International

બાંગ્લાદેશે પાકિસ્તાન માટે સીધી હવાઈ સેવા શરૂ કરવાનો ર્નિણય લીધો

બાંગ્લાદેશે પાકિસ્તાન સાથે મિત્રતા ગાઢ કરવાની દિશામાં વધુ એક મોટું પગલું ભર્યું બાંગ્લાદેશે પાકિસ્તાન સાથે મિત્રતા ગાઢ કરવાની દિશામાં જે પગલું ભર્યું છે જેની તમામ દેશો દ્વારા નોંધ પણ લેવામાં આવી છે. બાંગ્લાદેશે તેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે બંને દેશો વચ્ચે સીધી હવાઈ સેવા શરૂ કરવાનો ર્નિણય લીધો છે. પાકિસ્તાનમાં બાંગ્લાદેશના હાઈ કમિશનરે રવિવારે […]

International

નાઇઝીરિયામાં એક ફ્યુઅલ ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ; ૧૬થી વધુ લોકોના મોત

નેશનલ રોડ સેફ્ટી એજન્સીના જણાવ્યા અનુસાર, નાઇઝીરિયાના દક્ષિણપૂર્વીય એનુગુ રાજ્યમાં એક ટેન્કરની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ અને ડ્રાઈવરે કાબુ ગુમાવી દીધો. ટેન્કરે એક્સપ્રેસ વે પર એક ડઝનથી વધુ વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઇંધણ ટેન્કર ફાટ્યું હતું. ફેડરલ રોડ સેફ્ટી કોર્પ્સના પ્રવક્તા, ઓલુસેગુન ઓગુંગબેમિડેએ જણાવ્યું હતું કે ટેન્કર વિસ્ફોટમાં ૧૬થી વધુ લોકોએ જીવ […]

International

સુદાનના અલ ફાશર શહેરમાં એક હોસ્પિટલ પર મોટા હુમલો

ફરી એક વાર સુદાનમાં માહોલ તંગ થયો છે, આ ઘટના સુદાનના અલ ફાશર શહેરમાં એક હોસ્પિટલ પર મોટા હુમલો થયો હતો. આ હુમલા ની ઘટના બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઉૐર્ં) અનુસાર આ હુમલામાં ૭૦ લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. ઉૐર્ંના વડાએ રવિવારે આ માહિતી આપી. ઉૐર્ંના ડાયરેક્ટર જનરલ […]

Gujarat

હરણી બોટ દુર્ઘટનામાં છેલ્લી હિયરિંગ યોજાઈ

હરણી બોટ દુર્ઘટનામાં 27 જાન્યુઆરીએ એસડીએમ કચેરીમાં છેલ્લી હિયરિંગ યોજાઈ હતી. જેમાં ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા અને પીડિતો દ્વારા ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ બોગસ પુરાવા રજૂ કર્યા હોવાથી તેની તપાસ થાય તે માટે મૃતક શિક્ષિકાઓના પતિ અને પુત્રે 2 સોગંદનામાં રજૂ કર્યાં હતાં. જ્યારે દુર્ઘટનામાં કેટલું વળતર ચૂકવાશે તે 30 જાન્યુઆરીએ એસડીએમ દ્વારા જાહેર કરવામાં આવશે. […]

Gujarat

16 ફેબ્રુઆરીએ પેટાચૂંટણી હોવાથી બજેટ માર્ચમાં રજૂ કરાશે; ત્રણ ઝોનના વિકાસ કામોમાં બ્રેક લાગી

વોર્ડ નંબર-18 (લિંબાયત-પરવટ-કુંભારીયા)ની ખાલી બેઠક માટે 16 ફેબ્રુઆરીએ પેટાચૂંટણી યોજાનાર છે, જેના કારણે સુરત મહાનગરપાલિકાનું વાર્ષિક બજેટ રજૂ કરવાનો નિર્ણય માર્ચ સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. આચારસંહિતા લાગુ થવાથી ઉધના, લિંબાયત અને વરાછા-એ ઝોનના વિકાસકામો પણ અટકી ગયા છે. વિકાસકામો અને બજેટ પર અસર આચારસંહિતા 21 ફેબ્રુઆરી સુધી લાગુ રહેશે, જેના કારણે આ ત્રણ ઝોનમાં […]

