Gujarat

વલસાડમાં દારૂના નશામાં પિતા સાથે ઝઘડો થતા બે પુત્રોએ પિતાને માર માર્યો, સારવાર દરમિયાન થયું મોત

જિલ્લાના ધરમપુર તાલુકાના મૂળદડ ગામે ધામણ ફળિયામાં પિતા-પુત્ર વચ્ચે થયેલી બોલાચાલી બાદ હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. દારૂના નશામાં ઘરે આવેલા પિતા સાથે થયેલા ઝઘડા દરમિયાન બે પુત્રોએ કુહાડીના હાથા વડે હુમલો કરતાં પિતાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નીપજતાં ધરમપુર પોલીસે બંને પુત્રો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ […]

Gujarat

સુરતમાં ખાડી પૂરના પાણી ઓસર્યા બાદ હવે આરોગ્ય પર આડઅસર દેખાઈ

સુરત મનપા. ના ૧૮ આરોગ્ય કેમ્પોમાં ૩ દિવસમાં ૪૦૦૦ લોકોની તપાસ કરાઈ, જેમાં ૮૨૫ને ચામડીના રોગ અને ઝાડા-ઉલટીની સારવાર અપાઈ ડાયમંડ સીટી સુરતમાં ગયા અઠવાડિયે વરસેલા અતિ ભારે વરસાદ બાદ ખાડી પૂરના પાણી ઓસર્યા છે પણ હવે તેની આરોગ્ય પર આડઅસર સામે આવવા લાગી છે. પાલિકા દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં શરૂ કરાયેલા ૧૮ આરોગ્ય કેમ્પોમાં છેલ્લા […]

Gujarat

ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક

આરોગ્ય તંત્રને દવાઓ, ફોગિંગ અને સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા અપાયા આદેશ રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા સૂચના અપાઈ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને પગલે આરોગ્ય વિભાગ વધુમાં વધુ કાર્યક્ષમતા સાથે સતત કામગીરી કરી રહ્યું છે. ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગેની સમીક્ષા કરવા માટે ગાંધીનગર […]

Gujarat

૧૪૯મી ભગવાન જગ્ગનાથજી રથયાત્રા પૂર્વે અમદાવાદમાં જાેવા મળી કોમી એકતાની મિશાલ

રથયાત્રા પહેલા મુસ્લિમ સમાજે જગન્નાથ મંદિર જઈને અર્પણ કર્યો સોનાવરખી ચાંદીનો રથ આવનારી તા. ૧૬ જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં કોમી એકતા અને સૌહાર્દનો એક અદ્ભુત નમૂનો સામે આવ્યો છે. રથયાત્રા એ પોતે જ સમગ્ર સમાજને એક સૂત્રમાં બાંધતું પર્વ છે, અને આ વર્ષે પણ હિંદુ-મુસ્લિમ […]

Gujarat

ગિરનાર પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા માટે વન વિભાગના ૨૫ ટ્રેકર કાયમી વોચ રાખશે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગિરનાર અભ્યારણ્ય વિસ્તારમાં યાત્રાળુઓની સુરક્ષા માટે નિયમો જાહેર કર્યા જુનાગઢ શહેરમાં આવેલા ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ગિરનારની નવી સીડી માર્ગ પર અંદાજે ૫૦માં પગથિયા નજીક એક અત્યંત દુ:ખદ ઘટના બની હતી. જેમાં ખેડા જિલ્લાના ૧૧ વર્ષીય મયુર ચૌહાણ ઉપર સિંહે હુમલો કર્યો હતો, જેમાં બાળકનું દુર્ભાગ્યે […]

Gujarat

બનાસકાંઠાના ભાભરના ખારા ગામ નજીક રાત્રે એક એક એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે ભયાનક અકસ્માત; ૨ ના મોત

જિલ્લાના ભાભરના ખારા ગામ નજીક રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં, ભાભર-દિયોદર હાઇવે પર એક એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ બે વાહનો વચ્ચે ટક્કર એટલી જાેરદાર હતી કે બંને ગાડીના ચાલકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. બંને વાહનો વચ્ચે અથડામણ એટલી ભયાનક હતી કે ટક્કર વાગ્યા બાદ એમ્બ્યુલન્સ ગાડી રોડની […]

Gujarat

પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો વ્યાપ વધતા લોકોમાં ચિંતા નો માહોલ!

પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા સહિત આસપાસના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના ૧૩ શંકાસ્પદ કેસ સાબરકાંઠા બાદ હવે પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ કેસમાં વધુ ૧ બાળકનું મોત છેલ્લા ૮ દિવસથી પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા સહિત આસપાસના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના કારણે સ્થાનિકોમાં ભય ફેલાયો છે. જેમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણોને લઈને પંચમહાલના ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ૧૩ બાળકોને સારવાર અર્થે […]

Gujarat

કેનેડાના વર્ક વિઝાના નામે 33 લાખની છેતરપિંડી

અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક મહિલા વિઝા કન્સલ્ટન્ટ દ્વારા કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને એક મહિલા સાથે ₹32.50 લાખની તોતિંગ છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. દીકરીને કેનેડા મોકલવા માટે પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જના નામે લાખો રૂપિયા પડાવ્યા બાદ વિઝા માટે કોઈ અરજી જ ન કરાઈ હોવાનું બહાર આવતાં ભોગ […]

Gujarat

ગાંધીનગરમાં જન ભાગીદારીથી સામૂહિક વૃક્ષારોપણ યોજાશે, મનપા 6.80 લાખ અને સહાય ફાઉન્ડેશન 25 હજાર વૃક્ષો વાવશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર લોકસભા ક્ષેત્રને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે આવતીકાલે 12મી જુલાઈ રવિવારના રોજ પાટનગરમાં એક સામૂહિક વૃક્ષારોપણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતગર્ત મહાનગર પાલિકા 6.80 લાખ અને સહાય ફાઉન્ડેશન ધ્વારા 25 હજાર વૃક્ષો વાવવામાં આવશે. 50 સ્થળોએ 6.80 લાખ જેટલા રોપાઓનું વાવેતર કરાશે સમગ્ર […]

Gujarat

હવે પબજી અને ફ્રી ફાયર રમતા યુવાનો પણ રમતવીર બનશે, ઇ-સ્પોર્ટ્સ મિશનની તૈયારી

પબજી કે ફ્રીફાયર રમતા યુવાનો હવે વડીલો માટે ટીકાપાત્ર નહીં રહે, તેઓ પણ ક્રિકેટર કે એથલીટની માફક રમતવીર બનશે અને સ્ટેટ, નેશનલ તથા ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં મેડલ તથા પારિતોષિક જીતીને ખેલાડી જેટલી જ પ્રતિષ્ઠા ભોગવી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોન્સેપ્ટ પરથી કેન્દ્ર સરકાર વિવિધ રાજ્યોમાં ઇ-સ્પોર્ટ્સ અને ગેમિંગને વિશેષ સ્તરે લઇ જશે અને તે માટે ડીજિટલ […]