International

અમેરિકાના મિલવૌકીમાં ૧ ઇમારતમાં ભીષણ આગની ઘટના; ૪ના મોત, ૪ લોકો ગંભીર રીતે ઘાયલ

અમેરિકામાં ફરી એકવાર મોટી આગની ઘટના બની હતી જેમાં મિલવૌકીમાં એક ઇમારતમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી. એક નાની જગ્યાએ લાગેલી આગ ઝડપથી ફેલાઈ ગઈ અને એક પછી એક અનેક ફ્લોર આ આગની લપેટમાં આવી ગયા. રવિવારે સર્જાયેલી આ દુર્ઘટનામાં ૪ લોકોના મોત થયા છે અને ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ […]

International

ડોનાલ્ડ ટ્રમ્પના રાજદૂતે પુષ્ટિ આપી છે કે, હમાસ ગાઝામાં છેલ્લા જીવિત યુએસ બંધક એડન એલેક્ઝાંડરને મુક્ત કરવા સંમત થયા

હમાસે જણાવ્યું હતું કે ગાઝામાં છેલ્લા જીવિત અમેરિકન બંધક, એડન એલેક્ઝાન્ડરને યુદ્ધવિરામ સ્થાપિત કરવાના પ્રયાસોના ભાગ રૂપે મુક્ત કરવામાં આવશે, ઇઝરાયલ દ્વારા નાકાબંધી કરાયેલા પ્રદેશમાં ક્રોસિંગ ફરીથી ખોલવામાં આવશે અને સહાય પહોંચાડવાનું ફરી શરૂ કરવામાં આવશે. હમાસના બે અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે તેઓ આગામી ૪૮ કલાકમાં મુક્તિની અપેક્ષા રાખે છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના […]

National

ભારત સરકારે કરી માલદીવને ૫૦ મિલિયન ડોલરની સહાય

ફરી એકવાર ભારતે પૂરું પાડી સહાય ભારત સરકારે ફરી એકવાર પાડોશી દેશની મદદ કરી છે, ભારતે માલદીવને ૫૦ મિલિયન ડોલરની સહાય કરી છે. મુઈજ્જુ સરકારે લોન સહાય માટે અપીલ કરતા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ માલદીવના નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા ૫૦ મિલિયન યુએસ ડોલરના સરકારી ટ્રેઝરી બિલને વધુ એક વર્ષ માટે લંબાવી દીધું છે. માલદીવના […]

International

પાકિસ્તાનમાં ૪.૬ ની તીવ્રતાનો ભૂકંપ

પાકિસ્તાનમાં કુદરતો પ્રકોપ યથાવત છે. અઠવાડિયામાં ત્રીજી વખત અહીં ભૂકંપ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ વખતે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. X પરની એક પોસ્ટમાં, NCS એ કહ્યું, “EQ of M: 4.6, તારીખ: ૧૨/૦૫/૨૦૨૫ ૧૩:૨૬:૩૨ IST, અક્ષાંશ: ૨૯.૧૨ N, લાંબો: ૬૭.૨૬ ઈ, ઊંડાઈ: ૧૦ Km, સ્થાન: પાકિસ્તાન.” ભૂકંપની તીવ્રતા ૪.૬ નોંધાઈ હતી […]

Gujarat

આજનું રાશિફળ (13/05/2025)

મેષ આજે કામના સ્થળનું તથા ઘરનું દબાણ તમને ગુસ્સાહાળા સ્વભાવના બનાવશે. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. ખુશખુશાલ-ઊર્જાસભર-પ્રેમાળ મૂડમાં-તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે. આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મુકશે. આ પરમ સુખને માણો. […]

Gujarat

ભારત-પાક તણાવને લઈને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સ્નિફર ડોગની ટીમે તપાસ હાથ ધરી

ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્તમાન તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગરમાં સુરક્ષા એજન્સીઓએ સતર્કતા વધારી દીધી છે. આ અંતર્ગત આજે સવારે જામનગરના હંગામી એસટી ડેપો ખાતે વિશેષ સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમે એસટી બસોની અંદર અને બહાર ઝીણવટભરી તપાસ કરી હતી. સ્નિફર ડોગની મદદથી બસ ડિવિઝનના તમામ વિસ્તારોનું ચેકિંગ કરવામાં આવ્યું […]

Gujarat

ક્રાઈમ બ્રાન્ચે બોગસ દસ્તાવેજથી બનાવેલા પાસપોર્ટ સાથે બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી, 4 શંકાસ્પદની પણ અટક

બાંગ્લાદેશીઓના 500થી વધુ પાસપોર્ટ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી છે. ચંડોળા તળાવ પર બુલડોઝર ફેરવ્યા બાદ ગેરકાયદે વસવાટ કરતા લોકોની ક્રાઇમ બ્રાન્ચે તપાસ સરૂ કરી હતી. જેમાં 500થી વધુ પાસપોર્ટની વિગતો પાસપોર્ટ કચેરી દ્વારા મળી હતી. ક્રાઇમ બ્રાન્ચે પાસપોર્ટની વિગતોની ચકાસણી શરૂ કરી છે, જેમાં ત્રણ પાસપોર્ટ બોગસ ડોક્યુમેન્ટના આધારે બની ગયા […]

Gujarat

નિવૃત જીવન ગુજારતા વ્યક્તિના ઘરમાં ચોરી કરનારને એક મહિલા સહિત ૨ લોકોની ધરપકડ

અમદાવાદની મણિનગર પોલીસને ઘરફોડ ચોરીનો ઉકેલવામાં મળી સફળતા પોલીસ સામે તપાસમાં ચોરીનું એક્ટિવા લઈને બીજી ચોરી કરવા ગયા હતાની કબૂલાત અમદાવાદની મણિનગર પોલીસને ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલવામાં મોટી સફળતા મળી છે, સ્વામિનારાયણ મંદિરની પાસેની પંચવટી સોસાયટીમાં રહેતા અને નિવૃત જીવન ગુજારતા ફરિયાદી અનિલભાઈ ઘનશ્યામભાઈ ભાવસારના રહેણાંક મકાનના દરવાજાનું તાળું તોડી, પ્રવેશ કરી, અજાણ્યા આરોપીઓ મકાનમાં […]

Gujarat

હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં આગામી ૨ દિવસ કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગ ની જાણકારી અનુસાર આગામી ૨ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના વાતાવરણમાં પલટો જાેવા મળ્યો છે. ત્યારે વાદળછાયું વાતાવરણ હોવાના કારણે વિઝિબિલિટી ઘટી છે. ગુજરાતમાં રવિવારે (૧૧મી મે) ૫૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની આગાહી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ૧૨ મેના રોજ […]

Gujarat

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસ: ગુજરાત હાઇકોર્ટે માતાની સારવાર માટે ૭ દિવસના હંગામી જામીન આપ્યા

અંડવાદના બહુ ચર્ચિત ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેલમાં રહેલા આરોપી તથ્ય પટેલ માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે સાત દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. તથ્યએ તેની માતા બીમાર હોવાથી સારવાર માટે જામીન અરજી કરી હતી. હાઈકોર્ટ આ મામલે તથ્યના હંગામી જામીન મંજૂર કર્યા છે, ત્યારે તથ્યની સાથે ત્રણ પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે તેવું જણાવાયું […]