જામનગરમાં અષાઢી બીજના પવિત્ર પર્વે ભગવાન જગન્નાથજીના રથયાત્રા મહોત્સવનો શાનદાર પ્રારંભ થયો છે. શહેરના વિશાલ હોટલ પાસે, સિધ્ધનાથ સોસાયટી રોડ નં. 2 પર આવેલા જગન્નાથ મંદિરમાં આ 12 દિવસીય ભવ્ય મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે. મહોત્સવની શરૂઆતે મંદિર પરિસરની અંદર જ એક વિશાળ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર […]
India
લાલપુર તાલુકા પંચાયતમાં સખી મંડળની કેન્ટીન, લેબ શરૂ
જામનગર જિલ્લા વિકાસ અધિકારી (DDO)ના માર્ગદર્શન હેઠળ લાલપુર તાલુકા પંચાયત ખાતે સખી મંડળ દ્વારા સંચાલિત કેન્ટીન, હેલ્પ ડેસ્ક અને કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી (TDO), તાલુકાના તલાટી-કમ-મંત્રી સહિત અનેક અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલનો મુખ્ય હેતુ ગ્રામીણ મહિલાઓના આજીવિકા વિકાસ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો […]
જામનગરમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં અપશબ્દો બોલવાની શંકાને લઈને થયેલા ઝઘડામાં એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે પાંચ આરોપી સામે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદી બાબુ ઉર્ફે રણજીતસિંહ જશાજી જેઠવા (ઉં.વ. 30), રહે. ગોકુલનગર, શેરી નં.11, જામનગરે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, 17 જુલાઈની […]
પાણીગેટ પોલીસે 9 લોકોને 67 હજારના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યાં
વડોદરા શહેરમાં જુગાર અને પ્રોહિબિશન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે, પાણીગેટ પોલીસે બાવામાનપુરા વિસ્તારમાં ચાલતા એક જુગારધામ પર ઓચંતો દરોડો પાડ્યો હતો. પોલીસે બાતમીના આધારે મકાનમાં ચાલતા જુગારધામમાંથી કુલ 9 આરોપીઓને રોકડ અને જુગારના સાહિત્ય સહિતના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી […]
બારડોલી-સુરત રોડ પર 12.5 કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા
સુરત ગ્રામ્ય પોલીસના ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ કડોદરા GIDC પોલીસે બાતમીના આધારે બારડોલી-સુરત હાઈવે પર મગનવાડી સામે વોચ ગોઠવી હતી. આ ઓપરેશન દરમિયાન શંકાસ્પદ બેગ સાથે પસાર થતા બે યુવાનોને રોકી તપાસ કરતા તેમની પાસેથી 12.528 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપીઓની ઓળખ […]
ઉધના પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં 28 વર્ષથી વોન્ટેડ આરોપી દિલ્હીથી ઝડપાયો
ક્રાઇમ બ્રાંચ 1998થી એટલે કે છેલ્લા 28 વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપી લાલસીંગ તુલારામ નીસાદ (ઉં.વ. 43) ને દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી વિરુદ્ધ વર્ષ 1998માં ઉધના પોલીસ સ્ટેશનમાં હીરો હોન્ડા મોટરસાયકલની ચોરી કરવાનો કેસ નોંધાયો હતો. આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે છેલ્લા 28 વર્ષથી અલગ-અલગ વિસ્તારોમાં પોતાની ઓળખ છુપાવીને દિલ્હીમાં આશરો લઈ રહ્યો […]
ખાણ-ખનીજની ઓફિસમાં અરજદાર અર્ધનગ્ન હાલતમાં પહોંચ્યો
ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનીજ ખનન સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં, એક અરજદારે જામનગર સ્થિત ખાણ-ખનીજ કચેરી ખાતે અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કર્યું છે. મજોઠ ગામના અરજદાર સોડાભાઈ નાગજીભાઈ વરુએ આ અનોખો વિરોધ નોંધાવી ન્યાયની માંગ કરી છે. અરજદારના જણાવ્યા અનુસાર, મજોઠ ગામમાં લાંબા સમયથી મોટા પાયે ગેરકાયદે ખનીજ ચોરીની […]
અભયમ ટીમે રસ્તે ભટકતી મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું
ઘરેલુ હિંસા અને માનસિક ત્રાસથી પીડિત એક મહિલાને ‘181 અભયમ હેલ્પલાઇન’ દ્વારા મદદ પૂરી પાડી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે. જામનગર અભયમ ટીમે સમયસર હસ્તક્ષેપ કરીને મહિલાને સુરક્ષિત આશ્રય અને નવું જીવન આપ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લાની આ પરિણીત મહિલાને તેનો પતિ નશાની હાલતમાં શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. પતિના અસહ્ય મારકૂટથી […]
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
ગુરુવારે અષાઢી બીજના દિવસે ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક હાઈ લેવલની મીટીંગ યોજી હતી. આવતા વર્ષે ૨૦૨૭માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીના રોડમેપ અને પક્ષની સંગઠનાત્મક મજબૂતીને લઈને આ બેઠકમાં મોટું રાજકીય મંથન ચાલી રહ્યું છે. આ હાઈપ્રોફાઈલ બેઠકમાં રાજ્યના ટોચના નેતાઓ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે. […]
પંચમહાલના ગોધરા શહેરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે જૂના રણછોડજી મંદિરથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી
અષાઢી બીજના પવિત્ર દિવસે ગોધરા શહેરના પ્રખ્યાત, જૂના પુરાણા રણછોડજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકાળી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ જય જગન્નાથના જયધોષ સાથે રથયાત્રા કાઢવામાં આવી હતી. ગોધરા શહેરના વિવિધ વિસ્તાર માંથી રથયાત્રા પસાર થઈ હતી. જેમાં રથયાત્રામાં ભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી. ગોધરા શહેરના વર્ષો જૂના પુરાણા રણછોડજી મંદિર […]










