વડોદરાના ખાસવાડી સ્મશાનનું હાલમાં સમારકામ ચાલી રહ્યું છે. કામ આગામી બેથી અઢી મહિનામાં પૂર્ણ થઇ જશે તેમ પૂર્વ સાંસદ રંજનબહેન ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. આજે પાલિકા કચેરી ખાતે પૂર્વ સાંસદ અને પાલિકાના પદાધિકારીઓ વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજની વિધિ માટેનું પણ આયોજન કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવશે. […]
Gujarat
મધ્યપ્રદેશથી અમદાવાદ સુધી એમડી ડ્રગ્સની હેરાફેરી કરનારને અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યો
સમગ્ર રાજ્ય અને શહેરમાં નશાના કાળા કારોબારને ડામવા પોલીસ કેટલી સક્રિય કામગીરી કરે છે તેનો વધુ એક પુરાવો જોવા મળ્યો હતો જેમાં, અમદાવાદ શહેર પોલીસની એલસીબી ઝોન-૭ અને વાસણા પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં મધ્યપ્રદેશથી એમડી ડ્રગ્સની ડિલિવરી આપવા આવેલા એક ડ્રગ્સ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી ૧૯૪.૭૮૦ ગ્રામ એમડી ડ્રગ્સ, રોકડ રકમ અને મોબાઈલ […]
ગિરનાર દક્ષિણ રેન્જના રબારી નેસમાં સિંહ બાળની ર્નિદયતાપૂર્વક હત્યાનો બનાવ
સિંહ બાળની હત્યા મામલે વન વિભાગ અને પોલીસે શરૂ કરી કડક તપાસ ગિરનાર પર્વત દક્ષિણ રેન્જ ખાતે વાણંદ સોસાયટી વિસ્તારમાં આવેલા રબારી નેસમાંથી અંદાજિત ૪ થી ૬ મહિનાના એક સિંહ બાળનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા વન વિભાગમાં ભારે ખળભળાટ મચી ગયો છે. છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં જોવા મળેલા ચાર સિંહ બાળ અને એક […]
નર્મદા જિલ્લાના સાગબારા અને ડેડીયાપાડામાં વહેલી સવારે ખાબકેલા ધોધમાર વરસાદથી નદીઓમાં આવ્યું ભરપુર પાણી
નર્મદા જિલ્લામાં સાગબારા અને સેળંબા પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજાએ મનમુકીને વરસ્ય હતા જેથી સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જોવા મળી રહ્યો છે. સાગબારા બાદ આ ચોમાસુ માહોલ ડેડીયાપાડા પંથકમાં પણ જોવા મળ્યો હતો. લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ ખાબકેલા આ પ્રથમ વરસાદે જ સમગ્ર પંથકને પાણી-પાણી કરી દીધું છે. મોસમનો પહેલો વરસાદ જ આ […]
જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે અકસ્માત વીમા કવર હવે રૂ.૧૦ લાખ
જામનગર જિલ્લા સહકારી બેંક લિમિટેડ દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અને લોકકલ્યાણકારી ર્નિણય લેવામાં આવ્યો છે. બેંક સાથે સંકળાયેલા ખેડૂતોને અગાઉ અકસ્માત વીમા યોજના હેઠળ રૂ.૫ લાખનું વીમા કવર આપવામાં આવતું હતું, જેમાં હવે રૂ. ૫ લાખનો વધારો કરવામાં આવતા કુલ વીમા સુરક્ષા કવર રૂ.૧૦ લાખ કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા સહકારી બેંકના બોર્ડ ઓફ […]
પ્રવેશોત્સવમાં આંગણવાડી કેન્દ્રના ભૂલકાંઓએ સૂર્યનમસ્કાર અને યોગના આસનો કરી સૌને મંત્રમુગ્ધ કર્યા
આંગણવાડીમાં દરરોજ પ્રથમ ૧૫ થી ૨૦ મિનિટ બાળકોને ફરજિયાત યોગાભ્યાસ કરાવવાનું આયોજન આંગણવાડી કાર્યકર બહેનોને સેટકોમના માધ્યમથી યોગાઅભ્યાસની ઓનલાઈન તાલીમ અપાઈ રાજ્યભરમાં અત્યારે લાખો બાળકો ઉત્સાહ સાથે નવા સત્રની શરૂઆત કરી રહ્યાં છે. ત્યારે રાજકોટ જિલ્લાની વેરાવળ-૧૨ આંગણવાડી કેન્દ્રના ભૂલકાંઓએ પ્રવેશોત્સવમાં સૂર્યનમસ્કાર અને યોગના આસનો કરી સૌને મંત્રમુગ્ધ કર્યા છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ […]
ICAI દ્વારા સીએ ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર, અમદાવાદનો દબદબો
સીએ ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI ) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ઑલ ઇન્ડિયા લેવલે બંને ગ્રુપનું પરિણામ ૮.૪૭%, માત્ર ગ્રુપ-૧નું ૧૦.૨૫% અને ગ્રુપ-૨નું પરિણામ ૧૬.૧૧% રહ્યું છે. અમદાવાદ બ્રાન્ચે આ રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. અમદાવાદ બ્રાન્ચમાં બંને ગ્રુપનું પરિણામ ૬.૫૫%, ગ્રુપ-૧નું ૯.૦૯% અને […]
સાબરમતી નદી પરનો અમદાવાદનો ઐતિહાસિક સુભાષ બ્રિજ તોડીને નવો ૮ લેનનો આધુનિક બ્રીજ બનાવાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. બ્રિજના પિલરો અને સ્પાનમાં તિરાડો જોવા મળતાં હવે સમગ્ર બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડીને તેના સ્થાને નવો અને આધુનિક ૮ લેનનો બ્રિજ બનાવવામાં આવશે. છસ્ઝ્ર કમિશ્નરે આ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી. સુભાષ બ્રિજની હાલત અંગે બ્રિજ નિષ્ણાતોની ટીમ દ્વારા વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ […]
ચાંગોદરમાં પ્લાઝ્મા ભેળસેળ કૌભાંડ મામલે આરોગ્ય વિભાગ સજ્જ, દોષિતો સામે કડક કાર્યવાહી થશે
આ ઉત્તમ કામગીરી બદલ અમદાવાદની ર્જીંય્ પોલીસ તેમજ અધિકારીઓને અભિનંદન પાઠવતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં બહાર આવેલા પ્લાઝ્મા ભેળસેળ અને હેરાફેરીના કૌભાંડને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે અત્યંત ગંભીરતાથી લીધું છે. આ મામલે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે તત્વને […]
કણજોતર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી
સુત્રાપાડા તાલુકાની કણજોતર પ્રાથમિક શાળામાં આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકાના મામલતદાર યુ.એસ. ગૌડા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ-1માં પ્રવેશપાત્ર બાળકોને […]










