Gujarat

ભેસાણ પરબ રોડ પર ગેરેજમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેસાણ પોલીસે ભેદ ઉકેલ્યો, 54,600ના મુદ્દામાલ સાથે અટકાયત

ભેસાણ પરબ રોડ પર પટેલ ગેરેજમાં તસ્કરોએ રાત્રીના સમયે પ્રવેશ કરી, દરવાજો તોડીને ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. ચોરો ગેરેજમાંથી એક લેપટોપ, એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન તથા રોકડ રકમ રૂ. 40,000/- ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ભેસાણ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં કરવામાં આવ્યો હતો. બંને આરોપીઓએ ગેરેજમાં થયેલી ચોરીના ગુનાની કબૂલાત […]

Gujarat

ભાજપના પદાધિકારી-કાર્યકરો ખાદી ભંડાર પર ખરીદી કરવા પહોંચ્યા

7 ઓગસ્ટ હેન્ડલુમ દિવસ પર વડાપ્રધાનની લોકલ ફોર વોકલના આહ્વાનને લઇ જૂનાગઢ મહાનગર ભાજપ ટીમ દ્વારા સ્વદેશી હાથ વટાણની વસ્તુઓ ખરીદીનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં ધારાસભ્ય સંજ્ય કોરડીયા, પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, મેયર ધર્મેશ પોશીયા, ડે.મેયર આકાશ કટારા, શાસક પક્ષના નેતા મનન અભાણી સહિતના પદાધિકારીઓ, મહિલા- યુવા મોરચાની ટીમ સહિત 25થી વધુ પદાધિકારી – કાર્યકર્તાઓ જોડાયા […]

Gujarat

જૂનાગઢમાં લોહાણા મહાજન અને જલારામ મંદિર વહીવટ અંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ સામે ગંભીર આક્ષેપો

જૂનાગઢમાં લોહાણા મહાજન અને જલારામ મંદિર નિર્માણ કાર્યને લઈને ભારે ઘમસાણ મચી ગયું છે. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ સામે સમાજના જ લોકોએ ખુલ્લેઆમ મોરચો માંડ્યો છે. મહેન્દ્ર મશરૂ સામે સખત વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે અને હવે જલારામ મંદિરમાં પ્રવેશ તથા તેના નવનિર્માણના કામને લઈને મોટો વિવાદ સર્જાયો છે. પૂર્વ ધારાસભ્ય અને મહાજનના હોદ્દેદાર મહેન્દ્રભાઈ […]

Gujarat

મહુવાના મિયાપુરમાં આતંક મચાવનાર દીપડો પાંજરામાં પુરાયો

સુરત જિલ્લાના મહુવા તાલુકાના મિયાપુર ગામે છેલ્લા ઘણા દિવસોથી આતંક મચાવનાર દીપડો આજે વહેલી સવારે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં ઝડપાઈ ગયો હતો. દીપડો પકડાતા સ્થાનિક ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી આ દીપડો ગામની આસપાસના સીમ વિસ્તાર અને રહેણાંક વિસ્તારોમાં સતત જોવા મળતો હતો. જેના કારણે સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં ભારે […]

Gujarat

સુરતમાં 7 જુલાઈએ ભારે વરસાદમાં ખાડીમાં તણાયા બાદ એક મહિને મૃતદેહ મળ્યો

સુરત શહેરમાં ગત 7 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદ દરમિયાન બનેલી એક દુઃખદ ઘટનામાં લાપતા થયેલા 44 વર્ષીય ઝિયાદ અહેમદનો મૃતદેહ આખરે એક મહિના જેટલા લાંબા સમય બાદ મળી આવ્યો છે. ખાડી વિસ્તારમાંથી તેમનો મૃતદેહ મળી આવતા જ પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને […]

Gujarat

જુહાપુરા-મક્તમપુરામાં પાણી-ગટર મુદ્દે કોંગ્રેસના કોર્પોરેટર સાથે ઝપાઝપી

અમદાવાદના જુહાપુરા-મક્તમપુરા વોર્ડમાં પાણી અને ગટરની સમસ્યા અંગે રજૂઆત કરવા આવેલા લોકોમાંથી બે શખસે કોંગ્રેસના કોર્પોરેટર હાજી અસરાર બેગ અને મહિલા કોર્પોરેટર નૂરજહાં દિવાન સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝપાઝપી કરી હતી. આ દરમિયાન ‘તને છોડીશ નહીં’ કહી જાનથી મારી નાખવાની ધમકી અપાતાં મામલો વેજલપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. વોર્ડ ઓફિસે રજૂઆત વેળાએ જ તકરાર થઈ […]

Gujarat

વડનગર-મહેસાણાને મુંબઈ માટે સીધી દૈનિક ટ્રેન મળશે

પશ્ચિમ રેલવેએ વડનગર અને મુંબઈ વચ્ચે નવી દૈનિક ટ્રેન શરૂ કરવાના ભાગરૂપે 22927/ 22928 બાંદ્રા ટર્મિનસ– અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ વડનગર સુધી લંબાવવા દરખાસ્ત કરી છે. આ અંગે પશ્ચિમ રેલવેના ચર્ચગેટ હેડ ક્વાર્ટરથી 4 ઓગસ્ટે રેલવે બોર્ડને દરખાસ્ત મોકલવામાં આવી છે. હાલ 22927 લોકશક્તિ એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસથી અમદાવાદ સુધી દોડે છે. દરખાસ્ત મંજૂર થાય તો તેનો […]

Gujarat

ઉનાવા હાઈવે પર અજાણ્યા વાહને ટક્કર મારતાં રાહદારીનું મોત

ઉનાવા-મહેસાણા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે એક રાહદારીનું મોત થયું છે. આ ઘટના ઉનાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી, જ્યાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉનાવાથી મહેસાણા જતા હાઈવે રોડ પર સાબરમતી સીએનજી ગેસ સ્ટેશનથી આશરે ૧૫૦ મીટર આગળ આ અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન […]

Gujarat

ઊંઝા ST ડેપોમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ઊંઝા ST બસ ડેપો ખાતે સાપ્તાહિક સ્વચ્છતા અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઊંઝા ST બસ ડેપો દ્વારા ઓગસ્ટ માસમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સાપ્તાહિક સ્વચ્છતા અભિયાનનો એક ભાગ છે. વૃક્ષારોપણ ઉપરાંત, ડેપો સંકુલમાં જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો. […]

Gujarat

કેબલ ચોરી કરતી ગેંગના 4 સાગરીતો ઝડપાયા

મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની સીમમાં આવેલા ટ્યુબવેલ માંથી રાત્રિ દરમિયાન કેબલ વાયર ચોરી કરતી સક્રિય ગેંગનો મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી કેબલ વાયર, મોટરસાઇકલ અને મોબાઇલ સહિત કુલ 1,36,840નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કામગીરીથી વિસનગર શહેર અને લાડોલ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા કેબલ ચોરીના બે […]