કચ્છના નાના રણમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટાએ મોટી ચિંતા સર્જી છે. વાવાઝોડા સાથે આવેલા વરસાદે રણમાં રહેલા 7 લાખ મેટ્રિક ટન મીઠા માટે મોટું જોખમ ઊભું કર્યું છે. ખારાઘોડા સોલ્ટ એસોસિએશનના પૂર્વ પ્રમુખ હિંગોરભાઈ રબારીના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 7.54 લાખ મેટ્રિક ટન મીઠું ખારાઘોડા ગંજે પહોંચાડવામાં આવ્યું છે. જૂનો સ્ટોક 2.5થી 3 […]
Author: JKJGS
પરિવાર સૂતો હતો ત્યારે છત તૂટી પડી, પત્ની પાણી પીવા બહાર જતાં બચાવ થયો
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના આદરીયાણા ગામમાં એક મકાનની છત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ગત મોડી સાંજે જોરદાર પવન અને વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી હતી. ભારે કડાકા અને વીજળીના ચમકારા વચ્ચે વરસાદ પડી રહ્યો હતો. વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. રાત્રે દશરથ દજુ પંચાલ ઘરમાં સૂતા હતા. તેમના પત્ની પાણી પીવા માટે […]
શ્રી પ્રકાશ મગદુમે રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો
શ્રી પ્રકાશ મગદુમે સોમવારે રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ (NFDC) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. શ્રી મગદુમ ૧૯૯૯ બેચના ભારતીય માહિતી અધિકારી સેવા અધિકારી છે. આ પહેલા, શ્રી મગદુમે અમદાવાદમાં પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો અને સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન ના અધિક મહાનિર્દેશક તરીકે સેવા આપી હતી. બે દાયકાની શાનદાર કારકિર્દી દરમિયાન, શ્રી મગદુમે પુણેમાં રાષ્ટ્રીય […]
હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધરમસિંહ છોકરની મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા ધરપકડ
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા હરિયાણા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધરમસિંહ છોકરની મની લોન્ડરિંગ કેસમાં રાષ્ટ્રીય રાજધાની ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય અને તેમની કંપની પર દિનદયાલ આવાસ યોજના હેઠળ આશરે રૂ. ૧૫૦૦ કરોડનો મની લોન્ડરિંગનો આરોપ છે. ધરમસિંહ હરિયાણાના સમાલખા વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસ ધારાસભ્ય રહી ચૂક્યા છે. ઈડીના અધિકારીઓ દ્વારા તેમના ઘર અને ઓફિસોમાં દરોડા […]
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરની બહાર ભીષણ આગની ઘટના, સદનસીબે મોટી જાનહાનિ નથી થઈ
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના ગેટ નંબર ૧ પર આગની ઘટના સામે આવી છે. અહીં અચાનક આગ લાગવાની ઘટનાથી અફરાતફરી મચી હતી. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘણી મહેનત બાદ આગ પર કાબુ મેળવી શકાયો છે. આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. જાેકે, પોલીસ તપાસ કરે પછી […]
પુતિને પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવા માટે પીએમ મોદીને ફોન કર્યો, ભારત આવવાનું આમંત્રણ સ્વીકાર્યું
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે પીએમ નરેન્દ્ર મોદીને ફોન કરીને જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી. ફોન પર, રશિયન રાષ્ટ્રપતિએ નિર્દોષ લોકોના જીવ ગુમાવવા પર ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. રશિયન રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ઘૃણાસ્પદ હુમલાના ગુનેગારો અને […]
ચાર ધામ યાત્રા માટે હવામાન આગાહી: ઉત્તરાખંડમાં ૬ થી ૮ મે દરમિયાન ભારે વરસાદ અને તોફાનની સંભાવના
પવિત્ર ચાર ધામ યાત્રા એ ભારતમાં સૌથી વધુ રાહ જાેવાતી યાત્રાઓમાંની એક છે, જે દર વર્ષે લાખો ભક્તોને ઉત્તરાખંડના ઉચ્ચ હિમાલય ક્ષેત્રમાં આવેલા યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના પવિત્ર તીર્થસ્થાનોમાં આકર્ષે છે. જાેકે, આ યાત્રાની સફળતામાં હવામાન પરિસ્થિતિઓ ઘણીવાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યાત્રાળુઓને તેમની મુલાકાતનું આયોજન કરવામાં મદદ કરવા માટે, હવામાન વિભાગે ૬ મે […]
જંગલો આપણા ફેફસાં છે, જંગલો આબોહવાનું નિયમન કરે છે, આપત્તિઓને અટકાવે છે અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને ટેકો આપે છે: ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિએ સિરસીમાં ફોરેસ્ટ્રી કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો આપણી વૈદિક સંસ્કૃતિએ હજારો વર્ષોથી ટકાઉપણુંનો ઉપદેશ આપ્યો છે: ઉપરાષ્ટ્રપતિ ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે કહ્યું હતું કે, “ જંગલો અત્યંત મહત્વપૂર્ણ છે. જંગલો આપણા ફેફસાં છે. જાે કોઈ દેશના જંગલો સારી સ્થિતિમાં હોય, તો ત્યાના લોકો સારા સ્વાસ્થ્યનો આનંદ માણશે – કારણ કે જંગલો ફેફસાં છે. […]
પંજાબના ગુરદાસપુરમાં સરહદ નજીક એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ, પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો
સરહદ સુરક્ષાના એક મોટા ઉલ્લંઘનમાં, ૩-૪ મેની મધ્યરાત્રિ દરમિયાન, પંજાબના ગુરદાસપુર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા એક પાકિસ્તાની નાગરિકને બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. પાકિસ્તાનના ગુજરાંવાલા જિલ્લાના રહેવાસી અને મુહમ્મદ અજમલના પુત્ર હુસ્નૈન તરીકે ઓળખાતા ઘુસણખોરને બોર્ડર પિલર નંબર ૬૩/એમ ની સંરેખણમાં સરહદ સુરક્ષા વાડની આગળ, ફાલ્કુ નાલા નજીક ભારતીય ક્ષેત્રમાં […]
હજ ૨૦૨૫: સાઉદી અરેબિયાએ નિયમોના ઉલ્લંઘન માટે કડક દંડની જાહેરાત કરી
વિશ્વના વિવિધ ખૂણાઓથી હજ યાત્રા માટે યાત્રાળુઓ રવાના થવા લાગ્યા છે, ત્યારે સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે વાર્ષિક હજ યાત્રાની પવિત્રતા જાળવવા અને અનધિકૃત ભાગીદારી સામે કડક કાર્યવાહી કરવા માટે નક્કી કરાયેલા કડક પગલાંનું ઉલ્લંઘન કરનારા વ્યક્તિઓ માટે દંડની જાહેરાત કરી છે. અધિકારીઓ દ્વારા એક એડવાયઝરી જારી કરવામાં આવી છે જેમાં યોગ્ય પરમિટ વિના હજ કરવાનો […]










