રાજકોટ શહેરના મોરબી રોડ પર બેડી ગામે નાસ્તાની લારી ચલાવતા યુવાન ઉપર ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી માર માર્યાની ઘટનામાં 21 દિવસ બાદ 3 આરોપીઓની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો પૈકી બે શખ્સો નાસ્તો કરવા ગયા ત્યારે ત્યાં ભીડ હોવાના કારણે થોડી વાર લાગશે કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ તેના […]
India
બગદાણા હુમલા વિરોધમાં સિહોરમાં આવેદનપત્ર અપાયું
બગદાણા ગામના કોળી સમાજના અગ્રણી નવનીતભાઈ પર થયેલા હુમલાના વિરોધમાં સિહોર શહેર અને તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા 6 જાન્યુઆરી, 2026 ના રોજ મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. સિહોર પ્રાંત કચેરી ખાતે સાંજે 5 વાગ્યે અપાયેલા આ આવેદનપત્રમાં પીડિતને ઝડપી ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી. કોળી સમાજના અગ્રણી અને વકીલ મનિષાબેન બારૈયાએ […]
સમગ્ર ગુજરાતની કોલેજોમાં શપથ લેવડાવવામાં આવી
ગુજરાત NSUI દ્વારા રાજ્યભરમાં “ડ્રગ્સ મુક્ત કેમ્પસ” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત NSUIની ટીમ વિવિધ કોલેજોની મુલાકાત લઈ રહી છે. આ યાત્રા આજે જામનગર પહોંચી હતી, જ્યાં અનેક કોલેજોમાં કાર્યક્રમો યોજાયા હતા. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કોલેજ કેમ્પસને ડ્રગ્સ મુક્ત બનાવવાનો છે. NSUIની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ડ્રગ્સ વિરુદ્ધ જાગૃત કરવામાં આવી રહ્યા […]
વંથલીમાં 4 કરોડનું નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે 4 કરોડ રૂપિયાના ખર્ચે નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. વંથલીના દિલાવર નગર વિસ્તારમાં જૂના સામૂહિક આરોગ્ય કેન્દ્રની જગ્યાએ આ અદ્યતન સુવિધા ઊભી કરવામાં આવી છે. આનાથી વંથલી તાલુકાના 47 ગામોના લોકોને સારી અને સગવડભરી સારવાર મળી શકશે. નવી બનેલી આ હોસ્પિટલમાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરમાં 30 બેડનો મેલ […]
નોંઝણવાવમાં પરિણીતાના આપઘાતમાં મોટો વળાંક
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નોંઝણવાવ ગામે ગત 29 ડિસેમ્બરના રોજ 35 વર્ષીય પરિણીતા ચેતના ઉર્ફે સોનલબેન જાદવના આપઘાત મામલે ચોંકાવનારો વળાંક આવ્યો છે. શરૂઆતમાં બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું ચિત્ર ઊભું કરવામાં આવ્યું હતું, પરંતુ મૃતકની માતાએ પોલીસ સમક્ષ સાસરિયાઓ વિરુદ્ધ માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો ગંભીર બન્યો છે. કેશોદ પોલીસે […]
સીમા સુરક્ષા અને જાગૃતિ માટે ADGPના માર્ગદર્શન હેઠળ ડ્રાઇવ
ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવનો મુખ્ય હેતુ સીમા સુરક્ષા અને લોક જાગૃતિ કેળવવાનો છે. મરીન ટાસ્ક ફોર્સના ADGP અમિત વિશ્વકર્મા, IGP પી. એલ. માલ અને S.P. એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ આ સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને જખૌ સેક્ટરમાં DYSP આર.એમ. ચૌધરીના […]
મહિલા IPL સુરતમાં યોજવા માટે ICCની લીલીઝંડી
ICC (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના ચેરમેને જય શાહે સુરતની મુલાકાત લીધી હતી. દરમિયાન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની મુલાકાત લઈ બોર્ડના સભ્યો સાથે બેઠક યોજી હતી. ખાસ કરીને સુરતમાં હજી સુધી ઈન્ટરનેશનલ અને IPL મેચનું આયોજન થયું નથી જેથી સભ્યોએ સુરતને આ મેચો આપવા રજૂઆત કરી હતી. જય શાહે કહ્યું હતું કે, આ સ્ટેડિયમનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મહિલા IPL માટે […]
AACA મીડિયા એવોર્ડ 2026એ ગુજરાતની સર્જનાત્મક ઊર્જાને પ્રજ્વલિત કરી
અમદાવાદ એડવર્ટાઈઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન (એએસીએ) દ્વારા આયોજિત ભવ્ય ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ 2026 અંતર્ગત એએસીએ મીડિયા એવોર્ડ્સ 2026 ગ્રાન્ડ એવોર્ડ શોનું અમદાવાદમાં સફળ આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગ એએસીએના 35 વર્ષના ગૌરવસભર પ્રવાસની ઐતિહાસિક ઉજવણી તરીકે ઉજવાયો. આ ફેસ્ટિવલે સમગ્ર એડવર્ટાઈઝિંગ ઇન્ડસ્ટ્રીમાં જોરદાર મોમેન્ટમ સર્જ્યું. અગ્રણી એડવર્ટાઈઝિંગ એજન્સીઓ, મીડિયા ઓનર્સ, મીડિયા પ્રોફેશનલ્સ અને એડવર્ટાઈઝર્સ એક […]
સાયબર ક્રાઇમનો આરોપી 4 દિવસના રિમાન્ડ મંજૂર
અમદાવાદ ગ્રામ્ય સાઇબર ક્રાઇમ પોલીસ મથકે ડિસેમ્બર મહિનામાં મૂળ તમિલનાડુ અને હાલ ઘુમામાં રહેતા એક વેપારીએ 7 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, મોનાર્ક નેટવર્થ કેપિટલના નામે તેને વોટ્સએપ ઉપર શેર બજારમાં રોકાણની ટીપ આપતા મેસેજ આવતા હતા. ત્યારબાદ તેના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતા શેરબજારમાં રોકાણના નામે વિશ્વાસમાં લઈને તેની સાથે […]
જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 155.37 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી
જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 155.37 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. મંજૂર કરાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સમાં ખંભાળિયા બાયપાસ જંકશન (નાઘેડી બાયપાસ) પર ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે 137.70 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઢીચડામાં સર્વે નંબર 48ની જગ્યામાં મોટા અને નાના પ્રાણીઓ માટે બે એનિમલ ક્રિમેટોરિયમ (શબદાહગૃહ)ના સપ્લાય, ટેસ્ટિંગ અને […]










