Gujarat

દેવ કડછાએ રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં પોરબંદરનું ગૌરવ વધાર્યું

પોરબંદરના દેવ કડછાએ રાજ્ય કક્ષાની કરાટે સ્પર્ધામાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી પોરબંદર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેઓ પોરબંદર તાલુકા પંચાયતના સદસ્ય શ્રીમતી નિશાબેન ભરતભાઈ કડછાના સુપુત્ર છે. તેમની આ સિદ્ધિ બદલ રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી તથા પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે દેવ કડછાનું સન્માન કરવામાં […]

Gujarat

પોરબંદરમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીએ જિલ્લાના નાગરિકોને સાવચેતી રાખવા અને જિલ્લા તંત્ર તેમજ હવામાન વિભાગ દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે. બિનજરૂરી બહાર ન નીકળવા […]

Gujarat

શાળા-કોલેજો બંધ, સરકારી પરીક્ષાઓ મોકૂફ છતાં SBI PO પરીક્ષા યથાવત

રાજ્યમાં ભારે વરસાદને પગલે જિલ્લાની તમામ શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે અને સરકારી પરીક્ષાઓ પણ મુલતવી રાખવામાં આવી છે. પરંતુ અમદાવાદના બોપલ સ્થિત સ્ટર્લિંગ સિટી વિસ્તારમાં આવેલા TCS iON ઝોન સેન્ટર ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પ્રોબેશનરી ઓફિસર (SBI PO)ની પરીક્ષા યોજાતા ઉમેદવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદી પાણી ભરાયેલા રસ્તાઓમાંથી પસાર થઈને ઉમેદવારો […]

Gujarat

સિદ્ધપુર સગીરા દુષ્કર્મ કેસ: મૌલવીને 20 વર્ષની સખત કેદ

પાટણની સ્પેશિયલ પોકસો કોર્ટે સિદ્ધપુરની સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં મૌલવી દુઝાના મહેબૂબભાઈ સેલીયાને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. અદાલતે આરોપીને ₹27,000નો દંડ પણ કર્યો છે અને તેમાંથી પીડિતાને ₹4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આશરે એક વર્ષ પહેલા સિદ્ધપુરની 14 વર્ષ અને 6 માસની સગીરા બીમાર રહેતી હોવાથી તેના […]

Gujarat

વાઘોડિયા રોડ પર બંધ મકાનમાંથી ₹6.31 લાખની ચોરી; હેર સલૂન સંચાલકના ઘરે તસ્કરો ત્રાટક્યા

વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને મોટી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે. તસ્કરોએ મકાનની લોખંડની જાળીનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીઓમાંથી સોના-ચાંદીના કિંમતી દાગીના તથા રોકડ રકમ મળીને કુલ ₹6.31 લાખથી વધુની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર બનાવ અંગે પડોશીએ મકાન માલિકને જાણ કરતા ચોરીની […]

Gujarat

વડોદરા સહિત મધ્ય ગુજરાત માટે 3 ટીમો સ્ટેન્ડબાય, જરૂર પડશે તો અન્ય જિલ્લાઓમાં મોકલેલી ટીમોને બોલાવાશે

ભારતીય હવામાન વિભાગ દ્વારા વડોદરા સહિત મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે NDRF દ્વારા સંપૂર્ણ તૈયારી હાથ ધરવામાં આવી છે. આજે 31 જુલાઈ અને આવતીકાલ 1 ઓગસ્ટ માટે જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને વડોદરા હેડક્વાર્ટર ખાતે 3 ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જરૂરિયાત ઉભી થાય તો અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક બચાવ કામગીરી […]

Gujarat

વાઘોડિયાના ઉમરવામાં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

વાઘોડિયા પોલીસે વહેલી પરોઢે ઉમરવા ગામમાં દરોડો પાડી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ. 4,28,440/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.વાઘોડિયા પીઆઈ ગોહિલને મળેલી બાતમીના આધારે વાઘોડિયા ડી-સ્ટાફ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારે ઉમરવા ગામની ગોકુલ ઉપવન સોસાયટીના મકાન નંબર 13 માં […]

Gujarat

આસામની નિરાધાર વૃદ્ધાને અભયમે રેનબશેરામાં આશરો અપાવ્યો

પરિવારના ત્રાસથી કંટાળીને ભૂલથી ટ્રેનમાં બેસી વડોદરા આવી પહોંચેલી અને છેલ્લા ચાર મહિનાથી રઝળતી આસામની નિરાધાર વૃદ્ધા માટે ‘અભયમ્’ મહિલા હેલ્પલાઈન દેવદૂત સાબિત થઈ છે. એક જાગૃત નાગરિકની હોટલાઈન માહિતી બાદ અભયમની ટીમે વૃદ્ધાને શોધી કાઢી તેમનું કાઉન્સેલિંગ કર્યું હતું અને અટલાદરા સ્થિત ઘરવિહોણા લોકો માટેના ‘રેનબશેરા’માં સુરક્ષિત આશરો અપાવ્યો છે. વૃદ્ધા અસહાય હાલતમાં હોવાનો […]

Gujarat

ઉત્તર ભારતના રાજ્યોમાં શ્રાવણ માસનો પ્રારંભ, સોમનાથ સાનિધ્યે પણ કાવડિયાઓ ઉમટી પડશે

ભગવાન શિવના પ્રિય એવા શ્રાવણ માસને 15 દિવસ હજુ બાકી છે પરંતુ ઉત્તરના રાજ્યોમાં ગઈકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે જેને પગલે સોમનાથ સાનિધ્યે પણ કાવડ યાત્રીઓને આગમનની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતમાં શ્રાવણ માસની શરૂઆતને હજુ 15 દિવસ જેટલો સમય બાકી છે પરંતુ ઉત્તરના રાજ્યોમાં ગુજરાત કરતા 15 દિવસ પૂર્વે શ્રાવણ માસ શરૂ […]

Gujarat

વન વિભાગે ગોઠવેલા એક જ પાંજરામાં બંને ફસાયા, ગ્રામજનોને રાહત

ગીર (પૂર્વ) વન વિભાગ, ધારી અંતર્ગત જસાધાર રેન્જના નવા બંદર રાઉન્ડ વિસ્તારમાં આવેલા આમોદ્રા ગામે ભાવેશભાઇ ગોવિંદભાઈ પરમારની વાડી વિસ્તારમાંથી બે દીપડા પાંજરે પુરાયા છે. દીપડાના રંજાડ અંગેની ફરિયાદ મળ્યા બાદ વન વિભાગે કાર્યવાહી કરી હતી. વન વિભાગના સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી દીપડાને સલામત રીતે પકડવા માટે પિંજરું ગોઠવ્યું હતું. આજે વહેલી સવારે એક […]