શહેરના વાસણામાં રહેતા વેપારીને અદાણી ગેસનું બિલ બાકી હોવાનું મેસેજ આવ્યો હતો.બિલ ન ભરે તો કનેક્શન કાપી નાખવાની ધમકી આપી હતી જેથી વેપારીએ તાત્કાલિક બિલ તો ભરી દીધું હતું. બાદમાં સાયબર ગઠિયાએ અદાણીના કર્મચારી બનીને વેપારીને લિંક પર ક્લિક કરવાનું કહેતા વેપારીએ લિંક ખોલી ન્હોતી છતાં વેપારીના ખાતામાંથી અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા 10.12 લાખ ઉપડી […]
Gujarat
નોકરીના ચાર દિવસમાં જ કારીગર શેઠનું 20 લાખનું સોનુ લઈને નાસી ગયા
માધુપુરા માર્કેટમાં સોના ચાંદીનું કામ કરતા એક વેપારીએ કારીગરને સોનામાંથી દાગીના બનાવવા આપ્યા હતા.વેપારીએ 12 સપ્ટેમ્બરે જ કારીગરોને કામ પર રાખ્યા હતા અને 16 સપ્ટેમ્બરે તો બંને કારીગર દુકાનનું 20 લાખનું સોનુ લઈને ફરાર થઈ ગયા હતા. જેમાંથી એક કારીગર સોનુ લઈને જતો પણ સીસીટીવીમાં દેખાય છે. જે અંગે વેપારીએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં કારીગર વિરુદ્ધ […]
મલેશિયામાં નોકરી વર્ક વિઝાના બહાને 1 લાખની ઠગાઈ
મલેશિયામાં નોકરી અપાવવાના બહાને હાલોલના એક 58 વર્ષીય વ્યક્તિ પાસેથી રૂ.1 લાખ જેટલી રકમ મેળવી વર્ક વિઝાના બદલે વિઝિટર વિઝા પર મલેશિયા મોકલી આપ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. નારાયણી કન્સલ્ટન્સીના ગૌરવ શુક્લાએ રૂ.40થી 45 હજાર પગાર ઉપરાંત રહેવા, જમવા અને મેડિકલની સુવિધા આપવાની ખાતરી આપી હતી. પરંતુ આવી સુવિધા આપી નહોતી. આ અંગે કરણસિંહ નટવરસિંહ […]
સંવેદનશીલ વિસ્તારોમાં અભેદ્ય સુરક્ષા કોર્ડન, ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખડેપગે
ગણેશ ચતુર્થીના સાતમા દિવસે વડોદરાની ઐતિહાસિક ‘જુનીગઢીના ગણપતિ’ની વિસર્જન યાત્રાને લઈને વડોદરા શહેર પોલીસે સુરક્ષા વ્યવસ્થાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. યાત્રાના સમગ્ર રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ, આયોજકો સાથે બેઠક તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ડોમિનેશન બાદ વિસર્જન યાત્રા દરમિયાન આગળ-પાછળ, ફ્લૅન્ક, ડી-પોઇન્ટ, ધાબા પોઇન્ટ સહિતના તમામ મહત્વના સ્થળોએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ […]
ટંકારાનાં રોહીશાળામાં કપરી કટોકટીનાં સમયે ત્વરિત કામગીરી કરતા ત્રણ નવજાતનો કિલકિલાટ ગુંજ્યો, માતા અને ત્રણેય શિશુઓ સુરક્ષિત
રાજકોટ 108ની ટીમ ટંકારાના રોહિશાળા ગામે અંધારી રાતે દર્દથી પીડાતી એક માતા માટે સાક્ષાત દેવદૂત બનીને આવી અને જીવન – મરણ વચ્ચે ઝોલા ખાતી એ નાજુક પરિસ્થિતિમાં જ્યારે એકસાથે 3-3 નવજીવનનો ધબકાર સાંભળવાનો હતો, ત્યારે 108ના EMT જિગ્નાશા લુહાર અને પાઇલટ સુરેશભાઈએ પોતાની હિંમત, સંવેદનશીલતા અને કુશળતાથી એક અશક્ય લાગતા ચમત્કારને શક્ય કરીને બતાવ્યો હતો. […]
