દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસે મોજપ ગામેથી ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ભારત પેટ્રોલ પંપ પાછળ પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કુલ 276 નંગ બોટલો કબજે કરી છે, જેની બજાર કિંમત ₹83,892 આંકવામાં આવી છે. આ કામગીરી જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા અને નાયબ પોલીસ અધિક્ષક સાગર […]
India
યુદ્ધના પરિણામે 50 ટકા બોટ સિઝન પુરી થવાના 2 મહિના વહેલી બંધ થતાં 20 હજાર માછીમારો બેરોજગાર બન્યા
પોરબંદરના યુદ્ધની અસર જોવા મળી છે.યુદ્ધને લઈને ખાડી દેશો તેમજ યુરોપના દેશોમાં માછલીની નિકાસ ઘટી જતાં હાલ પોરબંદરના બંદર પર રહેલ 50 ટકા બોટો સિઝન પૂર્ણ થવાના 2 માસ વહેલી જ બંધ કરી દેવામાં આવી છે. હાલ માછલીઓના પૂરતા ભાવ સહિતના કારણોસર પોરબંદરના બંદર પર રહેલ 2 હજાર મોટી બોટો અને 1500 નાની બોટો 2 […]
જામનગર લૂંટના કુખ્યાત આરોપીને રાજકોટ રેન્જની ટીમે ઝડપી પાડ્યો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ રાજકોટમાં કુખ્યાત શખ્સો વિરુધ્ધ પાસા કરવાની શરૂઆત થઇ ચુકી છે. જેમાં આણંદના સોજીત્રા તાલુકાના વતની અમીર અસલમભાઈ વોરા (ઉ.વ.32) વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જે દરખાસ્ત પર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ મંજૂરી આપી આરોપી વિરુદ્ધ પાસાનું વોરંટ ઇશ્યૂ કર્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોરંટની બજવણી […]
ચૂંટણી પૂર્વે ગોંડલ પોલીસ એક્શન મોડમાં
ગોંડલ શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસે સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ કવાયત શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી હતી. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય અને રાજકોટ જિલ્લા SP વિજયસિંહ ગુર્જરની ખાસ સૂચના તેમજ ગોંડલ ડિવિઝનના DYSP કે.જી. ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ આ કામગીરી […]
આચાર સંહિતાનો કડક અમલ, શહેરમાંથી 650 બોર્ડ-બેનરો હટાવી દેવાયા
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજકોટ સહિતની વિવિધ મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને અન્ય સ્વાયત સંસ્થાઓની ચૂંટણીની સત્તાવાર તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ જાહેરાતની સાથે જ સમગ્ર વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે અને 1 એપ્રિલથી આદર્શ આચાર સંહિતાનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ચૂંટણીના માહોલ વચ્ચે કોઈ પણ રાજકીય પક્ષ કે ઉમેદવાર […]
રિબેટ મેળવવા કરદાતાઓનો ભારે ઉત્સાહ
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે વેરા વસૂલાતની કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવી છે જેના એપ્રિલ મહિનામાં રિબેટ યોજનાની શરૂઆત થાય છે જેમાં કરદાતાઓએ બે દિવસમાં ભારે ઉત્સાહ દાખવતા મનપાની આવકમાં વધારો થયો હતો અને બે દિવસમાં 6 કરોડથી વધુની આવક પ્રાપ્ત થઈ હતી. મનપાના ઘરવેરા વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આજે એક જ […]
RTO કર્મી પર હુમલો કરી ઘડિયાળની લૂંટ કરનારા ઝડપાયા
ભાવનગરના સરદારનગર વિસ્તારમાં બે દિવસ પૂર્વે કાર વાળવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ યુવક પર હુમલો કરી કિંમતી ઘડિયાળ લૂંટી લેવાની ઘટના બની હતી. આ મામલે ઘોઘારોડ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બંને લૂંટારુઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગત કાળીયાબીડ વિસ્તારમાં રહેતા અને RTO કચેરીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતા ભગીરથસિંહ ગોહિલ […]
કાળીયાબીડમાં મંગેતર સામે યુવકને છરી મારી લૂંટ કરનારા ઝડપાયા
ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં બે દિવસ પૂર્વે રાત્રિના સમયે સગાઈ થયેલા યુગલ પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવાની ઘટના બની હતી. નીલમબાગ પોલીસે ગણતરીના દિવસોમાં જ લૂંટારુ હરેશ ઉર્ફે વિજય ભૂપતભાઈ રાઠોડ અને વિપુલ જીવરાજભાઈ જાદવને ઝડપી પાડ્યાં છે. આજે આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, હવે પોલીસ રિમાન્ડ માટે […]
ધ્રોલ પંથકના સોલાર પ્લાન્ટમાં વાયરની ચોરીમાં પાંચ પકડાયા
ધ્રોલ નજીક આવેલા હરીપર-પીયાવા ગામની ચોકડી પાસે બે સોલાર પ્લાન્ટમાંથી રૂ.2.40 લાખની કિંમતનો 12 હજાર કોપરવાયરની ચોરી થઈ હતી. જે ચોરીના આધારે ધ્રોલ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.વી.રાઠોડ તેમજ ટીમના એમ.એમ.કુભારવાડીયા તેમજ કમાન્ડ કંન્ટ્રોલ રૂમના પીએસઆઈ બી.બી.સિંગલ સહિતનાએ તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી કેમેરાઓ ચેક કરીને ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. આરોપીઓ […]
જામનગરના 3 યુવા ક્રિકેટરોની પસંદગી, ઇન્ડિયા U-19 NCA કેમ્પમાં સ્થાન મેળવ્યું
જામનગરના ત્રણ યુવા ક્રિકેટરો જય રાવલિયા, પુષ્પરાજ જાડેજા અને પુષ્કર કુમારની ઇન્ડિયા અન્ડર-19 નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) કેમ્પ માટે પસંદગી કરવામાં આવી છે. આ સિદ્ધિથી જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે. આ ત્રણેય ખેલાડીઓએ ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર U-19 ટીમ અને પ્રતિષ્ઠિત જયહિંદ ટ્રોફીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. બેટિંગ, બોલિંગ અને ઓલરાઉન્ડ […]










