Gujarat

600 લીટર આથો અને 120 લીટર દેશી દારૂ જપ્ત, દારૂની ભઠ્ઠી ચલાવનાર આરોપી ફરાર

ભાવનગર શહેરના આધેવાડા વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગત રાત્રીના દેશી દારૂની ગેરકાયદેસર ચાલતી ભઠ્ઠી પર રેડ કરી હતી. બાતમી આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન પોલીસને મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. રેડથી વિસ્તારમાં દારૂના ધંધામાં સંકળાયેલા તત્વોમાં હડકંપ મચી ગયો હતો. ગેરકાયદેસર ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર રેડ 31 ડિસેમ્બરને લઈ લોકલ […]

Gujarat

નખત્રાણામાં ટ્રકની અડફેટે રાહદારીનું મોત

કચ્છના નખત્રાણામાં વથાણ માર્ગે એક રાહદારી યુવકનું ટ્રકની અડફેટે મૃત્યુ થયું છે. સાંજે બનેલી આ ઘટનામાં નાના નખત્રાણાના 32 વર્ષીય હિરા બુધા રબારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત નગરમાંથી પસાર થતા ભુજ-લખપત હાઈવે પર થયો હતો, જ્યાં જીવલેણ અકસ્માતોનો સિલસિલો યથાવત છે. માર્ગની બંને તરફ છૂટક ધંધાર્થીઓ અને વાહન પાર્કિંગના કારણે ટ્રાફિકની સમસ્યા […]

Gujarat

સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ યુવા મહોત્સવમાં સન્માનિત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે આયોજિત 52મા યુવા મહોત્સવ – વિજયશ્રી સમારોહ દરમિયાન સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ વિદ્યાર્થીઓને તેમની પ્રતિભા અને સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. યુવા મહોત્સવમાં સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ૫૧મા રાણી અહિલ્યાદેવી યુવા મહોત્સવ દરમિયાન, સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓએ માઇમ સ્પર્ધામાં […]

Gujarat

સુરત ગ્રામ્ય પોલીસ, RTO દ્વારા માર્ગ સલામતી માસનો પ્રારંભ

માર્ગ અકસ્માતો ઘટાડવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬’નો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે. આ અંતર્ગત સુરત ગ્રામ્ય પોલીસ અને RTO કચેરી બારડોલી દ્વારા સંયુક્ત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષની થીમ ‘સીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન” રાખવામાં આવી છે. બારડોલી RTO કેમ્પસમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને માર્ગ અકસ્માતોના ગંભીર આંકડાઓથી માહિતગાર […]

Gujarat

કડોદરામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ 30 હજારની લાંચ લેતા ઝડપાયો

સુરત જિલ્લાના કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જવાની ઘટના સામે આવી છે. વરેલી બીટમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શીતલ નટવરભાઈ પ્રજાપતિને નવસારી એ.સી.બી.ની ટીમે 30,000 રૂપિયાની લાંચ લેતા અંત્રોલી ગામ પાસે દબોચી લીધો છે. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી અગાઉ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો હતો, પરંતુ હાલમાં ધંધો […]

Gujarat

થર્ટી ફર્સ્ટ પર ડિસ્કોના બદલે યુવાનો ગરબે ઘૂમ્યા

સામાન્ય રીતે 31st ડિસેમ્બર અને નવા વર્ષના સ્વાગતની વાત આવે એટલે મગજમાં લાઉડ મ્યુઝિક, ડિસ્કોબાર, પશ્ચિમી ડાન્સ અને મોડી રાતની પાર્ટીઓના દ્રશ્યો તરવરવા લાગે છે, પરંતુ આ વર્ષે જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો. કેશોદના આંગણે પશ્ચિમી સંસ્કૃતિને બાજુમાં મૂકીને આપણી ભવ્ય ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન પરંપરા મુજબ નવા વર્ષને વધાવવામાં આવ્યું […]

Gujarat

ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટના હેપ્પી ચિલ્ડ્રન સેન્ટરના બાળકો માટે

જામનગરમાં ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રાજીવનગર અને રેલ્વે કોલોની હેપ્પી ચિલ્ડ્રન સેન્ટરના પચાસ વંચિત બાળકો માટે આ વર્ષની નાતાલ યાદગાર બની ગઈ હતી. આ વર્ષની ડિસેમ્બરની ક્રિસમસ અનોખી રીતે ઉજવાઈ હતી. ટ્રસ્ટના બાળકો માટે એક ભવ્ય અને જાદુઈ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજિંદા જીવનના સંઘર્ષોને ભૂલીને બાળકો રમતગમત, બાઉન્સી કેસલ અને જાદુગરના અદભૂત ખેલમાં […]

Gujarat

સાયબર ક્રાઈમે રૂ. 1.87 કરોડની છેતરપિંડીના આરોપીને ઝડપ્યો

સાયબર ક્રાઈમ પોલીસે રૂ. 1.87 કરોડની ઓનલાઈન છેતરપિંડી આચરનાર ગેંગના એક સભ્યને પુણે, મહારાષ્ટ્રથી ઝડપી પાડ્યો છે. આરોપીએ ખોટી ટ્રેડિંગ કંપની દ્વારા રોકાણના બહાને ફરિયાદી પાસેથી આ રકમ પડાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ફરિયાદીનો વોટ્સએપ નંબર પર સંપર્ક કર્યો હતો. તેમણે પોતાને ટ્રેડિંગ એડવાઈઝર તરીકે ઓળખાવી, અલગ-અલગ સ્કીમમાં રોકાણ કરીને મોટો નફો કમાવવાની લાલચ […]

Gujarat

સુરેન્દ્રનગર માં મેગા બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન

આલોકપથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને અહિંસા યુવા સંગઠન દ્વારા આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું ભવ્ય આયોજન તારીખ 11-01-2026, રવિવાર ના રોજ સવારે 8 થી બપોરે 1 કલાક સુધી જીન ગ્રાઉન્ડ, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય હેતુ સમાજમાં માનવતાની ભાવના મજબૂત બનાવવાનો તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાનો […]

Gujarat

રાજકોટ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યકમ.

રાજકોટ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યકમ. રાજકોટ શહેર તા.૩૧/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના નાગરીકો દ્રારા સાયબર ક્રાઇમ પોર્ટલ ૧૯૩૦ પર કરવામાં આવેલ ફરીયાદો અન્વયે રાજકોટ શહેર પોલીસ દ્રારા કરવામાં આવેલ તપાસ કાર્યવાહીના ફળ સ્વરૂપે સાયબર ક્રાઇમ ના ભોગ બનેલા નાગરીકો ને તેઓ એ ફ્રોડ મા ગુમાવેલ રકમ તેમજ ગુના ના કામે […]