Gujarat

અમદાવાદમાં તિરંગા યાત્રામાં શૈક્ષણિક સંસ્થાઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા

અમદાવાદમાં રાષ્ટ્રીય એકતા અને સુરક્ષાની ભાવના સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં શુભમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડૉ. પ્રહલાદભાઈ પરમાર અને દેવીબેન પરમારે ભાગ લીધો હતો. શુભમ શાન્તમ અને સોહમ કોલેજના વિદ્યાર્થીઓએ પણ યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કલાપીનગરના નાગરિકો પણ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા. યાત્રામાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, નાગરિકો અને […]

Gujarat

ઇન્સ્ટાગ્રામ પર PM મોદીના ફોટા સાથે અપમાનજનક વીડિયો પોસ્ટ કર્યો, સાયબર ક્રાઇમે કેસ કર્યો

જામનગરમાં સાયબર ક્રાઈમ પોલીસે સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી કન્ટેન્ટ પોસ્ટ કરનાર યુવકની ધરપકડ કરી છે. આરોપી નાજીમભાઈ ઉર્ફે લાજીમ ગજિયા (ઉંમર 22) સચાણા ગામનો રહેવાસી છે. 13 મે 2025ના રોજ સાંજે 7:25 વાગ્યે આરોપીએ પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર એક વિવાદાસ્પદ વીડિયો અપલોડ કર્યો હતો. વીડિયોમાં તેણે ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના […]

Gujarat

જામનગરમાં ભાજપના મંત્રીના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન, વિજય શાહના ફોટા પર પગ મૂકી વિરોધ વ્યક્ત કર્યો

ઓપરેશન સિંદુરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ગુજરાતના વતની કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ મધ્યપ્રદેશના ભાજપ મંત્રી વિજય શાહની વિવાદિત ટિપ્પણીનો વિરોધ વધી રહ્યો છે. જામનગરમાં કોંગ્રેસના કાર્યકરોએ આજે આક્રોશપૂર્ણ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ વિજય શાહના ફોટા પર પગ મૂકી વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે મંત્રી વિજય શાહને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માગણી કરી છે. ભારતીય સેનામાં ફરજ […]

Sports

ક્વોલિફાયર-2 પણ નમો સ્ટેડિયમમાં રમાવવાની શક્યતા, લીગ 17 મેના રોજ ફરી શરૂ થશે

IPL 2025 ની ફાઇનલ અને ક્વોલિફાયર 2 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. લીગની ફાઈનલ ૩ જૂને રમાશે. એક દિવસ પહેલા, BCCIએ IPLના બાકીના 13 મેચનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. પરંતુ પ્લેઓફ સ્થળો નક્કી થયા ન હતા. ક્રિકબઝના અહેવાલ મુજબ, અમદાવાદને 1 જૂને યોજાનારી ક્વોલિફાયર-2 અને 3 જૂને રમાનારી ફાઈનલ મેચનું આયોજન કરવા માટે પસંદ […]

Entertainment

લાપતા લેડીઝમાં ફૂલ કુમારીની ભૂમિકા ભજવીને પ્રખ્યાત થયેલી ૧૭ વર્ષની નિતાંશી કાનના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કરશે

આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર અને ઐશ્વર્યા રાય પણ રેડ કાર્પેટ પર દેખાશે આ વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલ બૉલીવુડ માટે ખાસ રહેવાનું છે, મેટ ગાલા અને લોરિયલ પેરિસ જેવા ફેશન ઇવેન્ટ્સમાં ભાગ લઈ ચૂકેલી આલિયા ભટ્ટ હવે કાન ફેસ્ટીવલમાં પણ ભાગ લેશે. તાજેતરમાં, અભિનેત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો કે તે આ વખતે કાન ફેસ્ટીવલમાં ડેબ્યૂ […]

Entertainment

ફિલ્મ ‘કાંતારા ૨‘ ના કલાકાર રાકેશ પુજારીને હાર્ટ એટેક આવતાં મોત

ફિલ્મમેકર ઋષભ શેટ્ટી માટે વધુ એક મોટા આંચકા સ્વરૂપ દુખણાં સમાચાર આવ્યા છે, ફિલ્મ ‘કાંતારા ટૂ‘નું શૂટિંગ શરુ થયું ત્યારથી આ ફિલ્મનાં યુનિટને એક પછી એક ટ્રેજેડીનો અનુભવ થઈ રહ્યો છે. અગાઉ શૂટિંગની ટીમને બસ અકસ્માત, બાદમાં હજુ થોડા દિવસો પહેલાં એક કલાકારનું ડૂબી જતાં મોત અને હવે એક કલાકારનું ૩૪ વર્ષની વયે જ હાર્ટ […]

Entertainment

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ વૃંદાવન ખાતે પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા પહોંચ્યા વિરાટ અને અનુષ્કા

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે (૧૨ મે) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ પત્ની અનુષ્કા સાથે વૃંદાવન પહોંચ્યા હતા. બંને જણ સંત પ્રેમાનંદજી મહારાજને મળવા પહોંચ્યા હતાં. ભારતીય ક્રિકેટ ટીમનો દિગ્ગજ અને શ્રેષ્ઠ ખેલાડી વિરાટ કોહલી ટેસ્ટ ફોર્મેટમાં સૌથી સફળ કેપ્ટન રહ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી કોહલીના રિટાયરમેન્ટની ચર્ચાઓ ચાલી રહી હતી. […]

National

જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ, પાકિસ્તાન PoK ખાલી કરે: વિદેશ મંત્રાલય

પાકિસ્તાનની ગોળીનો જવાબ ગોળીથી જ આપીશુ, સીઝફાયર વાર્તામાં ટ્રેડનો ઉલ્લેખ નથી ભારત સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પષ્ટ કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર સંબંધિત કોઈપણ મુદ્દો ફક્ત ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રીતે ઉકેલાશે, તેમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા રહેશે નહીં ત્યારબાદ હવે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે, ‘પાકિસ્તાને ગેરકાયદે રીતે કબજે […]

National

પહેલગામ આતંકવાદી હુમલો: J&K સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓના પોસ્ટર લગાવ્યા, ૨૦ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓના પોસ્ટર લગાવ્યા છે, જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા, તેમની ધરપકડ કરવા પોલીસે અને સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા છે. તેમજ તેની બાતમી આપનારા માટે રૂ. ૨૦ લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાદળોની ટીમે મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી […]

National

કોલકાતાથી મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની અફવાથી દોડધામ બાદ એક મુસાફરની ધરપકડ

પશ્ચિમ બંગાળના કોલકતાથી મહારાષ્ટ્રના મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાથી અફવાથી દોડધામ મચી જવા પામી હતી તે પછી આ મામલે એક મુસાફરની ધરપકડ પણ કરવામાં આવી છે. આ ઘટના મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે કોલકાતાથી મુંબઈ જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એ સમયે અફરા- તફરી મચી ગઈ હતી જ્યારે ટેકઓફ પહેલા એક મુસાફરે ફ્લાઈટમાં બોમ્બ હોવાની […]