બોલીવુડના સ્ટાર કપલ દીપિકા પદુકોણ અને રણવીર સિંહ પુત્રી દુઆ સાથે જલદી મુંબઇના બાંદરા બેન્ડસ્ટેન્ડના નવા ઘરમાં શિફ્ટ થશે. બાંદરાના બેન્ડસ્ટેડ દરિયા કિનારા પાસે આવેલા હાઇરાઇઝ બિલ્ડિંગમાં તેમણે ૧૬થી ૧૯ એમ ચાર માળનો ક્વાડ્રૂપ્લેક્સ તૈયાર કરાવ્યો છે. જે કુલ ૧૧,૨૬૬ સ્કે. ફૂટમાં ફેલાયેલો છે. ૧,૩૦૦ સ્કે. ફૂટની ટેરેસ પણ તેમાં આવેલી છે. દીપિકા અને રણવીરનાં […]
Author: JKJGS
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનના નેજા હેઠળ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની મુખ્ય પરિયોજનાઓની સમીક્ષા કરી
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટિલે નવી દિલ્હીમાં જલ શક્તિ મંત્રાલય દ્વારા સમર્થિત અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (ડબલ્યુઆઇઆઇ) દ્વારા અમલમાં મૂકવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં મંત્રાલય અને ડબ્લ્યુઆઈઆઈના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન (એનએમસીજી) અને ડબલ્યુઆઈઆઈ દ્વારા જળચર જૈવવિવિધતાને પુન:સ્થાપિત […]
આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે FSSAI ના ટકાઉ પેકેજિંગ પર રાષ્ટ્રીય હિસ્સેદાર પરામર્શનું ઉદ્ઘાટન કર્યું
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રતાપરાવ ગણપતરાવ જાધવે ૧૬ એપ્રિલ ૨૦૨૫ના રોજ મુંબઈ ખાતે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા આયોજિત “સસ્ટેનેબલ પેકેજિંગ ફોર ફૂડ બિઝનેસ: ઇમર્જિંગ ગ્લોબલ ટ્રેન્ડ્સ એન્ડ રેગ્યુલેટરી ફ્રેમવર્ક” પર રાષ્ટ્રીય હિસ્સેદાર પરામર્શનું ઉદ્ઘાટન કર્યું. શ્રી જાધવે પોતાના સંબોધનમાં ખાદ્ય પદાર્થોના ટકાઉ પેકેજિંગના વધતા મહત્વ પર પ્રકાશ […]
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે મધ્યપ્રદેશના નીમચમાં સીઆરપીએફ ડે પરેડ – ૨૦૨૫ને સંબોધન કર્યું
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, કેન્દ્રએ તમામ ઝ્રછઁહ્લ માટે અનેક કલ્યાણકારી પગલાં લીધાં છે કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે મધ્ય પ્રદેશના નીમચ ખાતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ડે પરેડને મુખ્ય અતિથિ તરીકે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવ અને સીઆરપીએફના મહાનિદેશક સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. […]
ગંગોત્રી-યમુનોત્રી માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરવાની યોજના પણ તૈયાર
આ વર્ષે ૮ એપ્રિલથી પવિત્ર ચારધામ યાત્રા માટે બુકિંગ શરૂ થતાંની સાથે જ આખા મહિનાની સીટો થોડા કલાકોમાં જ ભરાઈ ગઈ છે. ઉત્તરાખંડના નાગરિક ઉડ્ડયન વિભાગના અધિક સચિવ સોનિકા મીણાએ જણાવ્યું હતું કે આ વખતે યાત્રા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી રહી છે. હેલી ચાર્ટર અને શટલ સેવાઓ પર કડક નજર રાખવામાં આવી […]
ગાંધી પરિવાર વારસાગત ભ્રષ્ટ અને વારસાગત ચોર છે, તે કહેવું ખોટું નથી: ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયા
ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર ભાજપના આકરા પ્રહારો કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર ભાજપ દ્વારા ફરી એકવાર ભ્રષ્ટાચાર મુદ્દે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા જેમાં, પ્રવક્તા ગૌરવ ભાટિયાએ રૉબર્ટ વાડ્રાને ભૂ-માફિયા ગણાવી આક્ષેપ કર્યો છે કે, ‘તેમણે ખેડૂતોની જમીન હડપી લીધી. તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધી કહ્યું કે, તેઓ નેશનલ હેરાલ્ડ કેસમાં […]
મેરઠના અકબરપુર સાદાત ગામમાં મહિલા એ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી પછી સાંપના કરડવાથી મોતનું કાવતરું ઘડ્યું
મેરઠમાંથી વધુ એક મોટો હત્યાકાંડ સામે આવ્યો છે જેમાં અકબરપુર સાદાત ગામમાં એક મહિલાએ પોતાના પ્રેમીની મદદથી પોતાના જ પતિની હત્યા કરી અને પછી એવું નાટક રચ્યું જેનાથી લોકોને એવું જ લાગે કે તેનું મૃત્યુ સાંપના કરડવાથી થયું છે. હત્યા છુપાવવા માટે મૃતક અમિત કશ્યપના પલંગ નીચે સાંપ છોડી દેવામાં આવ્યો હતો. પહેલી નજરે તો […]
હૈદરાબાદમાં ૧૦૦ એકરમાં બેફામ રીતે વૃક્ષો કાપવા બદલ સુપ્રીમ કોર્ટે તેલંગાણાની કોંગ્રેસ સરકારનો ઉધડો લીધો
યોગ્ય ઓથોરિટીની મંજૂરી વગર જ તેલંગાણા ના હૈદરાબાદમાં ૧૦૦ એકરમાં બેફામ રીતે વૃક્ષો કાપવા બદલ સુપ્રીમ કોર્ટે તેલંગાણાની કોંગ્રેસ સરકારનો ઉધડો લીધો હતો. સુપ્રીમે કહ્યું હતું કે ૧૦૦ એકરમાં ફેલાયેલા જંગલનો નાશ કરવા માટે તમારા જે બુલડોઝર તૈનાત છે તેના પર અમારુ ધ્યાન છે, જાે તમારે કોઇ બાંધકામ કરવું હતું તો પહેલા મંજૂરી લીધી હોત, […]
૧ મે, ૨૦૨૫થી FASTagના સ્થાને એક નવી સેટેલાઈટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ થશે
દેશમાં નેશનલ હાઈવે પર વસૂલાતા ટોલ ટેક્સ પર સરકારનો મોટો ર્નિણય દેશમાં નેશનલ હાઈવે પર વસૂલવામાં આવતા ટોલ ટેક્સ પર હવે કેન્દ્ર સરકારે એક મોટો ર્નિણય લીધો છે જેમાં ૧ મે, ૨૦૨૫થી FASTag ના સ્થાને એક નવી સેટેલાઈટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અંગે […]
વક્ફ કાયદા પર સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ આપતા ૭ દિવસમાં કેન્દ્ર સરકારે જવાબ આપવો પડશે
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કડક નિર્દેશ: આગામી સુનાવણી સુધીમાં કોઈ વક્ફ બાય યુઝર પ્રોપર્ટીને ડી નોટિફાઇ નહીં કરી શકાય સુપ્રીમ કોર્ટમાં બુધવારે (૧૬ એપ્રિલ)ના રોજ વક્ફ સુધારા અધિનિયમ, ૨૦૨૫ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે સતત બીજા દિવસે વક્ફ સુધારા અધિનિયમ ૨૦૨૫ પર સુનાવણી શરુ થઈ ચૂકી છે. સુપ્રીમ […]










