જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના આર્મી અને નેવી વિંગના 594 કેડેટ્સ માંડવી (કચ્છ) ખાતે ચાલી રહેલા દસ દિવસીય સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે. 14 થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન 36 ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા આયોજિત આ શિબિરમાં કેડેટ્સ રોમાંચક પેરાસેઈલિંગ તાલીમ લઈ રહ્યા છે. પ્રમાણિત તાલીમકારની નિષ્ણાત દેખરેખ હેઠળ, કેડેટ્સને પેરાસેઈલિંગના મૂળભૂત […]
India
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ટેન્કર-કાર અકસ્માત
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક જાયવા ગામના પાટિયા પાસે એક અકસ્માત સર્જાયો હતો. આગળ જઈ રહેલા ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં ધ્રોલના એક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું હતું. મૃતક યુવાનની ઓળખ ધ્રોલના 26 વર્ષીય અરબાઝ મુસ્તાકભાઈ તાયાણી તરીકે થઈ છે, જે શાકભાજીનો વેપાર કરતા હતા. તેઓ પોતાના પરિવારના કામ અર્થે રાજકોટ ગયા […]
જામનગરમાં BSNLના કોપર કેબલની ચોરીનો મામલો
જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાંથી BSNLના કોપર કેબલની ચોરી કરવા બદલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 35 હજાર રૂપિયાનો ચોરાયેલો કેબલ પણ કબજે કર્યો છે. BSNL કંપની દ્વારા અલિયાબાડા રોડ પર એક ખાડો ખોદીને તેમાં 400 પેરનો આશરે 8 મીટર કોપર કેબલ રાખવામાં આવ્યો હતો. અજાણ્યા તસ્કરો આ કેબલ ચોરી […]
કોડીનાર એસટી ડેપોમાં નવા બસ રૂટનો શુભારંભ અને ઑટો ક્લિનિંગ મશીનનું ખાતમુહૂર્ત
આજરોજ કોડીનાર એસટી ડેપોમાં કોડીનાર–ગીર ગઢડા બસના નવા રૂટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો. સાથે સાથે ડેપોમાં આધુનિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે ઑટો ક્લિનિંગ મશીનનું ખાતમુહૂર્ત પણ યોજાયું હતું, જે નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકીના વરદ હસ્તે કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે કોડીનાર નગરપાલિકાના લોકલાડીલા ઉપપ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકી, તાલુકા ભાજપ […]
મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના થયેલા ભવ્ય વિજયને વધાવવા માટે શહેર ભાજપા જામનગર દ્વારા કરાઈ ઉજવણી
મહારાષ્ટ્રમાં બૃહદમુંબઈ મહાનગર પાલિકા (BMC) ની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મહારાષ્ટ્રમાં ૧૫ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ BMC સહિત કુલ ૨૯ મહાનગરપાલિકાઓ માટે મતદાન યોજાયું હતું. આજે, ૧૬ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ આ ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને પરિણામો જાહેર કરવામાં આવેલ, જેમાં ભાજપ (૧૩૭ બેઠક) અને એકનાથ શિંદેની શિવસેના (૯૦ બેઠક). મહાવિકાસ અઘાડી (MVA): […]
વેરાવળ GIDCમાં પેટ્રોલપંપ નજીક ઝાડીમાં લાગી આગ
વેરાવળ શહેરના GIDC વિસ્તારમાં ભાલપરા રોડ પર આવેલા પેટ્રોલપંપ અને પેપરના ગોડાઉન નજીક ઝાડીમાં આગ લાગી હતી. આ ઘટના આજે સાંજે બની હતી. વેરાવળ ફાયર વિભાગની સમયસર અને સક્રિય કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આગ લાગવાની જાણકારી આજે સાંજે લગભગ 7 વાગ્યે 112 મારફતે વેરાવળ ફાયર કંટ્રોલ રૂમને મળી હતી. કોલમાં જણાવ્યા મુજબ, ભાલપરા […]
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 20-21 જાન્યુઆરી ગીર સોમનાથની મુલાકાતે
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત 20 અને 21 જાન્યુઆરીના રોજ ગીર સોમનાથ જિલ્લાની બે દિવસીય મુલાકાત લેશે. તેમની આ મુલાકાત શિક્ષણ, પ્રાકૃતિક કૃષિ, સ્વચ્છતા અને ગ્રામ વિકાસ જેવા મહત્વના મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે. મુલાકાતના પ્રથમ દિવસે, 20 જાન્યુઆરીએ, રાજ્યપાલ વેરાવળ સ્થિત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. તેઓ વિદ્યાર્થીઓને સંબોધિત કરશે અને આશીર્વાદ આપશે. પદવીદાન […]
ઉનાનું આમોદ્રા ગામ સિંહોનું મનપસંદ સરનામું
ગીરની સરહદે આવેલા ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે વનરાજાઓના આંટાફેરા સામાન્ય બન્યા છે. ખાસ કરીને ઉનાનું આમોદ્રા ગામ છેલ્લા ઘણા સમયથી સિંહો માટે અનુકૂળ રહેઠાણ બની ગયું હોય તેમ જણાય છે. આજે (16 જાન્યુઆરી) વહેલી સવારે આમોદ્રાની સીમમાં સિંહની ગર્જનાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સામાન્ય રીતે શાંત વાતાવરણમાં સિંહની ડણક 3 કિમીથી વધુ દૂર […]
માળીયામાં નવી મામલતદાર કચેરીમાં સબ રજીસ્ટ્રાર કચેરીનો સમાવેશ કરવા માંગણી
માળીયા હાટીના ગામની બારોબાર અંદાજે બે કિલોમીટર દૂર તાજેતરમાં નવી બનાવાયેલી મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં જ સબ રજીસ્ટર કચેરી માટે જગ્યા ફાળવવામાં ન આવતા વકીલ મંડળમાં ભારે રોષ જોવા મળ્યો છે આ મુદ્દે આજે માળીયા હાટીના બાર એસોસિએશન દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સરકારે લોકોની સુવિધા માટે ગામની બારોબાર નવી આધુનિક મામલતદાર કચેરીનું ભવન નિર્માણ […]
આર્મી જવાન દિનેશ લગારીયાને સેના મેડલથી સન્માનિત કરાયા
ભારતીય સેનાના જવાન દિનેશભાઈ પાલાભાઈ લગારીયાને તેમની વીરતા અને કર્તવ્યનિષ્ઠા બદલ સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. જામનગરમાં રહેતા અને મૂળ ખંભાળિયા તાલુકાના માધુપુર ગામના વતની દિનેશભાઈને જયપુરમાં આર્મી ડે નિમિત્તે આ સન્માન મળ્યું હતું. દિનેશભાઈએ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન અદમ્ય શૌર્યનું પ્રદર્શન કર્યું હતું. તેમણે મિસાઈલનો ઉપયોગ કરીને આતંકવાદીઓના ઠેકાણાઓને સફળતાપૂર્વક ધ્વસ્ત કર્યા હતા. 12મી […]










