રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ધોરાજી ખાતે “નારી વંદન સપ્તાહ” અંતર્ગત એક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૮૦૦થી વધુ વિદ્યાર્થિનીઓને મહિલા સુરક્ષા, સાયબર ક્રાઇમ, કલ્યાણકારી યોજનાઓ અને આરોગ્યલક્ષી માહિતી આપવામાં આવી હતી. ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. ઠાકોર અને ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.આર. પટેલે નાગરિકોની […]
Gujarat
જન્માષ્ટમી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલશે
રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આગામી 2થી 6 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટનો સૌથી મોટો જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો યોજાવાનો છે. ત્યારે દરરોજ સાંજના 4થી 8 કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલશે. આ સાથે જ નામાંકિત લોક કલાકારો પણ લોકસાહિત્યનો રસથાળ પીરસશે. સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવા ઈચ્છુક કલાકારો અને સંસ્થાઓ પાસે અરજીઓ મંગાવવાનું શરૂ કરાયું છે. રાજકોટ જિલ્લા યુવા વિકાસ […]
ભણવા બાબતે પિતાએ ઠપકો આપતા નર્સિંગના છાત્રે અને બીમારીથી કંટાળી મહિલાએ ગળેફાંસો ખાધો
રાજકોટમાં વધુ બે આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં પ્રથમ બનાવમાં વીરડા વાજડી ગામે રહેતા અને નર્સિંગનો અભ્યાસ કરતા છાત્રને પિતાએ વાંચન કરવા બાબતે ઠપકો આપતા ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. જયારે બીજા બનાવમાં વિનોદનગર ક્વાર્ટરની સામે ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા મહિલાએ બીમારીથી કંટાળી ગળેફાંસો ખાધો છે. બંને મૃતદેહને પોસમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ […]
ખાનગી કોલેજની લેબ આસિસ્ટન્ટ યુવતી બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ
રાજકોટની એક ખાનગી કોલેજમાં લેબ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી અને મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારની વતની યુવતીએ ગળાપોંસ ખાવાનો કે ઝેર પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતાં તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ બનાવ અંગેની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ મથકની ટીમે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી, જ્યાં યુવતી પાસેથી […]
કાલાવડ પોલીસે ફેસબુક વીડિયોથી કડી મેળવી; ઓપરેશન મિલાપ હેઠળ પરિવાર સાથે મિલાપ કરાવ્યો
કાલાવડ ટાઉન પોલીસે ‘ઓપરેશન મિલાપ’ હેઠળ ટેકનિકલ અને હ્યુમન સોર્સ તેમજ ફેસબુક આઈડીના મોનિટરિંગની મદદથી 1 વર્ષથી ગુમ થયેલા અતુલભાઈ પરસોતમભાઈ ચીખલીયાને અમદાવાદમાંથી શોધી કાઢ્યા છે. પોલીસે તેમને કાલાવડ લાવીને પરિવાર સાથે મિલાપ કરાવતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, કાલાવડના 40 વર્ષીય અતુલભાઈ ચીખલીયા 16 જુલાઈ, 2023ના રોજ સુરત ખાતે […]
ધ્રોલના ભૂચરમોરી નજીક જર્જરિત ટાંકી ડિમોલિશ કરાઈ
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલી ઐતિહાસિક ભૂચરમોરી રણભૂમિ નજીક લાંબા સમયથી જર્જરિત અને બિનઉપયોગી બનેલા પાણીના ટાંકાને વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશ કરવામાં આવ્યો છે. આસપાસના લોકો તથા વાહનચાલકોની સુરક્ષાને ધ્યાને રાખી તંત્રએ આ જોખમી બાંધકામ દૂર કર્યું છે. આ પાણીનો ટાંકો દાયકાઓ જૂનો હોવાના કારણે તેના સ્લેબ અને પિલરો અત્યંત જર્જરિત થઈ ગયા હતા. ટાંકો […]
આલિયાવાડા-જામનગર ડબલ રેલલાઈન પર પેસેન્જર ટ્રેનોને મંજૂરી
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળના આલિયાવાડા-જામનગર બ્રોડગેજ ડબલ રેલલાઈન પર પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવા માટે રેલવે સુરક્ષા કમિશનરે મંજૂરી આપી છે. આ મંજૂરી બાદ હવે આ રૂટ પર ટૂંક સમયમાં પેસેન્જર ટ્રેનો દોડતી થશે. 123 કિમીની ઝડપે સ્પીડ ટ્રાયલ સફળ રેલવે સુરક્ષા કમિશનર દ્વારા આલિયાવાડા-જામનગરની નવી બનેલી બીજી રેલવે લાઈનનું વિસ્તૃત સુરક્ષા નિરીક્ષણ કરવામાં […]
મોર્નિંગ વોકમાં નીકળેલા વૃદ્ધની ચેન આંચકનાર ઝડપાયો
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવ પાસે મોર્નિંગ વોકમાં નીકળેલા એક સીનિયર સિટીઝનની સોનાની ચેન સ્નેચિંગ કરનાર આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલીને 21 વર્ષીય આરોપી યોગેશ ઉર્ફે તત્તો રાકેશભાઇ કહાર (રહે. બાવચાવાડ, પાણીગેટ)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શખ્સના ખિસ્સામાંથી સોનાની ચેન […]
નવરચના યુનિવર્સિટી દ્વારા ‘સેન્ટર ફોર પબ્લિક હેલ્થ’નું ઉદ્ઘાટન
નવરચના યુનિવર્સિટીના સ્કૂલ ઓફ સાયન્સ અંતર્ગત 8 ઓગસ્ટ, 2026ના રોજ ‘સેન્ટર ફોર પબ્લિક હેલ્થ’નું સફળતાપૂર્વક ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ નવીન પહેલનો મુખ્ય હેતુ સંશોધન, શિક્ષણ, નવીનતા અને સમુદાયિક જોડાણ દ્વારા ઉભરતા જાહેર આરોગ્યના પડકારો સામે લડવાનો અને વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે યોગદાન આપવા સક્ષમ બનાવવાનો છે. સંશોધન અને SDGs લક્ષ્યોને અનુરૂપ કામગીરી આ પ્લેટફોર્મ તાલીમ […]
1125 કરોડની ટેન્સાઇલ જમીનનો વિવાદ, રાજ્ય પોલીસ વડાને પત્ર
વડોદરાના ટેન્સાઇલ જમીન પ્રકરણમાં સામસામે નોંધાયેલી ફરિયાદોમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવીને 75 વર્ષીય સિનિયર સિટીઝન ફરિયાદીએ રાજ્ય પોલીસ વડા સમક્ષ તપાસ CIDને સોંપવા માટે માગ કરી છે અને ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ‘પોલીસ સંજય પટેલ અને અન્ય લોકો સામે પગલાં લેતી નથી’ કારેલીબાગ વિસ્તાર આવેલ કૃષ્ણવેલી ફ્લેટ્સમાં રહેતા ટેન્સાઇલ સ્ટીલ […]










