જામનગર શહેરમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી સરકારી ફરજમાં રૂકાવટ કરવાના ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. શુક્રવારે પોલીસે બંને આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, 112 જનરક્ષક ટીમના પોલીસ કોન્સ્ટેબલ નીલેશ ગોવિંદભાઈ અધેરા અને ડ્રાઇવર અજયસિંહ સોઢા મારામારીની ફરિયાદના અનુસંધાને કાલાવડ નાકા બહાર બુરહાની પાર્ક વિસ્તારમાં પહોંચ્યા હતા. […]
Gujarat
ધ્રોલમાં વનમંત્રીના અધ્યક્ષ સ્થાને થશે ઉજવણી; કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા સ્થિત ઐતિહાસિક ભૂચરમોરી ખાતે આગામી 15 ઓગસ્ટના રોજ વન અને પર્યાવરણ મંત્રી તથા પ્રભારી મંત્રી અર્જૂનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી યોજાશે. આ ઉજવણીના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટરે બેઠક વ્યવસ્થા, વીજ પુરવઠો, પીવાનું પાણી, સાંસ્કૃતિક […]
મનપામાં સફાઈ કામદારોની ભરતી, રાજીનામાં, હાજરી પદ્ધતિ સહિતના મુદ્દે મેયરને રજૂઆત, બોગસ સર્ટિફિકેટ અંગેના આક્ષેપો ફગાવ્યા
રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને રાજકોટ વાલ્મિકી સમાજ દ્વારા મેયર ડો. નેહલ શુક્લને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. સમાજના પ્રમુખ મુકેશ પરમારે માંગ કરી હતી કે, મનપામાં 532 સફાઈ કામદારોની ભરતી માટે ભરાયેલા ફોર્મનો ડ્રો તાત્કાલિક કરી ઉમેદવારોને નિમણૂક ઓર્ડર આપવામાં આવે. આ ઉપરાંત સ્વેચ્છિક રાજીનામા આપનાર 225થી 250 કામદારોની પેન્ડિંગ […]
જામનગરમાં ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો
2030 સુધીમાં ડ્રોપઆઉટ દર શૂન્ય કરવાની દિશામાં રાજ્ય સરકારનો સંકલ્પ, શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન રાજ્યમાં એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શાળા છોડી ગયેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્યધારામાં જોડવાના ઉદ્દેશ સાથે જામનગરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે જિલ્લા કક્ષાનો ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણવિદો, […]
સલાયાના 13 સહિત 14 ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ
લાલ સમુદ્રમાં યમનના હોડેઇડાહ નજીક ભારતીય ધ્વજ ધરાવતા સલાયાના માલવાહક જહાજ પર આંતકી જુથ હુથી દ્વારા હુમલો થયાનો બનાવ બહાર આવ્યો છે.જેમાં માલવાહક જહાજ સાથે નામ વિનાની બોટ અથડાવી હુમલો કરાયો હતો. યમન સરકારના જણાવ્યા મુજબ આ આત્મઘાતી હુમલો હુથી વિદ્રોહી સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે. વિસ્ફોટ બાદ જહાજમાં ભીષણ આગ ફાટી નીકળી હત, જોતજોતામાં […]
જોગવડમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી
જામનગર જિલ્લાના જોગવડ ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની ટીમે ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, માતાઓને સ્તનપાનનું મહત્વ, માતા અને બાળકના સ્વાસ્થ્ય પર તેની સકારાત્મક અસરો, તેમજ જન્મ પછીના પ્રથમ છ મહિના સુધી ફક્ત માતાનું જ દૂધ શા માટે આપવું જોઈએ તે અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત, […]
મેઘપર પાસે 80 વર્ષીય વૃદ્ધને અજાણ્યા વાહને ટક્કર મારી
જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તારમાં જામનગર-ખંભાળિયા હાઈવે પર એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના બની છે. આ અકસ્માતમાં જોગવડ ગામના 80 વર્ષીય વૃદ્ધને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, જોગવડ ગામના કરશનભાઈ જેઠાભાઈ પરમાર (ઉં.વ. 80) રાત્રિના સમયે ભંગાર વીણવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન એક અજાણ્યા […]
ધ્રોલના શંકાસ્પદ ચાંદીપુરા કેસમાં બાળકનું મૃત્યુ:
જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક છે. ધ્રોલ તાલુકાના ડાંગરા સીમ વિસ્તારના એક છ વર્ષીય બાળ દર્દીનું રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ બાળક ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતું હતું, જોકે તેના સેમ્પલનો રિપોર્ટ હજુ બાકી છે. આ સાથે, જામનગર જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરાના કારણે મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા છ થઈ છે. […]
દુષ્કર્મ અને અન્ય ગંભીર ગુનાના કેસમાં પકડાયેલો કાચા કામનો કેદી વડોદરા પોલીસ પકડમાંથી નાસી છૂટતાં પોલીસ વિભાગમાં દોડધામ
શહેરની સયાજી હોસ્પિટલમાંથી સારવાર અર્થે લાવવામાં આવેલો દુષ્કર્મ કેસનો આરોપી પોલીસ જપતાને ચકમો આપીને અચાનક ફરાર થઈ જતાં દોડધામ મચી ગઈ છે. ઈન્જેક્શન આપવા માટે હાથકડી ખોલવામાં આવતાં જ આરોપી પોલીસકર્મીને ધક્કો મારીને ભાગી છૂટ્યો હતો. હાલ પોલીસ દ્વારા નજીકની નિર્માણાધીન બિલ્ડિંગમાં ડ્રોન કેમેરા અને માઈક એનાઉન્સમેન્ટની મદદથી આરોપીની શોધોખોળ હાથ ધરવામાં આવી છે તેમજ […]
ગુજરાત પોલીસનો ડ્રગ્સ માફિયાઓની મિલકત પર પ્રહાર
કચ્છમાં ડ્રગ્સના ગુનાઓમાં પકડાયેલા આરોપીની મિલકતો જપ્ત ડ્રગ પેડલરોની આર્થિક કમર તોડવા ગુજરાત પોલીસનો આક્રમક અભિગમ કુખ્યાત પેડલર પિંટુ યાદવની રૂ. ૨૨.૩૧ લાખની મિલકત જપ્ત રાજ્યના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને ગુજરાતમાંથી માદક પદાર્થોનું નેટવર્ક જડમૂળથી ઉખાડી ફેંકવા ગુજરાત પોલીસે હવે અત્યાર સુધીની સૌથી કડક વ્યૂહરચના અમલી બનાવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની સ્પષ્ટ […]










