ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધતા તણાવને પગલે ઇન્ડિયન પ્રીમિયર લીગ એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી છે. ગુરુવારની નાટકીય ઘટનાઓ પછી – જ્યાં ધર્મશાળાના HPCA સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની રમત અધવચ્ચે જ છોડી દેવી પડી હતી – IPL 2025 માં સામાન્ય સ્થિતિ પાછી આવવાની અપેક્ષા હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી […]
Author: JKJGS
દેશમાં વર્તમાન માહોલના કારણે ‘ભૂલચૂક માફ’ ફિલ્મની શુક્રવારની રીલિઝ છેલ્લી ઘડીએ રદ
દેશમાં હાલના સમયને ધ્યાનમાં રાખીને વામિકા ગબ્બી તથા રાજકુમાર રાવની ફિલ્મ ‘ભૂલચૂક માફ‘ની થિયેટર રીલિઝ છેલ્લી ઘડીએ રદ કરી દેવામાં આવી છે. આ ફિલ્મ આવતીકાલે શુક્રવારે જ થિયેટરમાં રજૂ થવાની હતી. તેને બદલે હવે સીધા તા. ૧૬મીએ ઓટીટી પર રીલિઝ કરવાની જાહેરાત કરાઈ છે. જાેકે, ટ્રેડ વર્તુળોના જણાવ્યા અનુસાર યુદ્ધ માહોલનું તો બહાનું છે. વાસ્તવમાં […]
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પૂંછમાં પાકિસ્તાનના ગોળીબારમાં ઘાયલ થયેલા લોકોને મળ્યા
ભારતીય સેના ના ઓપરેશન સિંદૂરમાં ૯ આતંકવાદી ઠેકાણાઓનો નાશ અને ૯૦ થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા બાદ પાકિસ્તાન ગભરાટની સ્થિતિમાં છે. આ દરમિયાન, ગુરુવારે (૮ મે, ૨૦૨૫) ના રોજ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ભારતીય અને પાકિસ્તાની સેના વચ્ચે ગોળીબાર થયો હતો. આ ગોળીબારમાં ભારતીય સેનાના એક સૈનિકને ગોળી વાગી હતી અને તે શહીદ થઈ ગયા હતા. તેમજ […]
દેશભરમાં પેટ્રોલ-ડીઝલ અને LGPનો પર્યાપ્ત ભંડાર છે, કોઈપણ પ્રકારની ગભરાહટમાં ખરીદી કરી સ્ટોક કરવાની જરૂર નથી
પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન માટે લીધેલા કડક પગલાં બાદ ગુરુવારે બન્ને દેશો વચ્ચે તણાવ વધતાં, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે દેશવાસીઓને આશ્વાસન આપ્યું છે કે, દેશભરમાં પેટ્રોલ-ડીઝલ અને LGPનો પર્યાપ્ત ભંડાર છે, જે માટે કોઈપણ પ્રકારની ગભરાહટમાં ખરીદી કરી સ્ટોક કરવાની જરૂર નથી. ઇન્ડિયન ઓઇલની સપ્લાઇ લાઇન સરળતાથી કામ કરી રહી છે […]
ગૃહ મંત્રાલય દ્વારા રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને જરૂર પડે ઈમરજન્સી પાવરનો ઉપયોગ કરવાની સત્તા અપાઈ
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં ગૃહ મંત્રાલયનો મોટો ર્નિણય ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ સ્થિતિમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી સરહદી જિલ્લામાં સુરક્ષાની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો […]
સિંધુ જળ સંધિ સસ્પેન્શન: ‘સહાયકતા સિવાય કોઈ ભૂમિકા ભજવવાની નથી‘, વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા કહે છે
વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ શુક્રવારે (૯ મે) સિંધુ જળ સંધિના સસ્પેન્શન પર પોતાના મંતવ્યો શેર કર્યા, જેને ભારત દ્વારા સ્થગિત કરવામાં આવ્યું હતું, જે ૨૨ એપ્રિલ (મંગળવાર) ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકોના મોત બાદ કરવામાં આવ્યું હતું, જેમાં મોટાભાગના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આ મામલે વિશ્વ બેંકનું મહત્ત્વનું […]
ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મોટી બેઠક યોજી, ત્રણેય સૈન્ય પ્રમુખ અને CDS રહ્યા હાજર
ગુરુવારે રાત્રે ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં અનેક લશ્કરી ઠેકાણે ડ્રોન અને મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતે આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. એવામાં શુક્રવારે ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મોટી બેઠક યોજી છે. આ સમગ્ર ઘટના પર, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે સાઉથ બ્લોકમાં સીડીએસ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાના વડાઓ સાથે પરિસ્થિતિની […]
બલૂચિસ્તાનમાં લોકોએ પોતાના ઘરો અને ઓફિસો પરથી પાક. ઝંડો હટાવી બલોચ ધ્વજ ફરકાવ્યો
કંગાળ પાકિસ્તાનમાં તો અંદર અંદર જ ડખા, ફેરવેલ ટુ પાકિસ્તાન, વેલકમ ટુ બલૂચિસ્તાન કંગાળ પાકિસ્તાની સૈન્યને હાલત ખુબજ કફોળી થઈ ગઈ છે. પૂર્વીય સરહદે ભારત સામે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે ત્યારે બલૂચિસ્તાનમાં બલોચ બળવાખોરો પાકિસ્તાની સૈન્ય સામે તેનું આક્રમણ પૂર જાેશમાં વધાર્યું છે. ભારત સાથે સરહદ પર યુદ્ધ વચ્ચે પાકિસ્તાની સૈન્ય ગૃહયુદ્ધનો પણ સામનો કરી […]
ભારત-પાકિસ્તાન સંઘર્ષ પર અમેરિકાના ઉપ પ્રમુખ જેડી વાન્સની મોટી ટિપ્પણી: ‘આપણાથી કોઈ લેવાદેવા નથી, અમેરિકા તેમાં દખલ કરશે નહીં‘
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં અમેરિકાના ઉપ પ્રમુખ જે.ડી. વેન્સે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકા સામેલ નહીં થાય. અમારે યુદ્ધ સાથે કોઈ લેવા દેવા નથી.’ એક ટીવી ઈન્ટરવ્યૂમાં જે.ડી. વેન્સે આ નિવેદન આપ્યું. કાશ્મીરના પહલગામમાં મોટા આતંકી હુમલા […]
અમેરિકાના રોબર્ટ પ્રિવોસ્ટ કેથોલિક ચર્ચના નવા પોપ હશે, તેમને પોપ લીઓ XIV નામ
કેથોલિક ચર્ચના કાર્ડિનલ્સે આગામી પોપની પસંદગી કરી, નવા પોપની થઈ જાહેરાત ગુરૂવારે ૮ મે, ૨૦૨૫ના રોજ વેટિકન સિટીમાં સિસ્ટાઇન ચેપલની ચીમનીમાંથી સફેદ ધુમાડાના ગોટેગોટા નીકળ્યા છે. આનો અર્થ એ થયો કે કેથોલિક ચર્ચના કાર્ડિનલ્સે આગામી પોપની પસંદગી કરી છે. પોપ લિઓ સેન્ટ પીટર્સ બેસિલિકાની સેન્ટ્રલ બાલકનીમાં આવ્યા. જ્યાં સિસ્ટન ચેપલની ચીમનીમાંથી સફેદ ધુમાડો નીકળ્યો. આશરે […]










