Gujarat

ચીપ્સ સિસ્ટમે સ્પર્ધકોને હરાવ્યાં; 20 રાજ્યના 570+માંથી અસલી વિજેતાઓને ટ્રોફી અને પુરસ્કાર હજુ બાકી

17મી અખિલ ભારતીય ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ભારતના 20 રાજ્યમાંથી 570થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ટેક્નિકલ ખામીના કારણે ઘણા હકદાર વિજેતાઓને અવગણવામાં આવ્યા હતા અને ખોટી રીતે બીજા સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, તંત્રે આ ખામી સ્વીકારી અને સમિતિ રચીને 20 દિવસ પછી નવા વિજેતાઓ જાહેર કર્યા હતા. પોલીસ દોડ અને અન્ય […]

Gujarat

દેલવાડા ગામે માર્ગનું કામ અધૂરું, સ્કૂલ રિક્ષા બંધ થઈ

દેલવાડા ગામે માર્ગનું કામ તંત્રએ અધુરૂં મૂકી દેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં છે છતાં તંત્ર ઊંઘી રહ્યું છે. ઊનાના દેલવાડા ગામે મનરેગા યોજના હેઠળ બાલા હનુમાનજી મંદિર થી રામપરા સિમ હદ સુધી અંદાજીત 1155000/ ના ખર્ચે મેટલ રોડ બનાવવા માટેનું કામ શરૂ થયું હતું. આ કામ ચાલુ થતાં બાલા હનુમાનજી વિસ્તાર સરકારી […]

Gujarat

પ્રાંસલી યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ

પ્રાસલી યાર્ડમાં ચણાની ખરીદીની શરૂઆત થતા ખેડૂતોમાં રાહત પ્રસરી હતી. સુત્રાપાડા એ.પી.એમ.સી. પ્રાંસલી માર્કેટિંગ યાર્ડમાં ચણા ની સરકારી ટેકાના ભાવ પ્રતિ મણ 20 કિલોના રૂ. 1130/- થી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ તકે સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિલીપભાઇ બારડ સહિતના હાજર રહ્યા હતા.ચણાના ઉત્પાદકો તમામ ખેડૂતોને થયેલ રજીસ્ટ્રેશન મુજબ મેસેજ મોકલવામાં આવશે તે પ્રમાણે ખેડૂત […]

Gujarat

17,514 બોટલ દારૂ કેસમાં વધુ ત્રણ આરોપી ઝડપાયા, નવસારી જેલમાંથી કસ્ટડી લેવાઈ

મોરબી એલસીબી પોલીસે 1.11 કરોડના દારૂ કેસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓને નવસારી જેલમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ગત જાન્યુઆરીમાં મોરબી નજીક શનાળા ગામની સીમમાં આનંદ પાર્ટી પ્લોટની પાછળ આવેલા ભૂમિ ગોડાઉનમાંથી એસએમસીની ટીમે દારૂનો મોટો જથ્થો પકડ્યો હતો. આ દરોડામાં 17,514 દારૂની બોટલ, ત્રણ વાહન, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને […]

Gujarat

દ્વારકાનાં લોવરારી ગામે શ્રી સમતુલી માતાજી મંદિરે શ્રીરામ કથા જ્ઞાન યજ્ઞ મહોત્સવનું ભવ્ય આયોજન

દ્વારકા તાલુકાનાં લોવરારી ગામે શ્રીસમતુલી માતાજીનાં મંદિર પટાંગણમાં શ્રી રામકથા જ્ઞાન મહોત્સવ નું આગામી તા.28/4/25 સોમવાર ને વૈશાખ સુદ એકમનાં શુભારંભ થશે. આ કથાનો સમય સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 રહેશે. શ્રીસમતુલી માતાજી સેવા સમિતિ દ્વારા આયોજિત આ જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ ઉપર દ્વારકા વાળા કાનદાસ બાપુ દુધરેજીયા બિરાજમાન થઈને શ્રોતાઓને રામકથાનું […]

