બની ગયું હતું. પૂજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા છેલ્લા 29 વર્ષથી સ્વ. પૂજીત રૂપાણીના જન્મદિવસે યોજાતા આ કાર્યક્રમમાં આધુનિક રાઈડ્સની મજા માણી બાળકોના ચહેરા પર અનોખી ખુશી છવાઈ ગઈ હતી. આ તકે લાલો […]
ભાવનગરમાં 2 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
ભાવનગર મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે ચિત્રા GIDC અને સિંધુનગરમાં દરોડા પાડીને રૂ. 4 લાખની કિંમતનું 2 ટન પ્રતિબંધિત પ્લાસ્ટિક સીઝ કર્યું છે. ચિત્રા GIDC સ્થિત ‘શ્રીજી પેકેજિંગ’માંથી 70 માઇક્રોનના પ્લાસ્ટિક પર 120 માઇક્રોનનું બોગસ પ્રિન્ટિંગ કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે, જ્યારે સિંધુનગરના જીતેન્દ્ર જનરલ સ્ટોર્સ માંથી કાળા ઝબલા અને પ્લાસ્ટિકના વાસણો જપ્ત કરી બંને […]
ત્રાપજ ગમખ્વાર અકસ્માત મામલે SP એક્શનમાં
ભાવનગર જિલ્લાના ત્રાપજ ગામ નજીક ગતરોજ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક (SP) દ્વારા સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે 5 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવાનો મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે. પાર્ક કરેલા ટ્રક પાછળ બોલેરો ઘૂસી જતા 7ના થયા હતા […]
જામનગરમાં સરકારી સસ્તા અનાજની શંકાસ્પદ હેરાફેરી ઝડપાઈ
જામનગર શહેરમાં સરકારી સસ્તા અનાજની શંકાસ્પદ હેરાફેરી ઝડપાઈ છે. સિટી ‘બી’ ડિવિઝન પોલીસે બેડી બંદર રોડ પરથી 3,000 કિલો ઘઉંનો જથ્થો પકડ્યો છે. આ કેસમાં પાંચ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. વહેલી સવારે પોલીસ ટીમ પાણાખાણ-બેડી બંદર રોડ પર પેટ્રોલિંગમાં હતી. તે સમયે શંકાસ્પદ વાહન (GJ-10-AT-4747)ને રોકી તપાસ કરાઈ. વાહનમાંથી 3,000 કિલો ઘઉં મળતા પોલીસે […]










