Gujarat

રાજકોટમાં સજાના વોરંટમાં નાસતા-ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી થોરાળા પોલીસ ટીમ.

રાજકોટમાં સજાના વોરંટમાં નાસતા-ફરતા આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી થોરાળા પોલીસ ટીમ. રાજકોટ શહેરમાં નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના કરેલ હોય. જે અનુસંધાને P.I એસ.પી.સોઢા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના ટી.ડી.જાડેજા તથા હરેશભાઇ ગેડીયા તથા સુનીલભાઇ પરમાર નાઓએ નેગોશ્યેબલ કોર્ટ રાજકોટના ફોજદારી કેસ મુજબના સજાના વોરંટના કામે છેલ્લા પ મહિનાથી નાસતા-ફરતા આરોપીને પકડી કાયદેસરની […]

Gujarat

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન સાઈટ પરથી 16 ટન સળિયાની ચોરી

નવસારી રૂરલ પોલીસે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પરથી કરોડો રૂપિયાના સામાનની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે સંદલપોર ગામની સીમમાં દરોડો પાડીને ચોરીના 16 ટન લોખંડના સળિયા, હાઇડ્રા ક્રેન, ટ્રેલર અને સ્કોર્પિયો સહિત કુલ 99.08 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે 7 આરોપીઓની ધરપકડ કરી છે. પ્રોજેક્ટના ચેનલ નંબર 242 […]

Gujarat

જલાલપોર પોલીસે ગુપ્ત બાતમી આધારે વિજલપોરથી અટકાયત કરી

નવસારી જિલ્લામાં ચોરીના ગુનાઓ અટકાવવા પોલીસ સક્રિય બની છે. જલાલપોર પોલીસે બે અલગ-અલગ ચોરીના ગુનામાં વોન્ટેડ મહિલા આરોપીને વિજલપોર ખાતેથી ઝડપી પાડી છે. પોલીસને ગુપ્ત બાતમીના આધારે આ સફળતા મળી હતી. અગાઉ 2ની ધરપકડ, આ મહિલા ફરાર હતી ગત 2 જુલાઈ, 2026ના રોજ જલાલપોર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 303(2) તથા 54 […]

Gujarat

માલિકોના જીવ બચાવવા શ્વાન અંતિમ શ્વાસ સુધી દીપડા સાથે લડ્યો

નવસારીના ચીખલી તાલુકાના ઘોડવણી ગામે વહેલી સવારે એક હૃદયસ્પર્શી ઘટના બની છે. એક પાલતુ શ્વાન ‘નેક્ટર’એ દીપડા સામે લડીને ત્રણ લોકોનો જીવ બચાવ્યો હતો. આ બહાદુરીભર્યા સંઘર્ષમાં ‘નેક્ટર’ ગંભીર રીતે ઘવાઈ જતાં તેનું નિધન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘોડવણી ગામની એક રેસ્ટોરન્ટ બહાર ત્રણ અજાણ્યા લોકો ખાટલા પર સૂતા હતા. વહેલી સવારના અંધકારનો લાભ […]

Gujarat

ધ્રોલ અપહરણ અને દુષ્કર્મ કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

જામનગર જિલ્લાના ધ્રોલમાં નોંધાયેલા સગીરાના અપહરણ અને દુષ્કર્મના ચકચારી કેસમાં પોક્સો કોર્ટે આરોપી બાબુ વાલાભાઈ જખાણીયાને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ ભોગ બનનાર સગીરાને ₹4 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. કોર્ટે ભારતીય ન્યાય સંહિતા તથા પોક્સો અધિનિયમની જોગવાઈઓ હેઠળ આરોપીને દોષિત ઠેરવ્યો હતો. અપહરણ બાદ અલગ-અલગ […]

Gujarat

જામનગરના ઉદ્યોગકારોએ વીજ સમસ્યા અંગે રજૂઆત કરી

જામનગર નજીક આવેલા દરેડ જીઆઈડીસી વિસ્તારના ઉદ્યોગકારોએ લાંબા સમયથી યથાવત રહેલી વીજ સમસ્યાના ઉકેલ માટે પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને આવેદનપત્ર પાઠવ્યું છે. ઉદ્યોગકારોએ સાત દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી શ્યામ વિહાર તથા સિદ્ધનાથ સોસાયટી તરફ જતી વીજ લાઇનોના તાર અત્યંત ઢીલા અને […]

Gujarat

ખેડૂતો, ઉત્પાદકો અને પરંપરાગત કૃષિ વારસાને કાયદાકીય રક્ષણ મળશે અને કૃષિ આધારિત સાહસો માટે નવી તકો ઊભી થશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાત તેના પરંપરાગત કૃષિ ઉત્પાદનોને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવામાં સતત નવા સીમાચિહ્નો હાંસલ કરી રહ્યું છે, અને તેના દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ટુ ગ્લોબલ’ના વિઝનને સાકાર કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં સ્થિત ઊંઝાના પ્રખ્યાત મસાલાઓ એટલે કે ઊંઝાનું જીરું અને ઊંઝાની […]

Gujarat

અમદાવાદ સેશન્સ કોર્ટે આપ્યો મોટો ચુકાદો!!

૨૦૧૯મ એલ.જી હોસ્પિટલ કેમ્પસમાં ઘૂસીને હત્યા કરવાના કેસમાં ૬ આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ કોર્ટે ૪૮ સાક્ષીઓ અને ૪૮ દસ્તાવેજી પુરાવાઓના આધારે ૬ આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી વર્ષ ૨૦૧૯માં શહેરના મણીનગર વિસ્તારમાં આવેલ એલ.જી હોસ્પિટલના કેમ્પસમાં ઘૂસીને કરવામાં આવેલી સનસનીખેજ હત્યાના કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે […]

Gujarat

દેવાના બોજથી કંટાળીને ભરૂચમાં ક્લાસ-વન અધિકારીએ જીવન ટૂંકાવ્યું

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાંથી એક આઘાતજનક ઘટના સામે આવી છે. અહીં માત્ર એક મહિના અગાઉ જ બદલી થઈને આવેલા આયોજન વિભાગના ક્લાસ-વન (ઝ્રઙ્મટ્ઠજજ-૧) સરકારી અધિકારીએ આર્થિક સંકટ અને દેવાના બોજથી પરેશાન થઈને ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આપ્યો હતો. આ સમગ્ર ઘટના મામલે મળતી માહિતી મુજબ, મળતી માહિતી મુજબ, પિયુષભાઈ ઉકાણી ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી રામેશ્વર […]

Gujarat

ઉના ST ડેપોના એક કંડક્ટર મચ્છીના પાર્સલ લેવા પેટે ૨૦૦૦ રૂપિયાની લાંચ લેતા એસીબીની ટીમે ઝડપી પાડ્યા

ગીર સોમનાથ છઝ્રમ્ પોલીસ સ્ટેશન દ્વારા ઉના ST ડેપોના એક કંડક્ટર મચ્છીના પાર્સલ લેવા પેટે ૨૦૦૦ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. આ મામલે મળતી માહિતી મુજબ, આ કામના ફરિયાદીના મચ્છીના પાર્સલ ‘જખો-દીવ‘ રૂટની એસ.ટી.બસમાં નિયમિત આવતા હતા. આ પાર્સલ બસમાં લાવવા અને ઉતારવા માટે આરોપી મનીષભાઇ મગનલાલ કાનાબાર (કંડક્ટર, એસ.ટી.ડેપો, ઉના)એ પાર્સલ દીઠ રૂપિયા […]