ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ. ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ .ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન ધ્રોલ દ્વારા વિમેન સાયન્સ કલબ ચાલે છે . દરેક મહિમાના 4 રવિવારે વિમેન સાયન્સ કલબ ચાલે છે જેમાં મહિલાઓને સ્પષ્ટતા અને ઉપયોગ તેવા વૈજ્ઞાનિક જાગૃતિ લાવતા વિષયોઓની તાલીમ આપવામાં આવે છે. જેમાં આ રવિવારે મહિલાઓ માટે “આર્ટિફિસીયલ […]
India
કચ્છમાં 31 ડિસેમ્બરની ઉજવણી માટે પોલીસ સક્રિય
કચ્છ જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સક્રિય બની છે. નવા વર્ષના સ્વાગત માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવા પોલીસ વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ અને વાહન તપાસ હાથ ધરવામાં આવી છે. ભુજ શહેરમાં સી ટીમે એરપોર્ટ રિંગ રોડ પર ખાસ ટ્રાફિક ડ્રાઇવ યોજી વાહન […]
માંગરોળમાં કૌટુંબિક કાકાનું ભત્રીજી પર દુષ્કર્મ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાંથી માનવતા અને પવિત્ર સંબંધોને કલંકિત કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કૌટુંબિક કાકાએ જ પોતાની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું અને ગર્ભવતી બનાવી હતી. એટલું જ નહીં આરોપીએ ભત્રીજીના નગ્ન ફોટા વાઇરલ કરવાની ધમકી આપી અવારનવાર શારીરિક શોષણ કર્યું હતું. આ ઉપરાંત આરોપી પરિણીત હોવા છતાં ખોટા દસ્તાવેજો બનાવી પીડિતા સાથે […]
ઓસ્ટ્રેલિયામાં નોકરીની લાલચ આપી રાજકોટના ડોક્ટર સાથે 51 લાખની ઠગાઈ
રાજકોટમાં સાયબર ફ્રોડની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં અટલ સરોવર સામે સનરાઈઝ પાર્કમાં રહેતાં ડો. ચિન્મય પ્રકાશભાઈ ત્રિવેદી (ઉ.વ.26)ને ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં નોકરીની લાલચ આપી સાયબર ગઠિયાઓએ રૂ.50.75 લાખ પડાવી લીધા છે. બનાવ અંગે ફરિયાદ પરથી સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઓસ્ટ્રેલિયાની હોસ્પિટલમાં નોકરી અપાવવા લાલચ આપી ફરિયાદમાં ડો. […]
જામનગરમાં જીરાના પાકમાં સુકારો, નુકસાનની ભીતિ
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના દરિયાકાંઠાના હડીયાણા અને લીંબુડા સહિતના ગામોમાં જીરાના પાક પર સુકારાનો રોગ જોવા મળ્યો છે. આ કારણે ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની અને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, તેમણે પ્રતિ વીઘા 5,000 થી 6,000 રૂપિયાનો ખર્ચ કર્યો છે. વર્તમાન શિયાળાની ઋતુમાં દિવસ દરમિયાન વધતા તાપમાનને કારણે જીરાના છોડને […]
જામનગર પોલીસનું કડક ચેકિંગ, 700 પોલીસકર્મીઓ તૈનાત
જામનગર જિલ્લામાં 31મી ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ કડક બંદોબસ્ત અને વિશેષ ચેકિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવશે. બંદોબસ્તમાં પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની સહિત 4 DySP, 24 PI, 35 PSI, […]
હેપી ન્યુ યર – રેખા પટેલ (ડેલાવર)
હેપી ન્યુ યર – રેખા પટેલ (ડેલાવર) હેપી ન્યુ યર, એટલે નવા વર્ષને હર્ષભેર આવકાર આપવાનો અને વીતેલા વર્ષને સ્મિત સાથે આવજો કહેવાનો સમય. સંધ્યાની લાલિમાથી ભરેલું આભ જ્યારે ધીમે ધીમે અંધકારમાં વિલીન થાય છે, ત્યારે મનમાં પણ ભૂતકાળની યાદો અને ભવિષ્યની આશાઓ એકસાથે ઉમટી આવે છે. આજ અનુભૂતિ સાથે ગયા વર્ષના સુખ–દુઃખ, સફળતા–અસફળતા બધાને […]
રાજકોટ પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપી, છેતરપીંડી કરી રૂપિયા પડાવી લેતા આરોપી ને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ.
રાજકોટ પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપી, છેતરપીંડી કરી રૂપિયા પડાવી લેતા આરોપી ને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ. રાજકોટ શહેર તા.૩૦/૧૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર DCB પો.સ્ટે. BNS કલમ-૩૧૮(૪), ૩(૫), મુજબના ગુન્હામાં આ કામના આરોપીઓએ સમાન ઇરાદો પાર પાડવા એકસંપ કરી ફરીયાદી ના દિકરાને PSI તથા DSP ની પરીક્ષામાં પાસ કરાવાની લાલચ આપી ભરોસામાં લઇ […]
ભુજ GK હોસ્પિટલ સિવિલ સર્જન કચેરીમાંથી મિલકત જપ્ત
જિલ્લા મથક ભુજ શહેર સ્થિત જી.કે. જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન કચેરીમાંથી જંગમ મિલકત જપ્ત કરવાનો ભુજ કોર્ટે આદેશ કર્યો છે. પૂર્વ મેડિકલ ઓફિસરનો વર્ષો જૂનો પગાર ન ચૂકવાતા કોર્ટે આ કડક કાર્યવાહી કરી છે. કોર્ટના આદેશ બાદ કચેરીમાં માલસામાનની જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલો પૂર્વ મેડિકલ ઓફિસર ડૉ. હીરજી ભૂડિયાના બાકી પગારનો […]
ગિરનાર પર્વત પર 3 જાન્યુઆરીએ માં અંબાનો પ્રાગટ્ય મહોત્સવ
ગરવાગઢ ગિરનારની 5000 પગથિયાંવાળી ગગનચુંબી ટોચ પર બિરાજમાન જગતજનની માં અંબાનો પ્રાગટ્ય મહોત્સવ આગામી 3 જાન્યુઆરી, શનિવારના રોજ અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવશે. શાસ્ત્રોક્ત મતે પોષી પૂનમ એટલે માં અંબાનો જન્મદિવસ, જેને લઈને ગિરનાર પર્વત પર ભક્તિમય માહોલ જામશે. ગિરનારના પ્રાચીન નિજ મંદિરમાં બિરાજમાન માં અંબાના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે મંદિર ટ્રસ્ટ દ્વારા હજારો માઈભક્તોની હાજરીમાં વિશેષ […]