21મીથી રાજ્યમાં પોલીસ સામે સ્પેશિયલ ડ્રાઈવ
તાજેતરમાં લો એન્ડ ઓર્ડર, પોલીસ મહાનિર્દેશક (IGP) મકરંદ ચૌહાણે ગાંધીનગરના પ્રવેશદ્વારથી પાટનગરમાં જ ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર(PI)ને કાળા કાચ-નંબર પ્લેટ વિનાની કાર સાથે પકડ્યા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા આવતીકાલ 21 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર એટલે કે સતત 15 દિવસ સુધી રાજ્યભરમાં ખાખીધારીઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ સાથે સ્પેશિયલ ડ્રાઇવ યોજાશે. પોલીસ તંત્રને પણ ટ્રાફિક […]
માર્ગ મકાન વિભાગના કામોને ગતિ આપવા સરકારનો મહત્વનો નિર્ણય
રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગના કામો ઝડપી બને તે માટે મુખ્યમંત્રી દ્વારા ટેન્ડર પ્રક્રિયામાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. ટેન્ડરની માન્યતાનો સમયગાળો 120 દિવસથી ઘટાડીને 90 દિવસ કરાયો છે. જ્યારે ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા મહત્તમ 51થી 66 દિવસમાં પૂર્ણ કરવા આદેશ કરાયો છે. કામ ઝડપી થાય તે માટે ટેન્ડરની શરતોમાં સુધારા રાજ્યમાં થતા પુલ, રસ્તા અને […]
જંગલેશ્વર ડિમોલિશન ખર્ચકાંડ મામલે કોંગ્રેસના કોર્પોરેટર મેદાને
રાજકોટ મનપાએ ફેબ્રુઆરીમાં જંગલેશ્વર મેગા ડિમોલિશન કર્યું હતું. જેના ખર્ચને લઈને ભારે વિવાદ થયો હતો. ડિમોલેશન કાર્યમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ગંભીર આરોપ સામે આવતાં મનપા કમિશનરે તપાસ સમિતિની રચના કરી હતી. જોકે આ સમિતિની રચનાને 70 દિવસ કરતા વધારે સમય વીતી જવા છતાં રિપોર્ટ જાહેર કરાયો નથી. જેને લઈને કોંગ્રેસના […]
ગોંડલના અનીડામાં 25 લાખના ખર્ચે પંચાયત ભવનનું ખાતમુહૂર્ત
રાજકોટ જિલ્લા પંચાયતના સહયોગથી ગોંડલ તાલુકાના અનીડા (ભાલોડી) ગામે નવા ગ્રામ પંચાયત ભવનના નિર્માણનું કામ શરૂ થયું છે. સાંજે 5 વાગ્યે એક ખાસ કાર્યક્રમમાં ગોંડલના ધારાસભ્યના પ્રતિનિધિ ગણેશભાઈ જાડેજાના હાથે આ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાની રજૂઆતો પછી ગુજરાત સરકારે ગોંડલ તાલુકા માટે કુલ 22 નવા ગ્રામ પંચાયત ભવન મંજૂર કર્યા છે. […]
તારું આધારકાર્ડ બતાવો કહી ખિસ્સામાંથી પાકીટ કાઢી લીધા
રાજકોટ શહેરમાં ધોળા દિવસે વૃદ્ધ અને યુવકને એક શખ્સે આંતરી ધાક-ધમકી આપી છરીની અણીએ લૂંટ ચલાવી ફરાર થઈ ગયાની ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપી મહેન્દ્રસિંહ ચાવડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વૃદ્ધને છરી મારવાની ધમકી આપી પૈસા પડાવ્યા મૂળ ઉપલેટાના કોલકી ગામના વતની હાલ શહેરના કોઠારીયા મેઈન રોડ પર […]










