Gujarat

આણંદના વટામણ-તારાપુર હાઈવે પર આવેલા ફતેપુરા બ્રિજ પર મોડી રાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત

આણંદના વટામણ-તારાપુર હાઈવે પર મોડી રાત્રે ફતેપુરા બ્રિજ પર બે ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં, બે ટ્રકો વચ્ચે થયેલી જાેરદાર ટક્કર બાદ બંને વાહનોમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે જાેતજાેતામાં બંને ટ્રકો બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માત અંગે […]

Gujarat

કાપડના વેપારી સાથે રૂ.૧.૯૮ કરોડની છેતરપિંડી કરનારની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ

ડાયમંડ અને ટેક્સટાઈલ સીટી તરીકે જાણીતા સુરતમાં કાપડનો ધંધો કરતા વેપારીઓ સાથે છેતરપિંડીની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. જાેકે, સુરત ક્રાઈમ બ્રાન્ચે એક મોટી કાર્યવાહી કરતા કાપડ વેપારી પાસેથી કરોડો રૂપિયાનો માલ પડાવી લઈ ફરાર થઈ જનાર કુખ્યાત આરોપી અજય તોલાનીને ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી અજયે અત્યંત […]

Gujarat

ગાંધીનગરમાં રહેતા નિવૃત IAS અધિકારીના પરણિત પુત્રીનું કૂતરું કરડ્યા બાદ હડકવા ઉપડવાથી મોત

રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રહેતા નિવૃત IAS અધિકારીના પરણિત પુત્રીનું કૂતરું કરડ્યા બાદ હડકવા ઉપડવાથી મોત થયું છે. મૃતક મહિલા ગાંધીનગરના જાણીતા શાળા પરિવાર સાથે જાેડાયેલા હતા. શાળામાં જ ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડના ‘બીગલ‘ બ્રીડના ડોગને રમાડી રહ્યા હતા તે દરિયામન તેણે બચકું ભર્યું હતું. ઘા સામાન્ય હોવાથી કોઈ સારવાર લેવામાં આવી ન હતી. જે […]

Gujarat

નેપાળથી બદનામીનું નેટવર્ક ચલાવનાર સાયબર ગુનેગાર પોલીસના સકંજામાં, પૂર્વ મંત્રી અને બિલ્ડરોને બનાવ્યા હતા નિશાના

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ જામનગરના અગ્રણી બિલ્ડર પિતા-પુત્રને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરનાર વિશાલ કણસાગરાને આખરે જામનગર સાયબર પોલીસે ઝડપી લીધો છે અને આઠ દિવસના રિમાન્ડ પર લીધો છે. જે નેપાળમાં બેસીને નેટવર્ક ચલાવતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જામનગરના અગ્રણી બિલ્ડર જમનભાઈ ફળદુ અને તેમના પુત્રને સોશિયલ […]

Gujarat

ભારતમાં ૨૪૨ ગેરકાયદે બેટિંગ વેબસાઇટ પર પ્રતિબંધ, ઓનલાઈન સટ્ટાબાજી વિરૂદ્ધ કેન્દ્રની કાર્યવાહી

India Bans 242 Illegal Bªting Websites : ભારત સરકારે ઓનલાઈન સટ્ટાબાજી અને બેટિંગ વેબસાઈટ સામે કાર્યવાહી કરીને ૨૪૨ ગેરકાયદે વેબસાઈટ લિંકને બ્લોક કરી છે. સરકારી સૂત્રો મુજબ, ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ગેરકાયદે સટ્ટાબાજીના ફેલાવાને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. સરકારનું કહેવું છે કે, અત્યાર સુધીમાં ૭,૮૦૦ થી વધુ ગેરકાયદે સટ્ટાબાજી અને બેટિંગ વેબસાઇટ્સ બંધ […]

