અમદાવાદ ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બગોદરા પોલીસે જુગાર વિરુદ્ધ સઘન કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ બાતમીના આધારે ભામસરા અને કાણોતર ગામમાં બે અલગ-અલગ દરોડા પાડી કુલ 13 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ રૂ. 64,490 રોકડ અને 4 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. પ્રથમ દરોડો ભામસરા ગામે પાડવામાં આવ્યો હતો. […]
India
બાળકીને અડપલાં કરનાર 81 વર્ષીય વૃદ્ધને 5 વર્ષની કેદ
શહેરના માધવપુરા વિસ્તારમાં વર્ષ 2024માં ચોકલેટ લેવા દુકાને ગયેલી પાંચ વર્ષની બાળકીને શારિરિક અડપલા કરનાર 81 વર્ષિય વૃદ્ધને અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી વિશેષ પોક્સો કોર્ટે 5 વર્ષની સજા ફટકારી છે. આરોપીએ બાળકીને દુકાનમાં બોલાવી અડપલાં કર્યા શહેરના માધવપુરા વિસ્તારમાં 81 વર્ષિય તફઝુલ હુસેન કુરેશી દુકાન ધરાવી વેપાર કરતા હતા. 19 ઓક્ટોબર, 2024ના રોજ […]
સિહોરમાં સાસરું ધરાવતી પરિણીતાએ પતિ-સાસુના ત્રાસથી કંટાળીને એસિડ પીધું
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દડવા ગામે પતિ અને સાસુના માનસિક તથા શારીરિક ત્રાસથી કંટાળેલી પરિણીતાએ ઝેરી દવા અને એસિડ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.પરિણીતાને ગંભીર હાલતમાં સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલે પરિણીતાએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. પતિ પિયરમાં આવીને અપશબ્દો બોલીને અપમાન કરતો […]
બે શખ્સોએ લાકડીથી હેડ કોન્સ્ટેબલ અને GRD જવાન પર હુમલો
ભાવનગર જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અમરગઢ (જીંથરી) ગામે મોડી રાત્રે પેટ્રોલીંગ કરી રહેલી પોલીસ ટીમ પર અમરગઢ ગામના બે શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પોલીસે શંકાસ્પદ જણાતા એક બાઈક ચાલકની પૂછપરછ કરતા ઉશ્કેરાયેલા શખ્સે પોતાના કુટુંબીને લાકડી સાથે બોલાવી હેડ કોન્સ્ટેબલ અને જીઆરડી જવાન પર હુમલો કરી ફરજ રુકાવટ કરતા સમગ્ર […]
મુસ્લિમ મહિલાની નામ બદલવા હાઇકોર્ટમાં અરજી
લગ્ન પછી અપનાવેલું મુસ્લિમ નામ હટાવીને પોતાના ખ્રિસ્તી પિતૃપક્ષનું નામ પુનઃ ધારણ કરવા માટે વડોદરાના એક 66 વર્ષીય મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેઓએ ઘર મેળવવામાં પડતી સામાજિક મુશ્કેલીઓનું કારણ દર્શાવ્યું છે. આ અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સંબંધિત સત્તાવાળાઓને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે કે સરકારી ગેઝેટમાં નામ બદલવાની […]
બેડીમાં મ્યુ. તંત્રની પ્રિ-મોન્સુન સફાઈના અભાવે કેનાલમાં ફસાયેલી ગાયનું મોત
જામનગર શહેરના વોર્ડ નં-1 માં આવેલા બેડી વિસ્તારમાં મહાનગરપાલિકા અને તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીની ઘોર બેદરકારી સામે આવી છે. વિસ્તારની કેનાલોમાં યોગ્ય સફાઈ ન થવાના કારણે ઉગી નીકળેલી બાવળની ઝાડીઓમાં એક ગાય ફસાઈ જતાં તેનું કરૂણ મોત નીપજ્યું છે, જેને પગલે સ્થાનિક જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ત્રણ દિવસ પહેલાં એક ગાય કેનાલમાં ઉતરી […]
જામનગરમાં ડુપ્લીકેટ ‘સાબળે બીડી’નું વેચાણ કરતા બે ઝડપાયા
જામનગર શહેરમાં ડુપ્લીકેટ ‘સાબળે બીડી’નું વેચાણ કરીને ગ્રાહકો અને વેપારીઓ સાથે છેતરપિંડી કરતા બે શખ્સોને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ₹79,500ની કિંમતના 265 નકલી બીડીના પેકેટ જપ્ત કર્યા છે. SOGના પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, વિજયભાઈ કારેણ અને જયેશભાઈ પઢેરીયાને બાતમી મળી હતી કે અમિતભાઈ મહેશભાઈ વશિયર અને અફઝલ અબ્દુલભાઈ […]
જામનગરમાં કોંગ્રેસનું પ્રદર્શન, આગેવાનોની અટકાયત
જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સવારે ટાઉનહોલ સર્કલ નજીક પેપર લીક કૌભાંડ અને દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શન કોંગ્રેસ કાર્યાલયથી શરૂ થઈ ટાઉનહોલ સર્કલ સુધી પહોંચ્યું હતું. કાર્યકરોએ “લાઠી […]
કડોદરામાં અકસ્માતે યુવકનો જીવ લીધા બાદ મોતનો કટ બીજીવાર બંધ
કડોદરા અંદર પાસે અવારનવાર સર્જાતા અકસ્માતોને કારણે માર્ગ અને મકાન વિભાગે આખરે જીવલેણ કટ બીજી વાર બંધ કરવાની ફરજ પડી છે. સુરત-બારડોલી માર્ગ પર માત્ર 1 કિલોમીટરના ચકરાવાથી બચવા લોકો જીવના જોખમે આ કટનો ઉપયોગ કરતા હતા. નાના વાહનોથી લઈને ટ્રકો પણ અહીંથી પસાર થતા હતા. સ્થાનિકોએ R&Bને વારંવાર રજૂઆતો કરી હતી અને કટ બંધ […]
સુરતના માંડવીમાં ધોધમાર વરસાદથી ગોળધા ડેમ ઓવરફ્લો
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોળધા ગામે આવેલો ગોળધા ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને કારણે વિરા નદી બે કાંઠે વહેતા ગામના ગરમા ડુંગરી ફળિયા તરફ જતો રસ્તો બંધ થઈ ગયો છે. આના કારણે ફળિયાના લોકોને ગામમાં આવવા માટે બે કિલોમીટરનો લાંબો ફેરો કરવો પડે છે. હવામાન વિભાગ દ્વારા 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં […]