Gujarat

દેશમાં પહેલીવાર 1.34 લાખ લોકોએ ટિકિટ ખરીદી કૉન્સર્ટ નિહાળી હોય એવો સૌથી મોટો શૉ

બ્રિટિશ રૉક બેન્ડ કોલ્ડપ્લેના અમદાવાદમાં બે લાઇવ શૉએ નવો રેકોર્ડ રચ્યો છે. રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી કૉન્સર્ટમાં રેકોર્ડબ્રેક 1.34 લાખ લોકો ઉપસ્થિત હતા. દેશમાં પહેલીવાર ટિકિટ ખરીદીને 1.34 લાખ લોકોએ કૉન્સર્ટ માણી હોય એવું બન્યું છે. આ આંકડો ખુદ કોલ્ડપ્લેએ સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હતો. આ સાથે પહેલીવાર ટિકિટથી પ્રવેશ મળે એવી કૉન્સર્ટે […]

Gujarat

જામકંડોરણામાં 511 પાટીદાર યુગલના પ્રભુતામાં પગલાં

જામકંડોરણા ખાતે પ્રેમનું પાનેતર સમુહ લગ્નોત્સવ ધામેધુમે પૂર્ણ થયો હતો અને લેઉઆ પટેલ સમાજના 511 યુગલએ પ્રભુતામાં પગલા માંડયા હતા એક સાથે તમામ વરરાજાનો વિરાટ વરઘોડો વિન્ટેજ કારમાં નિકળ્યો હતો, જે ભારે દર્શનીય બન્યો હતો. ગામેગામથી આવેલા ત્રણ લાખથી વધુ લોકોએ પ્રસંગને માણ્યો હતો અને પોણા બે લાખથી વધુ લોકોએ મહાપ્રસાદ લીધો હતો. જામકંડોરણા ખાતે […]

Gujarat

ડેન્ગ્યુના 2, ઝાડા-ઊલટી, તાવ,શરદીના 1937 કેસ નોંધાયા

રાજકોટ શહેરમાં ઠંડી અને લગ્નગાળાની પૂરબહાર મોસમ વચ્ચે રોગચાળો પણ ચિંતાજક હદે વકર્યો છે. સરકારી અને ખાનગી દવાખાનામાં દર્દીઓની કતારો લાગતી જોવા મળી રહી છે. ગત સપ્તાહે મચ્છરજન્ય રોગચાળાના એકપણ કેસ ન નોંધાયા બાદ છેલ્લા સપ્તાહમાં ચિકનગુનિયાના 1 અને ડેન્ગ્યુના 2 કેસ સરકારી દવાખાનામાં નોંધાયા છે. આ ઉપરાંત ઝાડા-ઊલટી, તાવ, શરદી-ઉધરસના 1937 જેટલા કેસ નોંધાયા […]

Gujarat

વહેલી સવારે 5 વાગ્યે લાગેલી આગ પર ફાયર બ્રિગેડે 2 કલાકની જહેમત બાદ કાબૂ મેળવ્યો

ભાવનગર જિલ્લાના પાલીતાણામાં આજે વહેલી સવારે એક ઓઇલ મિલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પાલીતાણા-ભાવનગર રોડ પર આવેલી એમ.જે. યુનિટ ઓઇલ મિલમાં સવારે 5 વાગ્યા આસપાસ આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં જ પાલીતાણા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના અધિકારી મયંકભાઈના જણાવ્યા અનુસાર, આગનું સ્વરૂપ વિકરાળ હોવાથી […]

Gujarat

ગાંધીનગરમાં ધો.10-12ના 44,000થી વધુ વિદ્યાર્થીઓ માટે 1લી ફેબ્રુઆરીથી બોર્ડ પેટર્ન મુજબ પ્રેક્ટિસ પરીક્ષાનું આયોજન

ગાંધીનગર જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ પહેલાં વિદ્યાર્થીઓને વધુ સારી તૈયારી કરાવવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. જિલ્લાની શાળાઓમાં 1લી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પેટર્ન મુજબની પ્રેક્ટિસ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષા માટે જિલ્લાના 50થી વધુ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા બોર્ડ સ્ટાઈલના પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રશ્નપત્રોની PDF તમામ […]