Gujarat

207 વાહનો સામે કાર્યવાહી, 7 કારની કાળી ફિલ્મ દૂર કરાઈ, 6300નો દંડ વસૂલાયો

આદિપુર પોલીસ સ્ટેશને વિશેષ નાઈટ પેટ્રોલિંગ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું હતું. પોલીસે મુંદ્રા સર્કલ આદિપુર પાસે વાહનોની ચેકિંગ હાથ ધરી હતી. આ ડ્રાઈવ દરમિયાન પોલીસે કુલ 207 વાહનધારા ભંગના કેસ નોંધ્યા હતા. તેમાં 13 એન.સી. કેસ નોંધાયા હતા. પોલીસે કુલ રૂ. 6300નો સ્થળ દંડ વસૂલ્યો હતો. વિશેષમાં, પોલીસે કાળા કાચવાળી ગાડીઓની તપાસ કરી હતી. આ […]

Gujarat

ઊંચાપાનના જેસીંગપુરામાં માર્ગ પર થતી ગટર લાઇન જોખમરૂપ

છોટાઉદેપુ જિલ્લાના બોડેલી તાલુકાના ઊંચાપાન જેસીંગપુરા ફળિયામાં ઊંચાપાનથી ડુંગરવાટ જતા મુખ્ય માર્ગ પર સાઇટ સોલ્ડરની બાજુમાં જ લાખો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર લાઇનનું ખોદકામ કરતાં તે બિન ઉપયોગી બનાવાઇ રહી હોવાની ચર્ચાએ સ્થાનિકોમાં જોર પકડ્યું છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર જેસીંગપુરામાં બનાવવામાં આવી રહેલી ભૂગર્ભ ગટર લાઈન અહીંયા બિન ઉપયોગી હોય એમ લાગી રહ્યું છે. […]

Gujarat

પોશીનાના ટેબડા ગામનો પરિવાર અંબાજીથી બાબરી પતાવી પરત ફરતાં અકસ્માત નડ્યો

અંબાજીમાં બાબરીની વિધિ પતાવી મંગળવારે પરત ફરતા સાંબરકાંઠા જીલ્લાના પોશીના તાલુકાના ટેબડા ગામના પરિવારની ઇકોવાન રાણપુર ઘાટીમાં પલટી ગઈ હતી. અકસ્માતમાં આઠ વ્યકિતઓને ઇજા થતાં 108 દ્વારા અંબાજીની આદ્ય શક્તિ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બે મુસાફરો ગંભીર હોઇ વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. પોશીના તાલુકાના ટેબડા ગામનો પરિવાર મંગળવારે અંબાજી ખાતે બાબરીની […]

Gujarat

23 એપ્રિલે નિશાન યાત્રા અને ભજન સંધ્યા સહિત અનેક કાર્યક્રમો યોજાશે

અંબાજી ખાતે બાબા શ્રીખાટુ શ્યામજીનો ત્રીજો વાર્ષિક મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે. 23 એપ્રિલના રોજ સવારે 8:30 કલાકે શક્તિદ્વારથી નિશાન યાત્રાનો પ્રારંભ થશે. મૈત્રી અંબે ગાર્ડનમાં સાંજે 7:30 કલાકે ભવ્ય શ્યામ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં બાબા શ્રી ખાટુ શ્યામજીનો અલૌકિક દરબાર સજાવવામાં આવશે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા ખાસ હાજરી આપશે. કાર્યક્રમમાં કોલકતાના […]

Gujarat

શ્રદ્ધાળુઓ માટે પાણી, છાસ, એર કૂલર અને મંડપની સુવિધા ઉપલબ્ધ

અંબાજી મંદિર ટ્રસ્ટે ઉનાળાની કાળઝાળ ગરમીમાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરી છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના જણાવ્યા મુજબ, મંદિર પરિસરમાં અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટે પ્રવેશદ્વાર, ચાચર ચોક અને મંદિર પરિસરમાં પીવાનું પાણી, ઠંડી છાસ, વોટર અને એર કૂલર, મંડપ અને વોટર સ્પ્રિનકલર ફુવારાની વ્યવસ્થા કરી છે. શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ […]

