પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગે પંચમહાલ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. આ આગાહી મુજબ, ગોધરા શહેરમાં વરસાદ શરૂ થતાં લાંબા સમયથી પ્રવર્તી રહેલી ગરમી અને ઉકળાટમાંથી […]
Gujarat
ગોધરામાં શોરૂમમાંથી બાઇકની ચોરી, ઘટના CCTVમાં કેદ
ગોધરાના દાહોદ રોડ પર આવેલા હોન્ડાના શોરૂમમાંથી એક બાઇકની ચોરી થઈ છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલો એક અજાણ્યો યુવાન 29 જુલાઈએ શોરૂમમાંથી નવી બાઇક લઈને ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, આ અજાણ્યા ઈસમે શોરૂમમાં પ્રવેશીને કર્મચારીઓની નજર ચૂકવી હતી. ત્યારબાદ તે એક નવી બાઇક લઈને શોરૂમમાંથી બહાર નીકળી ગયો હતો. ચોરીની આ સમગ્ર ઘટના […]
જાંબુઘોડામાં બે કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા પંથકમાં આજે માત્ર બે કલાકમાં છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. જાંબુઘોડાના ઝબાણ ગામ નજીક એક કોતરમાં પાણીના પ્રવાહમાં એક યુવક તણાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ […]
જામનગરમાં ભારે વરસાદની આગાહી, તંત્ર એલર્ટ
જામનગર સહિત રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. આ સંભવિત આકાશી આફતને પગલે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જામનગર જિલ્લા કલેક્ટર પી. બી. પંડયા અને મહાનગરપાલિકા કમિશનર દીપક કેડિયા સહિત સમગ્ર જિલ્લા પ્રશાસન અને ફાયર બ્રિગેડ ટીમ કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ છે. જામનગર જિલ્લાના […]
ચાંદીપુરા વાયરલના શંકાસ્પદ દર્દીને રજા અપાઈ
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસમાં રાહત જોવા મળી રહી છે. આજે એક દર્દીને રજા આપવામાં આવી છે, જ્યારે પોરબંદરના એક બાળકને શંકાસ્પદ લક્ષણો સાથે દાખલ કરાયો છે. હાલ બે દર્દીઓ સારવાર હેઠળ છે. હાલાર પંથકમાં ચાંદીપુરાના શંકાસ્પદ દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો. અત્યાર સુધીમાં કુલ સાત શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા હતા, જેમાંથી પાંચના […]
જામનગરમાં વીજ લાઈન-પોલના વિરોધમાં હજારો ખેડૂતો રસ્તા પર
જામનગર જિલ્લામાં ખાનગી કંપનીઓ દ્વારા ખેડૂતોના ખેતરોમાં બળજબરીપૂર્વક વીજપોલ ઊભા કરવા અને હાઈ-વોલ્ટેજ લાઈનો નાખવાના મુદ્દે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જામનગર જિલ્લા ખેડૂત સમિતિના નેતૃત્વમાં આજે એક હજારથી વધુ ખેડૂતો અને મોટી સંખ્યામાં ગ્રામ્ય મહિલાઓએ વિશાળ રેલી યોજી સરકાર સામે પ્રચંડ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ […]
ડભોઈમાં પૂરની સંભવિત પરિસ્થિતિ માટે તંત્ર હાઈ એલર્ટ પર
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે, સંભવિત પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવા તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ડભોઈ શહેર અને તાલુકામાં પણ તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. આ કામગીરીના સંકલન માટે ડભોઈના પૂર્વ નાયબ કલેક્ટર હિમાંશુ પરીખની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. નોડલ અધિકારી હિમાંશુ પરીખે ડભોઈમાં પૂરની પરિસ્થિતિને […]
ગુજરાતને 5 વર્ષમાં CAMPA હેઠળ રૂ. 1226 કરોડ મળ્યા
ગુજરાતમાં વન વિભાગની 1,33,666 હેક્ટર ડિગ્રેડેડ જમીનનો જીર્ણોદ્ધાર કરાયો ગુજરાતને પાછલા 5 વર્ષ દરમિયાન નેશનલ કમ્પેન્સેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી (નેશનલ CAMPA) હેઠળ, રૂ. 1,226.21 અને મેન્ગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ (MISHTI) હેઠળ રૂ. 67.30 કરોડ તેમજ નગર વન યોજના હેઠળ રૂ. 7.43 કરોડનું ફંડ પ્રાપ્ત થયું છે. રાજ્યસભાના સાંસદ […]
ભાજપ જામનગર મહાનગર દ્વારા સંત શિરોમણી શ્રી રવિદાસજી મહારાજના ૬૫૦મા જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે સમરસતા સંકલ્પ અભીયાન અતૅગત દિવ્ય ‘દિપોત્સવ’ યોજાયો
‘સૌનો સાથ, સૌનો વિકાસ’નો મંત્ર સંત શ્રી રવિદાસજીના વિચારોનું જ પ્રતીક: ભાજપ જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા સંત શિરોમણી શ્રી રવિદાસજી મહારાજની ૬૫૦મી જન્મ જયંતી નિમિત્તે શહેરના વોર્ડ નંબર ૧ થી ૧૬ ના તમામ વોર્ડમાં ભવ્ય અને દિવ્ય ‘દિપોત્સવ’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર જામનગર શહેરમાંથી બહોળી સંખ્યામાં […]
યાકુતપુરા અને ચોખંડીમાં મકાન ધરાશાયી, એકનું રેસ્ક્યુ
વડોદરામાં વહેલી સવારે વરસાદ વચ્ચે ચાંપાનેર દરવાજા નજીક આવેલા યાકૂતપુરા નાકા વિસ્તારમાં એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થયું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સંબંધિત વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ તેમજ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ હોનારતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કાટમાળ નીચે દબાવાથી 2 […]