Gujarat

અસારવામાં ઘરખર્ચના રૂપિયા ન આપતા પત્નીએ ઉકળતું પાણી પતિ પર ઢોળી દીધું

પત્નીને ઘરખર્ચના રૂપિયા આપી શક્યો ન હતો. જ્યારે પત્નીએ પતિ પાસે ઘરખર્ચના રૂપિયા માંગતા પતિએ તેની પાસે રૂપિયા નહીં હોવાનું જણાવતા ગુસ્સે ભરાયેલી પત્નીએ ઉકળતું પાણી પતિ પર ઢોધી દેતા તે દાઝયો હતો. અસારવા વિસ્તારમાં બાળકો અને પત્ની સાથે રહેતા યુવકને છેલ્લા પંદરેક દિવસથી કામકાજ નહી મળવાના કારણે આર્થિક ભીંસમાં આવી ગયો હતો. આથી પત્નીને […]

Gujarat

બાકીદારોમાં ફફડાટ: બહિયલમાં૧૦ હજારથી વધુનો વેરો બાકી રાખનારાના નળ કનેક્શન કપાશે

દહેગામ તાલુકાની બહિયલ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં બાકી વેરા વસૂલાત સંદર્ભે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વારંવારની સૂચના અને નોટિસ છતાં વેરો ન ભરનારા આસામીઓ સામે તંત્રએ આકરાં પગલાં લેવાનું શરૂ કર્યું છે, જેના ભાગરૂપે શુક્રવારનાં રોજ રૂપિયા ૧૦,૦૦૦થી વધુનો વેરો બાકી હોય તેવા ઈસમોના નળ કનેક્શન કાપવાની કામગીરી કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ […]

Gujarat

બેદરકારી : મહિનામાં ૧૦મું ભંગાણ; સેક.૫માં ડ્રેનેજ લાઇન માટે ખોદકામ દરમિયાન પાણીની લાઇન તૂટી ગઈ

ગાંધીનગરમાં એકતરફ દૂષિત પાણીથી ફેલાયેલો ટાઇફોઇડનો રોગચાળો માંડ નિયંત્રણમાં આવી રહ્યો છે બીજીતરફ શહેરમાં પાણીની લાઇનોમાં ભંગાણ પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. સેક્ટર-૫માં ખોડીયાર માતાજીના મંદિર પાસે ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન પાણીની મેઇન લાઇન તોડી નાંખવામાં આવી છે. હાલ તંત્ર રોગચાળાના પગલે રોજેરોજ લિકેજ શોધી રહ્યું છે તેવા સમયે જ પાણીની મેઇન લાઇનમાં મોટું […]

Gujarat

સુવિધા : મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશને પ્રથમ દિવસે લોકોનો ધસારો

મહાત્મા મંદિર સુધીની મેટ્રો રેલ સેવાનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયા બાદ શુક્રવારથી આ સેવાની મુસાફરો માટે શરૂઆત થઇ હતી. પ્રથમ જ દિવસે જ મેટ્રો સ્ટેશન પર લોકોનો મોટો જમાવડો જાેવા મળ્યો. નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને પરિવારોએ ઉત્સાહ સાથે મેટ્રોની સફરનો આનંદ લીધો હતો. મેટ્રો શરુ થયાના પ્રથમ દિવસે સવારથી જ મહાત્મા મંદિર મેટ્રો […]

Gujarat

૫ કલાક ઓપરેશન કરી નવજીવન : ચાઇનીઝ દોરીથી શ્વાસનળી અને મુખ્ય નસ કપાઇ, ૧૭ ટાંકા લઈ જીવ બચાવ્યો

ઉત્તરાયણના બીજા દિવસે બાઇક પર પસાર થઇ રહેલા યુવાનના ગળામાં ચાઇનીઝ દોરી ફસાવાથી તેની શ્વાસનળી અને લોહીની મુખ્ય નસ કપાઇ જવાથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા યુવાનને ગાંધીનગર સિવિલમાં જટીલ સર્જરી કરીને તબિબોએ જીવતદાન આપ્યું છે. સિવિલના ઇમરજન્સી અને ઇએનટી વિભાગના તબિબોએ સંયુક્ત રીતે ૫ કલાક સુધી આ જટીલ ઓપરેશન કર્યું હતું. ગુરૂવારે એસજી હાઇવે […]