Gujarat

બ્લેક સ્પોટ્સ પર અકસ્માત રોકવા સાઈનેજ, સ્પીડ બ્રેકર અને વૃક્ષ કટિંગની સૂચના

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માર્ગ સલામતીને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક મળી હતી. કલેક્ટરે બેઠકમાં અગાઉની મીટિંગમાં થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે જિલ્લામાં આવેલા બ્લેક સ્પોટ્સ પર અકસ્માતો અટકાવવા માટે વિશેષ સૂચનાઓ આપી હતી. માર્ગ સલામતી માટે સાઈનેજ મૂકવા, સ્પીડ […]

Gujarat

કથિત ઔદ્યોગિક પ્રદૂષણથી ખેડૂતો પાયમાલ

ઓખામંડળ તાલુકામાં કથિત ઔદ્યોગિક પ્રદુષણથી ખેડૂતો પાયમાલ થયા હોવાની ફરીયાદ સાથે પ્રાંત અધિકારીને આવેદન પાઠવી પગલાંની માંગ કરાઇ છે. ઓખામંડળ તાલુકામાં નાના-મોટા ઔદ્યોગિક એકમો દ્વારા કથિત રીતે પ્રદુષણ ફેલાવવાને લીધે આ વિસ્તારના ખેડૂતો પાયમાલ થયા હોવાની ફરીયાદ સાથે મંગળવારે દ્વારકા પ્રાંત અધિકારીને કિસાન કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવી નકકર પગલાં લેવા માંગણી કરાઈ છે. આવેદનમાં જણાવ્યાનુસાર […]

Gujarat

દ્વારકામાં CNG સ્ટેશનના અભાવે વાહનધારકોને વ્યાપક મુશ્કેલી

યાત્રાધામ દ્વારકામાં સી.એન.જી. પંપ ઉપલબ્ધ ન હોવાના કારણે સી.એન.જી. રીક્ષા ચાલકો તેમજ અન્ય ગેસ આધારિત વાહનોને ગેસ ફીલીંગ કરવા માટે આશરે 30 કિમી દૂર કુરંગા સુધી ધકકો ખાવો પડે છે. આથી દ્વારકાના સી.એન.જી. રીક્ષાચાલકો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પાઠવી તેમની સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ છે. આ રજૂઆતમાં જણાવ્યાનુસાર દ્વારકા આસપાસ સીએનજી પંપના અભાવે ગેસ […]

Gujarat

આરોપીને બે વર્ષની કેદ અને રૂ.15.82 લાખ વળતરનો આદેશ, મજૂર મોકલવાના બહાને ઠગાઈ કરનારની ધરપકડ

ખંભાળિયામાં એક મહત્વપૂર્ણ ચેક રિટર્ન કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. એ.ટી. ચાવડા એન્ડ કંપનીના પ્રોપરાઈટર અશોક તેજશીભાઈ ચાવડા સામે કોર્ટે બે વર્ષની કેદની સજા ફટકારી છે. કેસની વિગતો મુજબ, ફરિયાદી કમલેશભાઈ પાલાભાઈ વિંઝુડાને આરોપી પાસેથી કુલ રૂપિયા 15,82,000ની રકમ લેવાની હતી. આરોપીએ આ રકમ ન ચૂકવતા ખંભાળિયાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ […]

Gujarat

4 દિવસમાં 51 કિલોમીટર સુધી દંડવત પ્રણામ સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, બેહ ગામમાં 30 એપ્રિલે જુંગીવારા ધામનો નવમો પાટોત્સવ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામના ચિત્રકાર અરવિંદભાઈ ખાણધરે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે કેનેડીથી ટોબર, દ્વારકા સુધીની 51 કિલોમીટરની યાત્રા દરમિયાન અદભુત કામગીરી કરી છે. 14 દિવસના સમયગાળામાં તેમણે 24,123 દંડવત પ્રણામ સાથે પેઇન્ટિંગ કર્યું. આ અનોખી સિદ્ધિ માટે વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાએ તેમને પ્રમાણપત્રથી સન્માનિત કર્યા છે. અમદાવાદના ટાઇટેનિયમ સિટી સેન્ટર […]