યુ.પી.આઇ ફ્રોડની છેતરપીંડીથી બચીએ સાયબર ક્રાઇમ સામે લડત આપવા માટે સૌ પ્રથમ કોઇપણ નાણાંકીય છેતરપીંડી થઇ હોય તો તુંરત આ નાણાંકીય નુંકશાન થતુ અટકાવવા માટે ૧૯૩૦ ડાયલ કરીને ફરીયાદ નોંધાવી શકાય છે. આ ઉપરાંત www.cybercrime.gov.in પર ઓનલાઇન ફરીયાદ નોંધાવી શકાય છે. આજના ડીજીટલ યુગમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગને પગલે સાયબર ક્રાઇમના ગુન્હાઓ પણ વધી રહ્યા છે. […]
Author: JKJGS
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લેતા કેન્દ્ર સરકારના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિર્દેશક શ્રી અનુરાગ ગર્ગ
સમાજ પર વિશેષ પ્રભાવ પાડતા લોકો નશામુક્તિ અભિયાનમાં સહભાગી થાય તે જરૂરી: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિર્દેશક શ્રી અનુરાગ ગર્ગએ રાજભવન-ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ ‘નશામુક્ત ગુજરાત‘ અંગે શ્રી ગર્ગ સાથે ગહન ચિંતન કર્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ […]
મતદાર યાદીમાં સુધારો કરવા મતદાર નોંધણી અધિકારીઓને મૃત્યુ નોંધણીની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે
ભારતના ચૂંટણી પંચ દ્વારા ત્રણ નવી પહેલ નાગરિકો સરળતાથી ઓળખી શકે તે માટે પ્રત્યેક બુથ લેવલ ઑફિસર્સને ફોટો ઓળખપત્ર અપાશે; વોટર ઈન્ફોર્મેશન સ્લિપની ડિઝાઈન વધુ વોટર ફ્રેન્ડલી બનાવાશે મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજવા માટે કટિબદ્ધ ભારતના ચૂંટણી પંચ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને વધુ સુલભ બનાવવા સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ દ્વારા ક્ષતિરહિત મતદાર […]
ગુજરાત હાઇકોર્ટમાં સાત નવા જસ્ટિસની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી
ગુજરાત હાઇકોર્ટને સાત નવા ન્યાયાધીશ મળ્યા છે. આ સાત જજનાં નામ પર અગાઉ સુપ્રીમ કોર્ટની કોલેજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી હતી. અગાઉ હાઇકોર્ટમાં ૩૧ જસ્ટિસ હતા, પરંતુ હવે ૭ નવા જસ્ટિસ મળતાં આ સંખ્યા વધીને ૩૮ થઇ ગઇ છે. નવા નિમણૂક કરાયેલા તમામ જસ્ટિસ આગામી દિવસોમાં શપથ લેશે. આ સાથે હવે ગુજરાત રાજ્યની ન્યાયિક પ્રક્રિયામાં […]
કર્ણાટકના હાવેરીમાં સરકારી બસના ડ્રાઇવરે નમાઝ પઢવા અધવચ્ચે સરકારી બસ અટકાવી; તપાસના આદેશ
કર્ણાટકના હાવેરી જિલ્લામાં એક સરકારી બસ ડ્રાઇવર દ્વારા ફરજ દરમિયાન બસને અધવચ્ચે રોકીને નમાજ પઢવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કર્ણાટક પરિવહન વિભાગે તપાસના આદેશ આપ્યા છે. ડ્રાઇવરના આ પગલાંથી મુસાફરોને અસુવિધા થઈ અને કેટલાક મુસાફરોએ આ અંગે ફરિયાદ નોંધાવી છે અને તપાસ ના આદેશ આપવામાં આવ્યા […]
અમૃતસરમાં BSF એ આતંકવાદી કાવતરું નિષ્ફળ બનાવ્યું, પાકિસ્તાન સરહદ નજીક હથિયારોનો જથ્થો મળી આવ્યો
જમ્મુ-કાશ્મીરના પહેલગામ પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ વચ્ચે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનોએ પંજાબના અમૃતસરમાં એક આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવ્યો અને મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો. આ મામલે અધિકારીઓએ જણાવ્યું હતું કે, અમૃતસર જિલ્લાના ભરોપાલ ગામમાં પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આ જપ્તી કરવામાં […]
ઉત્તરાખંડના નૈનિતાલમાં ૧૨ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ તોડફોડ અને પથ્થરમારાની ઘટના
ઉત્તરાખંડના નૈનિતાલમાંથી એક ચોંકાવનારી ઘટના બની હતી જેના કારણે આખા દેશમાં લોકોના મનમાં દુ:ખની લાગણી જાેવા મળી હતી. આ ઘટના ની વાત કરી એ તો નૈનિતાલમાં ૧૨ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટનામાં ૭૬ વર્ષીય ઉસ્માન લાંબા નામ ના વ્યક્તિ પર આરોપ છે કે, તેના દ્વારા લાંબા સમય સુધી નાની બાળકી […]
કોર્ટના આદેશને ઘોળીને પી ગયા વેપારી બાબા રામદેવ: દિલ્હી હાઇકોર્ટ
શરબત જેહાદ વિવાદમાં બાબા રામદેવને દિલ્હી કોર્ટની ફટકાર શરબત જેહાદ વિવાદમાં યોગ ગુરુ અને પતંજલીના સંસ્થાપક બાબા રામદેવને દિલ્હી હાઇકોર્ટે ફટકાર લગાવી છે. કોર્ટના આદેશને ઘોળીને પી ગયા વેપારી બાબા રામદેવ. મનાઈ છતાં વિવાદિત વીડિયો પોસ્ટ કરતાં કોર્ટ લાલઘૂમ થઇ છે. હમદર્દની રૂહ અફ્ઝા બ્રાન્ડ સંદર્ભે ટિપ્પણીથી વિવાદ થયો હતો. અગાઉ કોર્ટે હમદર્દના રુહ અફઝા […]
ભૂતપૂર્વ IM આતંકવાદી અમ્માર યાશરની ઝારખંડ એટીએસ દ્વારા ધરપકડ
ઝારખંડ એટીએસની ટીમ દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુત-તહરિરના વધુ એક શંકાસ્પદ, અમ્માર યાશરની ધનબાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. તેમજ પોલીસને તેની પાસેથી પ્રતિબંધિત સંગઠન સાથે સંબંધિત ઘણા શંકાસ્પદ દસ્તાવેજાે મળી આવ્યા છે. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તે પહેલા ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે સંકળાયેલો હતો. આ આરોપમાં ૨૦૧૪ માં જાેધપુર પોલીસે તેમની ધરપકડ કરી હતી […]
એર માર્શલ એસપી ધારકર ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે નિવૃત્ત થયા
એર માર્શલ એસપી ધારકર ૪૦ વર્ષની દેશસેવા પૂર્ણ કર્યા બાદ ૩૦ એપ્રિલ ૨૦૨૫ના રોજ ભારતીય વાયુસેના IAFમાંથી વાઇસ ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે નિવૃત્ત થયા. એર માર્શલ ધારકરને ૧૪ જૂન ૧૯૮૫ના રોજ IAFના ફાઇટર સ્ટ્રીમમાં ફ્લાઇંગ પાઇલટ તરીકે કમિશન આપવામાં આવ્યું હતું અને તેમણે IAFના વિવિધ વિમાનોમાં ૩૬૦૦ કલાકથી વધુ સમય ઉડાન ભરી હતી. […]