Gujarat

આજનું રાશિફળ (23/04/2025)

મેષ આજે તમને પ્રેરણા આપતી લાગણીઓને ઓળખજો. ભય, શંકા, ગુસ્સો, લાલચ વગેરે જેવી નકારાત્મક લાગણીઓને તમારે છોડી દેવી જોઈએ, કેમ કે આ લાગણીઓ લોહચુંબકની જેમ કામ કરે છે, તમને જે જોઈએ છે તેનાથી વિરૂદ્ધ બાબતને તેઓ આકર્ષે છે. ધન ના મહત્વ ને તમે ઘણી સારી રીતે સમજો છો તેથી આજ ના દિવસે તમારા વડે બચાવેલું […]

Gujarat

અંકલેશ્વરની કેમિકલ કંપની સામે ગુનો, એસિડિક કેમિકલ સાથે ચાર આરોપી ઝડપાયા

આમોદ તાલુકાના સરભણ ગામની સીમમાં હેઝાર્ડ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરવાના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અંકલેશ્વરની સિદ્ધી સમ્રાટ ડાય કેમિકલ પ્રા.લિ. સામે ગુનો નોંધી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગત જૂન માસમાં સરભણ ગામની સીમમાંથી હેઝાર્ડ વેસ્ટ ભરેલું એક ટેન્કર પકડાયું હતું. પોલ્યુશન કંટ્રોલ બોર્ડના તાજેતરના રિપોર્ટમાં કેમિકલમાં એસિડનું પ્રમાણ વધુ હોવાનું સામે […]

Gujarat

ભરૂચમાં મુસ્લિમ સમાજનું શાંતિપૂર્ણ પ્રદર્શન, ક્તોપોર બજારની દુકાનો બંધ રહી

ભરૂચ શહેરમાં આજે વકફ એમેન્ડમેન્ટ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના વિરોધમાં શાંતિપૂર્ણ ધરણા યોજાયા હતા. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ભરૂચ બહુજન હિતરક્ષક સમિતિ અને સમસ્ત મુસ્લિમ સમાજનો સહયોગ મળ્યો હતો. APMC માર્કેટ સામેના મેદાનમાં યોજાયેલા ધરણામાં મુસ્લિમ સમાજના યુવાનો અને વડીલોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. […]

Gujarat

રાત્રે બે વાગ્યે લાગેલી આગ પર 30 હજાર લીટર પાણીનો મારો ચલાવી ચાર કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી

હિંમતનગરના ગાંભોઈ-ભિલોડા રોડ પર આવેલી હેલીફેક્સ ગ્રીનટેક નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં મોટી આગ લાગી હતી. સોમવારે રાત્રે બે વાગ્યાની આસપાસ ફેક્ટરીના બહારના ભાગમાં અચાનક આગ લાગી હતી. ફેક્ટરીના બહારના ભાગમાં કાચો માલ અને પ્લાસ્ટિક હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગાંભોઈ પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હિંમતનગર ફાયર વિભાગની […]

Gujarat

સવારે નાનાભાઈએ મોટાની હત્યા કરી, બપોરે ચૂપચાપ દફન વિધિ કરી, ત્રીજા ભાઈએ પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો

નવાબંદર મરીન પોલીસ અધિકારી વી કે ઝાલાને હત્યાની જાણ થતાં ઉનામાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહર સિંહ જાડેજા હાજર હોય તાત્કાલિક જાણ કરી ડીવાયએસપી ચૌધરી તેમજ એલસીબી પીઆઇ જાડેજા ઉના પોલીસનો મોટો કાફલો દોડી ગયો હતો હત્યા ની હકીકત પર્દાફાશ થતાં પ્રાન્ત અધિકારી અને મામલતદાર ને બોલાવી તેમની હાજરી માં મૃતક હનિફ ની લાશ […]